Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આજે કિસાન સંઘ 525 સ્થળે ધરણા સહિતના કાર્યક્રમો યોજશે, જાણો ક્યાં- ક્યાં યોજાશે કાર્યક્રમો

‘લાગત કે આધાર પર લાભકારી મૂલ્ય કી ગેરેંટી કે લીયે હો કાનૂની પ્રાવધાન વિષયને લઇને સમગ્ર દેશભરમાંથી કલેક્ટરના માધ્યમથી એક માત્ર મુદ્દાનું આવેદનપત્ર વડાપ્રધાનને મોકલાશે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Kisan Sangh will organize programs
Kisan Sangh will organize programs

લાગત કે આધાર પર લાભકારી મૂલ્ય કી ગેરેંટી કે લીયે હો કાનૂની પ્રાવધાન વિષયને લઇને સમગ્ર દેશભરમાંથી કલેક્ટરના માધ્યમથી એક માત્ર મુદ્દાનું આવેદનપત્ર વડાપ્રધાનને મોકલાશે.

ખેડૂતોને પડતર કિંમતના આદાર ઉપર પોષણક્ષમ ભાવ અપાવવાની માગણી સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા તા.8મી સપ્ટેમ્બર એટલે કે, બુધવારે દેશભરમાં ધરણા, આવેદનપત્રો પાઠવવા સહિતના કાર્યક્રમોનું એલાન અપાયું છે. ભારતીય કિસાન સંઘે ગુજરાતના 33 જિલ્લાઓમાં કુલ 525 સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમો યોજવા ખાસ તખ્તો ઘડી કાઢ્યો હોવાનું જણાવાયું હતું.

ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત પ્રદેશ મહામંત્રી બાબુભાઇ પટેલના નામે પ્રસિદ્ધ થયેલી યાદીમાં જણાવાયું હતું કે, ‘‘લાગત કે આધાર પર લાભકારી મૂલ્ય કી ગેરેંટી કે લીયે હો કાનૂની પ્રાવધાન વિષયને લઇને સમગ્ર દેશભરમાંથી કલેક્ટરના માધ્યમથી એક માત્ર મુદ્દાનું આવેદનપત્ર વડાપ્રધાનને મોકલવામાં આવશે. તમામ જિલ્લાઓ દ્વારા સ્થાનિક સમસ્યાઓ અંગે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલાશે, અને બીજુ આવેદનપત્ર જેમાં રી-સર્વે, દુષ્કાળ અને અછતની જાહેરાત, સિંચાઇની અસુવિધાઓની પૂર્તતા, કૃષિ વીજબિલમાં ફીક્સ ચાર્જની નાબૂદી, દૂધમાં ટીડીએસની કપાત, ટેકાના ભાવની ખરીદીના પ્રશ્નો, કિસાનોના વાહનોને સ્ક્રેપ પોલિસી મુક્તિ, બાકી રહેલો પાકવીમો ચૂકવવો ઉપરાંત મહેસુલ, વીજળી, જંગલ, સહકાર ખાતાના પ્રશ્નોનો પણ સમાવેશ થશે. અને હા, 8મી સપ્ટેમ્બરના કાર્યક્રમ બાદ કોઇ પ્રતિભાવ નહીં મળે તો આગળના કાર્યક્રમોની વિચારણા થશે. કાર્યક્રમ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે સંપુર્ણ કોરોનાની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને યોજાશે.’’ 

Kisan Sangh
Kisan Sangh

કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો આજના કાર્યક્રમમાં જોડાશે, આશાવાદ

કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઇને દેશભરમાં ધરણા અને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કચ્છ પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો. કચ્છ જિલ્લાના ખેડૂતો જોગ સોશિયલ મીડિયા થકી એવો સંદેશો વહેતો કરાયો હતો કે, ભુજની નવી મામલતદાર કચેરી પાછળ ટીન સીટી મેદાનમાં સવારે દસ વાગ્યાથી લઇ બપોરે ચાર વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ યોજાશે. ભારતીય કિસાન સંઘના કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજીભાઇ બરાડિયા, મંત્રી વાલજીભાઇ લીંબાણી અને કોષાધ્યક્ષ હરજીભાઇ વોરા સહિતના અગ્રણીઓએ ખેડૂતોને કાર્યક્રમમાં ઉમટી પડવા હાકલ કરી હતી. 

Share your comments

Subscribe Magazine

More on News

More