એક સમયે ભારત પોતાની જરૂરિયાતનું અનાજ અન્ય દેશોમાંથી આયાત કરતો હતો, પરંતુ આજે તે આ બાબતમાં આત્મનિર્ભર છે. તેની પાછળનું મુખ્ય કારણ મિશન મોડમાં કરવામાં આવેલા કાર્યો અને ક્રાંતિઓનું મહત્વનું યોગદાન છે. દેશના લોકોના મનમાં બે મુખ્ય કૃષિ ક્રાંતિ છે. પ્રથમ લીલી ક્રાંતિ અને બીજી શ્વેતક્રાંતિ. બંનેએ દેશને પોતપોતાના પ્રદેશોમાં પ્રગતિના માર્ગ પર લઈ ગયા. લગભગ દરેક વડાપ્રધાને કૃષિના પ્રોત્સાહન માટે તેમના કાર્યકાળમાં ક્રાંતિ શરૂ કરી છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધમાખી ઉછેર અને તેને લગતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2016માં મીઠી ક્રાંતિની શરૂઆત કરી હતી.ચાલો જાણીએ દેશના મુખ્ય કૃષિ ક્રાંતિ વિશે. જેના દ્વારા આ ક્ષેત્રમાં ગુણાત્મક ફેરફારો થયા હતા.લીલી ક્રાંતિ દેશમાં કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય હેતુ સાથે વર્ષ 1966-67માં લીલી ક્રાંતિની ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી. લીલી ક્રાંતિના માધ્યમથી કૃષિ ક્ષેત્રેજરૂરી સુધારા પણ અમલમાં મુકાયા હતા.શ્વેત ક્રાંતિ દેશમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે શ્વેત ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી.
વર્ગીઝ કુરિયનને આ ક્રાંતિનો પિતા કહેવામાં આવે છે. તેને ઓપરેશન ફ્લડ પણ કહેવામાં આવે છે. તેની શરૂઆત 1970 માં થઈ હતી. આજે આપણે દૂધ ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે.વાદળી ક્રાંતિ મત્સ્યઉદ્યોગ પ્રોત્સાહન આપવા માટે આ ક્રાંતિ શરૂ કરાઈ હતી. સાતમી પંચવર્ષીય યોજના (1985થી 1990) ની વચ્ચે તેની શરૂઆત થઈ હતી. જેના કારણે મત્સ્યોદ્યોગ, સંવર્ધન, માર્કેટિંગ અને નિકાસમાં ઘણો સુધારો થયો હતો.પીળી ક્રાંતિ આ ક્રાંતિ તેલીબિયાના ઉત્પાદન સાથે સંબંધિત છે. તેલીબિયાંના ઉત્પાદનમાં ભારત ખૂબ પાછળ છે. તેથી તેલીબિયાંના ઉત્પાદનમાં ભારતઆત્મનિર્ભર બને એ હેતુથી તેની શરૂઆત કરવામાં આવી છે. તેલીબિયાં માટે મસ્ટર્ડ મિશન પણ શરૂ કરાયું છે. તેમ છતાં તેલીબિયાંમાં નવ પાક જેમાં સૂર્યમુખી, સોયાબીન, મગફળી, એરંડા, તલ, રાઈ અને સરસવ, અળસી અને કુસુમનો સમાવેશ કરવામાં આવ્યો છે.લાલ ક્રાંતિ દેશમાં માંસ અને ટામેટાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે લાલ ક્રાંતિ શરૂ કરવામાં આવી હતી. જ્યારે લોબસ્ટર (ઝીંગા માછલી)નું ઉત્પાદન વધારવા માટે ગુલાબી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી.
ગોળ ક્રાંતિ બટાટાના ઉત્પાદનમાં વધારો કરવા માટે ગોળ ક્રાંતિનો સંબંધ છે. સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને રોગ વિરોધી જાતો દ્વારા વિકસિત ટેકનોલોજીના કારણે ભારતમાં બટાટાની ક્રાંતિ શક્ય હતી. ચીન પછી ભારત વિશ્વનો બીજો નમ્બરનો સૌથી મોટો બટાટા ઉત્પાદક દેશ છે.સુવર્ણ ક્રાંતિ તે ફળના ઉત્પાદન સાથે સંબંધિત છે. રાષ્ટ્રીય બાગાયતી મિશનની શરૂઆત વર્ષ 2005 -6માં ફળોના બગીચા અને બિયારણના વિકાસ માટે કરવામાં આવી હતી. હાલ ભારત ફળ ઉત્પાદનમાં સતત આગળ વધી રહ્યું છે.હરિત સોના ક્રાંતિ તે વાંસના ઉત્પાદન સાથે સંબંધિત છે. વાંસના જંગલો ભારતમાં સૌથી વધુ છે. દેશમાં વાંસની 136 જાતો છે. તેમાંથી 89 જાતો પૂર્વીય વિસ્તારમાં જોવા મળે છે. વાંસની ખેતીને પ્રોત્સાહન આપવા સરકારે હવે તેને ઘાસની શ્રેણીમાં મૂકી દીધું છે.અન્ય ક્રાંતિ આ સિવાય કેસરના ઉત્પાદનમાં વધારો કરવા માટે ભગવા ક્રાંતિ, મસાલાના ઉત્પાદન માટે બદામી ક્રાંતિ અને ખાતરના ઉત્પાદન માટે ગ્રે ક્રાંતિની શરૂઆત કરવામાં આવી હતી.
Share your comments