Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આ વર્ષે જી-20ની થીમ પર ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, કેબિનેટ બેઠકમાં મહત્વનો લેવાયો નિર્ણય

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં 8 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ચાર શહેરોમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલમાં 65 દેશોના પતંગબાજો ભાગ લેવાના છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Kite Festival
Kite Festival

છેલ્લા બે વર્ષ રાજ્ય-દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેથી કોરોનાના સમયગાળા બાદ બે વર્ષ પછી પ્રથમ વખત ગુજરાત સરકારે પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે.

ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં 8 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ચાર શહેરોમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલમાં 65 દેશોના પતંગબાજો ભાગ લેવાના છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ભારત દ્વારા G-20 ની યજમાનીને કાઈટ ફેસ્ટિવલની થીમ તરીકે ઉજવવાવનુ નક્કી કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે વર્ષ બાદ યોજાઈ રહ્યો છે. રાજ્યમાં બે વર્ષ બાદ યોજાઈ રહેલા આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલને વ્યાપક સ્વરૂપ આપવા માટે પ્રવાસન વિભાગના અધિકારીઓ સતત બેઠકો ચાલી રહી છે. આજે કેબિનેટની બેઠકમાં પણ આ યોજનાને અંતિમ સ્વરૂપ આપવા માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા.

G20 Summit
G20 Summit

છેલ્લા બે વર્ષ રાજ્ય-દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. જેથી કોરોનાના સમયગાળા બાદ બે વર્ષ પછી પ્રથમ વખત ગુજરાત સરકારે પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. રાજ્યના 4 શહેરી વિસ્તારોમાં પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેમા અમદાવાદ રિવરફ્રન્ટ સિવાય વડોદરા, વડનગર, દ્વારકા, કેવડીયા –નર્મદા, સોમનાથ, સુરત , રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાવાનો છે. ગુજરાતમાં 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 સુધી ચાલનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. અગાઉ વર્ષ 2021 અને 2022માં પતંગ મહોત્સવ કોરોના રોગચાળાને કારણે રદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ITR ફાઇલિંગ: નવા વર્ષ પહેલા ચૂકવી દેજો આવકવેરો, નહી તો ભરવો પડશે ડબલ દંડ

પ્રથમ વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધોલેરા ખાતે યોજાશે પતંગ મહોત્સવ

રાજ્યમાં આ વખતે અમદાવાદ રિવરફ્રન્ટ સિવાય વડોદરા, વડનગર, દ્વારકા, કેવડીયા- નર્મદા, સોમનાથ, સુરત , રાજકોટ, ધોલેરા અને ધોરડો ખાતે પતંગોત્સવ યોજાવાનો છે. તેમા આ વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ધોલેરા ખાતે પ્રથમ વખત પતંગ મ્હોસ્તવ યોજાશે. તેમજ 8મી જાન્યુઆરીથી 14મી જાન્યુઆરીની રાત્રિ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પતંગ મ્હોસ્તવમાં ગુજરાતના જાણીતા કલાકારો પરફોર્મ કરશે. પતંગોત્સવમાં ગુજરાતની લોકકલા રજૂ કરતા વિવિધ કલાકારો પણ ભાગ લેવાના છે. આ ઉપરાંત કાઈટ ફેસ્ટીવલમાં સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગનું ઉત્પાદન કેવી રીતે થાય છે તે અંગે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. રિવર ફ્રન્ટ પર વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવનાર છે.

Kite Festival
Kite Festival

અંદાજે 68 દેશોના 250 પતંગબાજો ને અપાશે આમંત્રણ આપવામાં આવશે

આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં આઝાદીનો અમૃત મહોત્સવ અને જી-20 સમિટની થીમ પર ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે દેશ પહેલીવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે, આવી સ્થિતિમાં G-20 સમિટના કેટલાક ભાગો કાઈટ ફેસ્ટિવલમાં જોવા મળશે. આ ઉપરાંત દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના રૂપમાં તેની કેટલીક ઝલક પતંગ ઉડાડવાના રૂપમાં જોવા મળશે. આ પતંગ મ્હોસ્તવમાં અંદાજે 68 દેશોના 250 પતંગબાજોને આમંત્રણ આપવામાં આવશે. વિદેશથી આવતા પતંગબાજો માટે આગવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવાસન વિભાગના અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વખતે કાઈટ ફેસ્ટિવલમાં અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉત્સવમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે.

Share your comments

Subscribe Magazine

More on News

More