Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

માર્ચ મહિનામાં ખાંડના નિકાસ ક્વોટામાં વધારો કરવા માટે વિચારણા કરાય તેવી શક્યતા

કેન્દ્ર સરકારે આ વર્ષના માર્ચ મહિને એટલે કે આગામી મહિને ખાંડની નિકાસને લગતા કક્વોટામાં વધારો કરવો કે નહીં તે અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે એટલે કે ખાંડના નિકાસ ક્વોટાને 60 લાખ ટનથી વધારવો કે નહીં તે અંગે નિર્ણય કરશે. આ માટે સરકાર અનેક પાસાની શક્યતા તપાસી રહી છે, આ ઉપરાંત ઘરેલુ ઉત્પાદન અને વૈશ્વિક સ્તરે ખાંડના જથ્થાની ઉપલબ્ધતાને પણ તપાસી રહી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

કેન્દ્ર સરકારે આ વર્ષના માર્ચ મહિને એટલે કે આગામી મહિને ખાંડની નિકાસને લગતા કક્વોટામાં વધારો કરવો કે નહીં તે અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે એટલે કે ખાંડના નિકાસ ક્વોટાને 60 લાખ ટનથી વધારવો કે નહીં તે અંગે નિર્ણય કરશે. આ માટે સરકાર અનેક પાસાની શક્યતા તપાસી રહી છે, આ ઉપરાંત ઘરેલુ ઉત્પાદન અને વૈશ્વિક સ્તરે ખાંડના જથ્થાની ઉપલબ્ધતાને પણ તપાસી રહી છે.

ખાંડ
ખાંડ

ખાદ્ય મંત્રાલયે વર્તમાન માર્કેટિંગ વર્ષ 2022-23 માટે 60 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપેલી છે, અલબત આ વખતે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા સેવાઈ રહી છે. અગાઉના વર્ષે ભારતે રેકોર્ડ 110 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી.

અમે હજુ સુધી નિર્ણય લીધો નથી અને ઉત્પાદનની સ્થિતિને તપાસી રહ્યા છીએ, તેમ ખાદ્ય મંત્રાલયના સચિવે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમે ઉત્પાદન પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને અપેક્ષિત ઉત્પાદનના અંતિમ આંકડાઓના આધારે માર્ચમાં નિર્ણય લઈશું

તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર ખાંડના નિકાસ ક્વોટામાં વધારો કરશે,  તેમણે જણાવ્યું કે કેટલાક ઉત્પાદક રાજ્યોમાં ખરાબ હવામાનને કારણે 2022-23 માર્કેટિંગ વર્ષમાં ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનની ધારણા પ્રમાણે ખાંડનું ઉત્પાદન ચાલુ માર્કેટિંગ વર્ષમાં 5% ઘટીને 340 લાખ ટન થવાની ધારણા છે, કારણ કે શેરડીનો વધુ રસ ઇથેનોલ ઉત્પાદન માટે વાળવામાં આવ્યો છે. 2021-22 માર્કેટિંગ વર્ષમાં ખાંડનું ઉત્પાદન 358 લાખ ટન હતું. આ સંજોગોમાં ઘર આંગણે ખાંડમાં 5 ટકાનો ઘટાડો મોટી અસર કરી શકે છે.

 

અંદાજિત 45 લાખ ટન સ્વીટનરને ઇથેનોલ ઉત્પાદનમાં વાળવામાં આવશે. શેરડીના રસ અને બી-મોલાસીસને ઇથેનોલ ઉત્પાદન પ્રક્રિયા તરફ વાળવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રનું વાસ્તવિક ખાંડનું ઉત્પાદન 2022-23માં ઘટીને 121 લાખ ટન થવાની ધારણા છે, જે અગાઉના વર્ષના 137 લાખ ટનથી ઘટી છે.

ઈથેનોલ તરફ ખાંડના થયેલા ડાયવર્ઝનને બાદ કર્યા પછી  દેશમાં  ખાંડનું એક્ચ્યુઅલ ઉત્પાદન  વર્તમાન  ખાંડ મોસમના  પ્રથમ  ચાર મહિનામાં  આશરે ૧૯૩થી ૧૯૪ લાખ ટનનું  થયું છે જે  પાછલી મોસમમાં  આ ગાળામાં ૧૮૭થી ૧૮૮ લાખ ટનનું થયું  હતું. રાજ્યવાર ગણતાં  આ આંકડા  ઉત્તર- પ્રદેશમાં  ૫૧થી ૫૨ લાખ ટન,  મહારાષ્ટ્રમાં  ૭૩થી ૭૪ લાખ  ટન તથા  કર્ણાટકમાં  ૩૯થી ૪૦ લાખ ટનના નોંધાયા છે.

ઉત્તર પ્રદેશમાં 102 લાખ ટનથી 101 લાખ ટનનો નજીવો ઘટાડો જોવા મળશે, જ્યારે કર્ણાટકમાં 60 લાખ ટનથી ઘટીને 56 લાખ ટન થઈ શકે છે. ISMAએ અહેવાલ આપ્યો છે કે 2022-23ના પ્રથમ ચાર મહિનામાં દેશનું ખાંડનું ઉત્પાદન 3.42 ટકા વધીને 193.5 લાખ ટન થયું છે. મિલોએ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલી લગભગ 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો કરાર કર્યો છે.

બીજી બાજુ મહારાષ્ટ્રમાં  વર્તમાન સુગર મોસમમાં ખાંડનું  કુલ ઉત્પાદન  જે પ્રથમ  તબક્કે  ૧૩૮ લાખ ટનનું અંદાજાયું હતું તે હવે ૧૨૮ લાખ ટનનું અંદાજાયું છે.  મહારાષ્ટ્રમાં  આશરે  ૨૦ કરોડ લીટર ઈથેનોલનું ઉત્પાદન થવાની શક્યતા છે.  તથા  આ માટે  આશરે  ૧૬ લાખ ટન ખાંડનો ઉપયોગ  થવાની શક્યતા છે.  મહારાષ્ટ્રમાં વિવિધ  ૮૦ પ્રોજેકટોમાં  ઈથેનોલનું  ઉત્પાદન  થઈ રહ્યું  હોવાનું  મહારાષ્ટ્રના  સુગર  કમિશનરે  જણાવ્યું  હતું.  મહારાષ્ટ્રમાં આ વર્ષે  શેરડીનું  ઉત્પાદન વધ્યું છે. પરંતુ શેરડીમાંથી થતી ખાંડની  રિકવરી અપેક્ષાની ઓછી રહી છે. દરમિયાન, ઓલ ઈન્ડિયા  સુગર ટ્રેડર્સ એસોસીએશનના જણાવ્યા મુજબ નવમી ફેબુ્રઆરી સુધીમાં ભારતમાંથી ખાંડની  નિકાસ વર્તમાન  મોસમમાં  આશરે ૨૭ લાખ ૮૩ હજાર ટન જેટલી થઈ  છે. આ  ગાળામાં  ભારતમાંથી  ખાસ કરીને  બંગલાદેશ તથા ઈન્ડોનેશિયા તરફ ખાંડની  વિશેષ નિકાસ થઈ છે.

આ પણ વાંચો:જો PM કિસાન યોજનાનો 13 મો હપ્તો લેવો હોય તો આટલું કરજો નહીંતર લિસ્ટમાંથી નામ થઈ જશે ગાયબ

Share your comments

Subscribe Magazine

More on News

More