શિયાળાના આગમનની સાથે જ બજારો લીલા શાકભાજીથી ઉભરાવા લાગે છે. આરોગ્ય પ્રત્યે જાગૃત લોકોને માટે પોષણક્ષમ પાંદડાવાળા શાકભાજી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. આ પૈકી એક મેથી પાંદડાવાળી શાકભાજી છે તે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા ઉપરાંત આરોગ્યલક્ષી ઉપચારોમાં ઉપયોગી બને છે. તો ચાલો મેથીનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાથી શું લાભ થાય છે તે જોઈએ.
પેટ સંબંધિત સમસ્યામાં રાહત
મેથી એક બહુ જ લાભદાયક શાકભાજી છે. વૃદ્ધાવસ્થા અને કોલેસ્ટ્રોલ સહિત અને બીમારીઓમાં તેના બીજનું સેવન લાભદાયક રહે છે. એટલું જ નહીં પાચનશક્તિમાં સુધારો કરવા માટે મેથીના પાંદડાનું સેવન ખૂબ જ લાભદાયક છે, કારણ કે તેમા ફાઈબર અને એંટીઓક્ટિડેંટના વિશેષ પ્રમાણમાં ગુણ રહેલા હોય છે. કબજીયાત અને પેટના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે પાંદડાથી બનેલી ચા પીવી જોઈએ. આ માટે પાણીમાં પાંદડા નાંખી ચા ની માફક ઉકાળવી અને ત્યારબાદ તેનું સેવન કરવું. આમ કરવાથી આંતરડામાં સોજો અને પેટના અલ્સરમાં લાભ થાય છે. આ પ્રકારની ચા એસિડિટી થવા દેતી નથી.
ડાયાબિટીસ માટે લાભદાયક
મેથીના પાંદડા ડાયાબિટીસમાં ખૂબ જ લાભદાયક છે, તેના સેવન કરવાથી શરીરમાં ઈન્સ્યુલિન વધારે છે, જેને લીધે ડાયાબિટીસના દર્દીને લાભ થાય છે.
હૃદય રોગ અને કોલેસ્ટ્રોલની સમસ્યાથી મેથી બચાવે છે
જો શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરવા માંગતા હોય તો મેથીના પાંદડાનું રોજ સેવન કરો. તેનાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે લાભદાયક
અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોના વિકાસ માટે માતાના દૂધથી સારું કોઈ દૂધ નથી. કેટલીક માતાને બાળક માટે યોગ્ય પ્રમાણમાં બ્રેસ્ટમિલ્ક બની શકતુ નથી. આ સંજોગોમાં મહિલાઓને સલાહ છે કે તે મેથીનું ચોક્કસપણે સેવન કરે. તેના પાંદડા દરરોજ ખાવા.
આ પણ વાંચો : Wheat: ઘરે ઘઉંને જંતુઓથી કેવી રીતે બચાવવું
પુરુષો માટે લાભદાયક
આ ઉપરાંત મેથીનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. મેથીમાં ફુરોસ્ટેનોલિક સેપોનિન હોય છે,જે ટેસ્ટોસ્ટેરોન વધારવામાં અસરકારક છે.
સ્કીન સંબંધિત બીમારી અને જૂની ઉધરસને દૂર કરે છે
જે લોકોને જૂની ઉધરસ દૂર થતી ન હોય તેમણે મેથીના પાંદડાથી બનેલી ચા નું દૈનિક સેવન કરવું જોઈએ, તેનાથી ઈંફ્લેમેશન ઓછું થાય છે. એટલું જ નહીં મેથી એક્ઝિમા સહિત ત્વચાને લગતી અનેક બીમારીને પણ દૂર કરવામાં મદદ કરે છે.
Share your comments