દરરોજ કંઈકને કંઈક પરિવર્તન આવી રહ્યું છે. આ સંજોગોમાં અનેક રીતે સામાન્ય નાગરિકોને પણ અસર થઈ રહી છે. અહીં અમે તમને આ ખાસ અહેવાલમાં એક એવી વાતથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ, જેમાં તમારી ઉપર સીધી અસર થશે, આ જાણકારી ભારતીય ખાદ્ય સુરક્ષા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું તે અંગે છે, જેમાં ભારતીય ખાદ્ય સુરક્ષાએ કડક વલણ અપનાવતા 1લી એપ્રિલથી બોટલબંધ પાણી વેચનારી કંપનીઓ પર કડક વલણ અપનાવવા પૂરી તૈયારી કરી લેવામાં આવી છે.
ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે બોટલબંધ પાણી તથા વોટર વિનિર્માતાઓ માટે લાઈસન્સ મેળવવા માટે ભારતીય માપદંડનું પ્રમાણપત્ર ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. હવે લાઈસન્સ વગર પાણીની બોટલ વેચવાના કારોબારને પ્રતિબંધિત કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ નિયમ 1લી એપ્રિલ,2021થી લાગુ થવા જઈ રહ્યો છે. આ નિયમ અંતર્ગત અનેક બોટલ ઉત્પાદક કંપનીઓને અસર થશે.
હવે રિન્યુઅલ કરવી ફરજીયાત છે આ લાઈસન્સ
હવે રિન્યુઅલ માટે લાઈસન્સ પ્રાપ્ત કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને ફરજિયાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં વિસ્તૃત જાણકારી આપતા એફએસએસઆઈએ કહ્યું છે કે આ કંપનીઓ લાઈસન્સ પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરી રહી છે.
વર્તમાન સમયમાં હતુ ઘણી એવી કંપનીઓ છે, જે લાઈસન્સ પર તો કામ કરી રહી છે, પણ તેમની પાસે બીઆઈએસ સર્ટીફિકેશનનું કોઈ પ્રમાણપત્ર ન હોવાના સંજોગોમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. 1લી એપ્રિલથી આ સંપૂર્ણ નિયમનું પાણી ઉત્પાદક કંપનીઓ કેટલી વ્યાપક અસર થશે તે આવનાર સમય જ બતાવશે.
Share your comments