Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મંથન : ભારતને સાચે જ બનાવવો હોય ‘કૃષિ પ્રધાન’ દેશ, તો કુદરતના ખોળે જવું જ રહ્યું

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિતની સમગ્ર સરકારનું નિશાન ખેતી ઉપર તકાયું છે. સરકાર જાણે કે ડગલે ને પગલે ખેતીના ઉદ્ધારને આગળ કરી રહી છે. એ જોતાં જણાય છે કે, ગુજરાતમાં ખેતીનું ભાવિ ઉજ્જ્વળ છે. આગામી સમયમાં એટલે કે 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાનું સરકારનું સપનું છે અને તે માટે પ્રાકૃતિક (કુદરતી) ખેતી ખૂબ જ ઉત્તમ માર્ગ છે. 2020ના પ્રારંભમાં ગીર સોમનાથના જિલ્લાના ગીર ગઢડા ખાતે દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિરાટ સંમેલન’ યોજાયું, ત્યારેસ રકારના આ મુદ્દા સંબંધી વિચારો મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી દીધા હતા.

Covie Prakash Jalal
Covie Prakash Jalal

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સહિતની સમગ્ર સરકારનું નિશાન ખેતી ઉપર તકાયું છે. સરકાર જાણે કે ડગલે ને પગલે ખેતીના ઉદ્ધારને આગળ કરી રહી છે. એ જોતાં જણાય છે કે,  ગુજરાતમાં ખેતીનું ભાવિ ઉજ્જ્વળ છે. આગામી સમયમાં એટલે કે 2022 સુધીમાં ખેડૂતની આવક બમણી કરવાનું સરકારનું સપનું છે અને તે માટે પ્રાકૃતિક (કુદરતી) ખેતી ખૂબ જ ઉત્તમ માર્ગ છે. 2020ના પ્રારંભમાં ગીર સોમનાથના જિલ્લાના ગીર ગઢડા ખાતે દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળના પ્રાંગણમાં ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિરાટ સંમેલન’ યોજાયું, ત્યારેસ રકારના આ મુદ્દા સંબંધી વિચારો મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી દીધા હતા.

ગુજરાત સરકાર માને છે અને એ સાચું પણ છે કે રાસાયણિક ખાતરો તથા એવાં અન્ય દ્રવ્યો પર આધારિત ખેતી સૌને નુકસાનકારક નીવડે છે. એમાં ઉત્પાદન ખર્ચ પણ વધારે આવે છે, જમીન વરસો-વરસ બગડતી જાય છે અને પૂરતી આવક ન મળવાથી ખેડૂત દેવાના બોજ તળે દબાઈ જાય છે. એની સામે કુદરતી ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઓછો આવે, પાકનો ઉતારો વધે અને જમીનની સત્ત્વશીલતા જળવાઈ રહે.

ભારત ખેતી પ્રધાન દેશ છે ! : સરકારનું તો સપનું છે કે આખા દેશના ખેડૂતો કુદરતી ખેતી તરફ વળે અને વધુને વધુ અનાજ ઉત્પન્ન થાય. જો આ સરકારી સપનું સાકાર થાય, તો ખરા અર્થમાં ભારત ખેતી પ્રધાન દેશ બને. કોઈ દેશની ખેતી પ્રધાનતાની એ જ નિશાની છે કે ખેડૂત સમૃદ્ધ હોય, પણ અહીં         અવળી ગંગા વહેતી હતી. સરકાર ખેડૂતને શિક્ષણ, તાલીમ અને સવલતો આપીને ખેતીને સમૃદ્ધ કરવા ઇચ્છતી હોય, એવું ચિત્ર અહીં ઊપસ્યું છે. આપણે દર વર્ષે ત્રિરંગામાં લીલો રંગ નિહાળીને મનોમન છાતી ફુલાવીને સંતોષ માની લેતા આવ્યા છીએ કે “ભારત ખેતી પ્રધાન દેશ છે”, પરંતુ દર વર્ષે આપણે ઝેરી દવાઓથી ઉત્પન્ન થયેલાં અનાજ ખાતા રહીએ છીએ. વળી, ખેડૂતનું, ખેતીનું કે પ્રજાનું કશું જ કલ્યાણ થતું નહોતું. ખેડૂત તો ઊલટાનો દેવાના બોજ હેઠળ દબાતો જતો હતો.

બીજી તરફ, રાસાયણિક ખાતરોનો ખતરનાક વેપલો થતો અને ઝેરી ખાતરોના ગંજ બેરોકટોક ઠલવાતા. ખેડૂતો પણ અમુક કુપ્રચારોના દોર્યા દોરવાઈ જતા અને વધારે ઉતારો આવવાની આશાએ રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કરતાસ પરંતુ પાકનો ઉતારો એક-બે વર્ષમાં ઘટી જતો અને ખેડૂત બીજી વધારે ‘પાવરવાળી’ રાસાયણિક  દવાઓ છાંટવાની લાલચને વશ થતો, પરંતુ એ બધી કસરતમાં પાકની ગુણવત્તાનો ખો નીકળી જતો અને ઝેરી દવાઓથી પકવેલું અનાજ દેશના પેટમાં જતું. ન ખેડૂતનું કલ્યાણ થતું, ન ખાનારનું !

સરકારીતંત્રસજ્જ : પ્રજાને ઝેર ખાતી રોકવા માટે ઝેરનું ઉત્પાદન બંધ કરવું પડે, એ ન્યાયે સરકારે વિજ્ઞાન અને કૃષિ નિષ્ણાતોના અભિપ્રાયો વાપરીને કડવું, છતાં લાભકારી ઔષધ બનાવ્યું કે જેને આપણે કુદરતી ખેતી કહીએ. ગુજરાતનીવર્તમાન સરકારે આ દિશામાં ગહન સંશોધનો હાથ ધરીને ખેડૂતને અને ખેતીને સમૃદ્ધ કરવા ધાર્યું છે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર મથી રહી છે અને કૃષિ યુનિવર્સિટીઓને સજ્જ કરી રહીછે ને સાથો-સાથ ખેડૂતને શિક્ષિત કરવાના પણ પ્રયાસો જારી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા 15 સ્થળોએ 25 સંશોધન કેન્દ્રો ચાલે છે કે જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સહાય માટે કાર્ય થાય છે.

દેશી ગાયનાં છાણ અને મૂત્રના ઉપયોગ વિશે લોકોને જાગૃત કરવામાં આવે છે. ગાયને માતા કહેતી સંસ્કૃતિએ ટકી રહેવું હશે,તો પ્રજાએ ગાયની સહાય લેવી પડશે, અન્યથા ઝેરી અનાજ ખાઈને આગામી પેઢીઓ નાશના માર્ગે જશે, એ સમજવા માટે ઝેરનાં પારખાં કરવા આપણે ન જઇએ.

તમામ તબીબી વિજ્ઞાન અને સંશોધનોએ ગાયનાં મળ-મૂત્રનો ખેતીના સંદર્ભે મહિમા કર્યો જ છે. હવે તો લીંપણ વાળાં ઘર જ જોવા નથી મળતાં, તો ગાયના છાણના લીંપણની વાતવ ધારે પડતી ગણાય; તેમ છતાં જેમણે એવાં લીંપણવાળાં ઘરોમાં નિવાસ કર્યો છે, એમણે અવશ્ય તાજગી અને આરોગ્ય અનુભવ્યાં છે.

દરિયા કિનારો : વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે ‘સુજલામ્-સુફલામ્’ યોજના અને ‘સૌની યોજના’ જેવાં પગલાં લઈને ખેતીની સુધારણાનો આરંભ કર્યો હતો. આ કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની સમસ્યા મોટાભાગે ઉકેલાઈ ગઈ. આ યોજનાઓ વેડફાઈ જતા વરસાદી પાણીના સદુપયોગની છે.

તો હવે ગુજરાતને કુદરતી રીતે મળેલા 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાનો ઉપયોગ કરીને રાજ્યના પ્રથમ ડિસેલિનેશન પ્લાંટનો દહેજમાં પાયો નંખાયો. એથી પણ આગળ વધીને સરકારે આગામી બેવર્ષમાં ગુજરાતનાં મહાનગરોમાં વપરાયેલા પાણીના પુન: વપરાશની યોજના સુએઝ ટ્રીટમેંટ પ્લાંટ હેઠળ શરૂ કરવાનું બીડું ઝડપ્યું. એ જ રીતે દરિયાના ખારા પાણીને મીઠું કરવાના ડિસેલિનેશન પ્લાંટ માટે પણ મહેનત વધારી. આ બધાના કારણે ખેતી અને ખેડૂતને પરોક્ષપણે પણ લાભ જ થવાનો છે.

મન કી બાતમાં ખેડૂતની પ્રશંસા: એક આડવાત કરી લઇએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મે-2020ના અંતમાં પોતાના ‘મન કી બાત’ નામના રેડિયો સંબોધનમાં મહારાષ્ટ્રના એકખેડૂતની પ્રશંસા કરી હતી. જોકે તેમણે આ વાત કોરોના ચેપના સંદર્ભે કરી હતી, પણ વડાપ્રધાનના મોઢે એક ખેડૂતનાં વખાણ આપણને જરૂર આનંદ આપે.

નાસિકના સતના ગામના ખેડૂત રાજેન્દ્ર યાદવે પોતાના ગામને કોરોનાના ચેપથી બચાવવા માટે પોતાના ટ્રૅક્ટર સાથે એક સેનેટાઇઝર મશીન જોડી દીધું. કોરોના ચેપના કાળમાં આ મશીન ખૂબ સારું કામ આપી રહ્યું છે, એવી નોંધ પણ વડાપ્રધાને લીધી હતી.

Share your comments

Subscribe Magazine

More on News

More