- ભારત રુદ્રાક્ષનો સૌથી મોટો આયાતકાર દેશ છે
- રુદ્રાક્ષની ખેતીની પનેપાલ, ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશમાં કરવામાં આવે છે.
પ્રાચીન કાળથી રુદ્રાક્ષ ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતાનો અવિભાજ્ય હિસ્સો રહ્યો છે. તેને ભગવાન શંકરનું પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત તે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર પણ છે. પણ આશ્ચર્યની વાત એ છે કે તેની વિપુલ માંગ હોવા થતા તેની ખેતી નામ પૂરતી જ થઈ રહી છે. ભારતીય ખેડૂતોનું કદાંચ રુદ્રાક્ષની ખેતી તરફ ધ્યાન ગયું હોય તેવુ લાગુ નથી.
અહીં વાત એક એવા ખેડૂતની કરવાની છે કે જે ઉત્તરાખંડમાં રુદ્રાક્ષની ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. આ કાર્ય માટે તેમને અનેક વખત સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કે રુદ્રાક્ષની ખેતી કેટલી લાભદાયક છે.
એર લેયરિંગ વિધિથી તૈયાર થાય છે રુદ્રાક્ષ
સંતોષ કહે છે કે આજના સમયમાં એર લેયરિંગ વિધિની મદદથી ખેતી કરવામાં આવે છે, તેની વિધિને ક્લોનલ પણ કહેવામાં આવે છે. તે અંતર્ગત છોડ ચાર વર્ષના થઈ જાય છે, તો તેની શાખા પર પેપપિનથી રિંગ કાપ્યા બાદ મૌસ લગાવવામાં આવે છે. ત્યારબાદ આશરે 250 માઈક્રોનની પોલીથિનથી તેને ઢાકી દેવામાં આવે છે. આ રીતે 45 દિવસમાં છોડના મૂળ નિકળી આવે છે, જેને કાપીને નવી બેગમાં લગાવી શકાય છે. 20 દિવસમાં જ આ છોડને રોપી શકાય છે.
ભારતમાં રુદ્રાક્ષની માંગ છે, પણ ઉત્પાદન નથી
સંતોષ કહે છે કે રુદ્રાક્ષની ખેતીની પનેપાલ, ઈન્ડોનેશિયા, મલેશિયા વગેરે દેશમાં કરવામાં આવે છે. ભારતમાં તેની ખેતી કરવામાં આવતી નથી. જોકે આપણા દેશમાં કેટલાક ક્ષેત્ર છે જ્યાં તેની ખેતી કરી શકાય તેમ છે. આશ્ચર્યની વાત એ છે કે ભારત રુદ્રાક્ષનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને તેનાથી સારો એવો નફો પણ રળી શકાય છે.
200 ફૂટ સુધી રુદ્રાક્ષનું ઝાડ હોય છે
રુદ્રાક્ષનું વૃક્ષ પહાડી વિસ્તારોમાં સરળતાથી ઉગાડી શકાય છે, જોકે મોદાની વિસ્તારોમાં પણ તેને ઉગાડી શકાય છે. 200 ફૂટ સુધી થતા આ વૃક્ષમાં કેટલીક રસપ્રદ વાત છે. તેના સફેદ રંગના ફૂલોની અંદર ગોળ આકારના રુદ્રાક્ષ થાય છે. સંતોષના મતે તેની ખેતી માટે સંયમની જરૂર હોય છે. તેની માંગ ઘણી હોય છે. બસ તમારે તેને માર્કેટ સુધી પહોંચાડવાના છે.
Share your comments