ભારતના પશુપાલકોને મળશે બ્રાઝિલનું બજાર
ભારત અને બ્રાઝિલના વિદેશ અને કૃષિ મંત્રાલયએ આ પ્રસ્તાવને ખુલ્લુ મુકાયું છે. જેમાં ભારતના પશુપાલકોને બ્રાઝિલના બજારોમાં પોતાનું માલસમાન વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવ મુજબ ભારતના પશુપાલકોએ હવે દૂધ, દહી અને પનીર જેવી વસ્તુઓને પોતેજ બ્રાઝિલના બજારમાં જઈને વેચી શકે છે. અમેરિલીના દૂધ પ્રોડક્શન સેન્ટરે તેના માટે આગળ પણ આવ્યું છે.
વયગાળાના બજેટમાં કેંદ્ર સરકાર આપશે કૃષિ ક્ષેત્ર પર ધ્યાન
આવતી કાલે કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણે વયગાળાનું બજેટ રજું કરશે. 2024-25ના વયગાળાના બજેટમાં નાણાં પ્રધાને કૃષિ ક્ષેત્ર પર પોતાની ફોક્સ રાખશે તેવી માહિતી મળી રહી છે. કેંદ્ર સરકારે ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજનાઓનું બજેટમાં વધારો કરી શકે છે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે મોદી સરકારે કૃષિ ક્ષેત્રના બજેટને 1.8 ટકાથી વધારીને 4 ટકા કરી શકે છે,
ખેડૂતો પાસેથી મકાઈની ખરીદી કરે રાજ્ય સરકાર
કેંદ્ર સરકારે રાજ્યો સરકારો આગળ એક પ્રસ્તાવ રાખ્યો છે. એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ તેની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા અને ફ્યુલ બનાવવા માટે આગામી રવિ સિઝનથી ખેડૂતો પાસેથી મકાઈની ખરીદી કરશે.આ પ્રસ્તાવ રાજ્ય સરકારો પાસે નેશનલ એગ્રીક્લચર કોઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા મોકલવામાં આવ્યું છે.
ICAR કરી પોતાના બજેટનું 10 ટકા વધારી દેવાની માંગ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચએ આગામી નાણાકીય વર્ષ માટે તેના બજેટમાં બે નોંધપાત્ર વધારો કરવા માટે નાણાં મંત્રાલયને રજુઆત કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચએ પોતાના બજેટમાં 10 ટકાનું વઘારો કરવાનું નિવેદન નાણાં મંત્રાલય પાસે કર્યો છે. જણાવી દઈએ કે 10 ટકાનું વધારો જો થઈ જાય છે તો કૃષિ ક્ષેત્રનું બજેટ વધીને 10,454 કરોડ થઈ જશે.
સીએમ ભૂપેંદ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
પાટનગર ગાંધીનગરમાં આજે મુખ્ય પ્રધાન ભુપેંદ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમા અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની ઉપસ્થિતીમાં સૌથી પહેલા રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની એક બીજાને વધામણી આપવામાં આવી હતી. ત્યાર પછી આ બેઠકમાં લોકસભાની ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી સાથે રાજ્યમાં ચાલતા બીજા કાર્યના વિશેમાં પણ ચર્ચા કરવામાં આવી હતી
Share your comments