Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ડ્રોનના ઉપયોગથી આધુનિક ખેતીમાં એક નવો અધ્યાય લખાશે.ખેડુત ઉત્પાદન સંગઠનોને ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થીક સહાય

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
dron
dron

ખેડુતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડુતોની આવક બમણી કરવા માટે ક્રુષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. ક્રુષિ ડ્રોન પણ ખેતીના આધુનીક સાધનો પૈકીનુ એક છે.જેના કારણે ખેડુતોને ઘણી રાહત મળી છે. ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ માત્ર થોડા સમયમાં જ મોટા વિસ્તારમાં થઈ શકે છે.

ડ્રોન વિશે થોડુ જાણીએ

ડ્રોન એક માનવરહિત હવામાં ઉડનાર વાહન છે.જેમા વિવિધ ઉપકરણો જેવા કે સેંસર્સ, ઈન્ફારેડ, કેમેરા, અને જી.પી.એસ હોય છે. ડ્રોનનો ઉપયોગ ખેડુત આસાનીથી કરી શકે છે. ખેતરમાં દવાના છંટકાવ કે અન્ય ઉપયોગ માટે ખેડુત રીમોટથી ડ્રોનનો કન્ટ્રોલ કરી ઉપયોગ કરી શકે છે.

ડ્રોન બે પ્રકારના હોય છે એક પુર્ણ સ્વચાલીત અને રીમોટથી કંટ્રોલ કરેલ. સામાન્ય રીતે ખેતીમાં ડ્રોનનો ઉપયોગ નીચે જણાવેલા કાર્યોમાં કરવામાં આવે છે.

ખેતીની જમીન અને તેના પૃથ્થકરણ માટે:

ખેતરની જમીનની ગુણવત્તા, ફળદ્રુપતા, જમીનમાં રહેલ ભેજના ટકા તેમજ જુદા જુદા પોષક તત્વો અંગેની સચોટ માહિતી મેળવવા માટે અને તેના આધારે સમયસર વાવણી, પિયત અને ખાતર વિશે નિર્ણય લેવા માટે.

પાકના વાવેતર માટે

વધુ વિસ્તારમાં અને ઓછા સમય અને ખર્ચમાં એક સરખી વાવણી કરવા માટે ડ્રોન ખુબ જ અનુકુળ છે કારણ કે હવે એવા ડ્રોન વિકસાવવામાં આવ્યા છે જે પધ્ધતિસર પાકની વાવણી કરી શકે છે. જેનાથી સમયમાં 75 ટકા અને વાવણી ખર્ચમાં 85 ટકા સુધીની બચત થાય છે. આ પધ્ધતી દ્વારા ખાસ કરીને વન વિભાગ દ્વારા મોટા પાયે જંગલમાં બિજ વાવેતર કરવામાં આવે છે.

પાકમાં દવાના છંટકાવ માટે   

આખા વિસ્તારમાં અથવા ખેતરના કોઈ એક ભાગમાં રોગ ,જીવાત અથવા નિંદામણનો ઉપદ્રવ થયો હોય તો ડ્રોન દ્વારા તે જગ્યા પર યોગ્ય પ્રમાણમાં દવા છાંટી ઉપદ્રવને કાબુમાં લાવી શકાય છે. આ ઉપરાંત વધુ ઉંચાઈવાળા પાકો જેવા કે નાળીયેરી, સોપારી, ખારેક અને આંબા વગેરેમાં ડ્રોનથી દવા છાંટવાનુ કાર્ય સહેલાઈથી થઈ શકે છે અને સમય અને પૈસા બંન્નેની બચત થાય છે.

પાકમાં પિયતનુ નિયમન અને વ્યવસ્થા માટે

પાકને ક્યારે અને કેટલુ પાણી આપવુ તે પણ ડ્રોનમાં રહેલા વિવિધ ઉપકરણો દ્વારા નક્કી કરી શકાય છે. અને ખેતરના કયા ભાગમાં ભેજની અછત છે તે જાણી શકાય છે. આ માહિતીનો ઉપયોગ કરી ખેડુતમિત્રો અનુકુળ સમયે પાકને પિયત અને ખાતરનુ આયોજન કરી શકે છે.

પાકમાં થયેલ નુકસાનીના સર્વેક્ષણ માટે

વિમા કંપનીઓ અતિવૃષ્ટિ, આગ અથવા પુર જેવી કુદરતી આપદાઓ તેમજ રોગ જીવાતથી થયેલ નુકસાનની સચોટ માહિતી ડ્રોન દ્વારા મેળવે છે અને તેનો ઉપયોગ કરી વીમાની રકમ ચુકવે છે.

 

 

ડ્રોનના ઉપયોગથી થતા ફાયદા

  • સમયસર અને સુરક્ષિત કીટ નાશકોનો છંટકાવ કરી પાકને બચાવી શકાય છે. આ ઉપરાંત સમયસર પાક ઉત્પાદનની કામગીરી થવાથી વધુ ઉત્પાદન મળે છે.
  • ડ્રોન દ્વારા કામ ઝડપથી થવાથી સમયની બચત થાય છે.
  • સરકારી સંસ્થાઓ અને વિમા કંપનીઓ ઓછા સમયમાં મોટા વિસ્તારમાં વધુમાં વધુ ખેડુતમિત્રો સુધી સેવા પહોંચાડી શકે છે.
  • ખેતીમાં ડ્રોનના ઉપયોગથી થતા ફાયદાને અનુલક્ષીને આપણા દેશમાં ડ્રોનનો ખેતીમાં ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. સરકાર દ્વારા પણ આવી તક્નીકને પ્રોત્સાહન આપવા માટે નવા નવા સંશોધનો થઈ રહ્યા છે.

ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, “સબ મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઈઝેશન”(SMAM) યોજના કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ICAR સંસ્થાઓને કૃષિ ડ્રોનની ખરીદી, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેક્નોલોજીને સસ્તુ બનાવવા માટે શરૂઆત કરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ભંડોળની માર્ગદર્શિકા જાહેર કરી છે.  

ખેડુતોને ડ્રોનના ઉપયોગ તરફ પ્રોત્સાહિત કરવા માટે ડ્રોન ખરીદવા માટે 100 ટકા ગ્રાન્ટ અથવા 10 લાખ રૂપિયા આપવાની ચર્ચા ચાલી રહી છે. આ સિવાય ખેડુત ઉપ્પાદક સંગઠનોને ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ નાણાકીય સહાય 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે. નિદર્શન માટે ડ્રોન ભાડે આપતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર રૂ. 6000 આપવામાં આવશે. જ્યારે ડ્રોન ખરીદતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર રૂ. 3000 આપવામાં આવશે. તેમજ કો-ઓપરેટિવ સોશિયલ સોસાયટીઓ, એફપીઓ અને ગ્રામીણ સાહસિકો દ્વારા સ્થાપિત કસ્ટમ હાયરિંગ સેન્ટરોને ડ્રોન ખરીદવા માટે 4 ટકા અથવા 4 લાખ રૂપિયા આપવામાં આવશે. કૃષિ સ્નાતક દ્વારા સ્થાપિત કસ્ટમ હાયરિંગ સેન્ટર ખોલવા માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે. આ અંતર્ગત જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર, રાજ્ય સરકાર દ્વારા ડ્રોનની પ્રાપ્તિ માટેની દરખાસ્તો ભંડોળની ફાળવણી માટે યોજનાની કાર્યકારી સમિતિની વિચારણા માટે રજુ કરવામાં આવશે.

ખેડુતો ડ્રોન ખરીદે તે માટે તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેના માટે 8 થી 10 લાખ રૂપિયાના કૃષિ ડ્રોન અગ્રણી કૃષિ સંશોધન અને કૃષિ તાલીમ સંસ્થાઓને મફતમાં ઉપલબધ કરાવવામાં આવશે. બદલામાં આ સંસ્થાઓ દેશભરમાં ખેડુતોને ડ્રોનથી દવા છાંટવાની તાલીમ આપશે. ખેડુતોને શક્ય તેટલી વહેલી તકે કૃષિ ડ્રોનના ઉપયોગ વિશે જાગૃત કરવા માટે FPO અને કૃષિ સાહસિકો માટે સબસિડીથી કૃષિ ડ્રોન આપવામાં આવશે. જેથી તેનો ઉપયોગ વધી શકે. તેમજ દેશના દરેક ખેડુત તેનો ઉપયોગ કરી શકે.

સરકાર ખેડુતોની સુવિધા માટે, ખર્ચમાં ઘટાડો કરવા અને આવક વધારવા માટે, ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે. કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, સરકાર 50 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા. ડ્રોન ખરીદવા માટે SC-ST, નાના અને સીમાંત, પુર્વોત્તર રાજ્યોની મહિલાઓ અને ખેડુતોને 5 લાખની સબસિડી, અન્ય ખેડુતો માટે 40 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 4 લાખ સુધીની આર્થિક સહાય  આપવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડુતોના વ્યાપક હિતમાં કૃષિ પ્રવૃત્તિઓમાં ડ્રોનના ઉપયોગની શરૂઆત કરી છે. સરકાર પાકની આકારણી, જમીનના રેકોર્ડનુ આધુનિકીકરણ, જંતુનાશકો અને પોષક તત્વોના છંટકાવ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે જેના માટે બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી રહી છે. દેશના કૃષિ ક્ષેત્રનુ આધુનિકીકરણ વડાપ્રધાન મોદીની હેઠળની સરકારના એજન્ડામાં કરવામાં આવ્યુ છે.

કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ડ્રોન ટેક્નોલોજીને ખેડુતો અને આ ક્ષેત્રના અન્ય હિસ્સેદારોને પરવડે તેવી બનાવવા માટે, કૃષિ મિકેનાઈઝેશન પર સબ-મિશન (SMAM) હેઠળ આકસ્મિક ખર્ચ સાથે ડ્રોનની 100 ટકા કિંમત પર નાણાકીય સહાય વિસ્તૃત કરવામાં આવી છે. ફાર્મ મશીનરી તાલીમ અને પરીક્ષણ સંસ્થાઓ, ભારતીય કૃષિ સંશોધન પરિષદની સંસ્થાઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ખેડુતોના ખેતરો પર તેના પ્રદર્શન માટે ખેડુત ઉત્પાદક સંગઠનો (FPOs)ને 75 ટકા @ગ્રાન્ટ આપવામાં આવે છે.

ડ્રોન એપ્લિકેશન દ્વારા કૃષિ સેવાઓ પુરી પાડવા માટે, સહકારી હેઠળના વર્તમાન અને નવા કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (CHC) દ્વારા ડ્રોનની ખરીદી માટે ડ્રોન અને તેના જોડાણોની મુળભુત કિંમતના 40 ટકા અથવા રૂપિયા 4 લાખ. બેમાંથી જે ઓછુ હોય તે પણ આપવામાં આવે છે. ખેડુતોની સોસાયટી, ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન(FPO) અને ગ્રામીણ સાહસિકો. CHC ની સ્થાપના કરનાર કૃષિ સ્નાતકો મહત્તમ રૂપિયા 5 લાખ સુધીના ડ્રોનની કિંમતના 50 ટકાના દરે નાણાકીય સહાય મેળવવા પાત્ર છે. ડ્રોન પ્રદર્શન માટે પહેલેથી જ ઓળખાયેલી સંસ્થાઓ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની અન્ય કૃષિ સંસ્થાઓ, કૃષિ પ્રવૃત્તિઓમા રોકાયેલા કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોને પણ ખેડુતોના ડ્રોન પ્રદર્શન માટે નાણાકીય સહાય માટે પાત્રતા સુચિમાં લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માનવ શ્રમને  ઘટાડવા ઉપરાંત દેશભરમાં કૃષિને પ્રોત્સાહન આપવા અને ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારવા માટે ઘણી યોજનાઓ દ્વારા રાજ્ય સરકારોને સહાય પરી પાડે છે. સરકાર બિયારણ, ખાતર અને સિંચાઈ જેવા ઈનપુટ્સના ઉપયોગની કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ખેડુતોને આધુનિક ટેક્નોલોજી સુધી પહોંચવામાં પણ મદદ કરી રહી છે.

 આ નવી ટેક્નોલોજીનો ઉદ્દેશ વધુ ને વધુ ખેડુતો સુધી પહોંચવાનો છે. જે તેમને સુવિધા આપશે. ખર્ચમાં ઘટોડો કરશે અને તેમની આવકમાં વધારો કરશે. પ્રધાનમંત્રીના આ વિઝન હેઠળ કેન્દ્રીય કૃષિ મંત્રી તોમરના માર્ગદર્શન હેઠળ ઝડપથી કામ થઈ રહ્યુ છે. તીડના હુમલા દરમિયાન સરકારે બચાવ માટે તાત્કાલિક ડ્રોન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો.

ખેડુતો સુધી ડ્રોન લઈ જવા માટે પરિસ્થિતિ અનુકુળ છે અને સરકાર પણ આ બાબતે પ્રતિબદ્ધ છે. ICAR સંશોધન અને તાલીમ દ્વારા યોગદાન આપી રહ્યુ છે. જેથી વધુને વધુ ખેડુતો ડ્રોનનો ઉપયોગ કરવા માટે તૈયાર થશે.

 

પિયુષસિંહ સોલંકી

Mob num:9904417686

Email:piyushsinhsolanki2021@gmail.com

      

 

                                                                                               

                                                                                                          

                                                                                                            

Share your comments

Subscribe Magazine

More on News

More