Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઓક્ટોબર મહિનામાં ઘઉંની ખેતીના યોગ્ય સમય, વાવેતરથી લી કાપણી સુધી રાખો આ વાતની વિશેષ કાળજી

દેશના ખેડૂતો ખરીફ પાકોની કાપણી સાથે રવિ પાકોની તૈયારી શરૂ કરી દીધી છે. રવિ સિઝનમાં ઘઉંની ખેતી વિશેષ મહત્વ ધરાવે છે. માટે ખેડૂતોએ ઘઉંની ખેતી કરવાના સમયે કેટલીક વિશેષ બાબતોની કાળજી રાખવી જોઈએ. જેથી પાકનું સારું ઉત્પાદન મેળવી શકાશે.

KJ Staff
KJ Staff

દેશના ખેડૂતો ખરીફ પાકોની કાપણી સાથે રવિ પાકોની તૈયારી શરૂ કરી દીધી છે. રવિ સિઝનમાં ઘઉંની ખેતી વિશેષ મહત્વ ધરાવે છે. માટે ખેડૂતોએ ઘઉંની ખેતી કરવાના સમયે કેટલીક વિશેષ બાબતોની કાળજી રાખવી જોઈએ. જેથી પાકનું સારું ઉત્પાદન મેળવી શકાશે. ખેડૂતોની ખેતીથી સારું અને વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે છે, આ માટે કૃષિ વૈજ્ઞાનિકો નવા-નવા સંશોધન કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘઉંની ખેતીની ઉન્નત જાતોની પસંદગી એક મહત્વનો નિર્ણય છે, જે પાકની ઉપજ નક્કી કરે છે. આ સંજોગોમાં ખેડૂતો નવી, રોગ પ્રતિકારક અને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી જાતોની પસંદગી કરવી જોઈએ.

 વધારે ઉપજ માટે ઉન્નત જાતોની પસંદગી

- જો સિંચિત અને સમયસર વાવેતર માટે જાતોની વાત કરીએ તો ખેડૂત DBW 303, WH 1270, PBW 723 વગેરે વાવેતર કરી શકે છે.

- સિંચિત અને વિલંબિત વાવેતર માટે ખેડૂતે WBW 173, DBW 71, PBW 771, WH 1124, DBW 90 અને HD 3059નું વાવેતર કરી શકે છે.

- આ ઉપરાંત વધારે વિલંબથી વાવેતર કરવા માટે HD 3298 જાતોની પસંદગી કરી શકે છે.

- સિમિત સિંચાઈ અને સમયથી વાવેતર માટે WH 1142 જાતો અપનાવી શકાય છે.

વાવેતરનો સમય

 ઘઉંના પાકથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવામાં વાવેતરનો સમય મહત્વનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમયથી ઘણા વધારે પહેલા અથવા ઘણા મોડી ઉપજ પર વિપરીત અસર થાય છે. વૈજ્ઞાનિકોને કહેવાનું છે કે ખેડૂત ખરીફ પાકોની કાપણી સાથે રવિ પાકોની તૈયારી શરૂ કરવી જોઈએ. ખેડૂતોએ ઓક્ટોબરમાં ઘઉંના વાવેતરની કામગીરી સરૂ કરી નવેમ્બર-ડિસેમ્બરના મધ્યભાગ સુધી ખતમ કરી લેવા જોઈએ.

ખેતરની તૈયારી

 ઘઉંન વાવેતર કરવાથી 15થી 20 દિવસ પહેલા ખેતર તૈયાર કરવાનાના સમયે 4થી 6 ટન પ્રતિ દરથી છાણીયુ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી માટીની ઉપજ શક્તિ વધે છે.

જીરો ડીલેજ અને ટર્બો હેપ્પી સીડરથી વાવેતર કરો

 ધાન અને ચોખાના પાકની પદ્ધતિમાં જીરો ટિલેજ ટેકનિકથી વાવેતર કરવું ખૂબ જ અસરકારક અને લાભદાયક માનવામાં આવે છે. આ ટેકનિકથી ધાનની કાપણી કર્યા બાદ જમીનમાં સંરક્ષિત ભેજનો ઉપયોગકરતા જીરો ટીલેજ સીડ ડ્રીલ મશીનથી ઘઉંનું વાવેતર કર્યા વગર ખેડાણ કરવામાં આવે છે.

સિંચાઈ સંચાલન

ઘઉંના પાકને 5 થી 6 સિંચાઈની જરૂર હોય છે. પણ ખેડૂતોને પાણીની ઉપલબ્ધતા, માટી અને છોડોની આવશ્યકતા પ્રમાણે સિંચાઈ કરવી જોઈએ.

રોગ અને કીટકો

- ખેડૂતોની પ્રતિરોધી જાતોનું વાવેતર કરવું જોઈએ.

- નાઈટ્રોજન ખાતરના સંતુલિત પ્રમાણમાં ઉપયોગ કરવા જોઈએ.

- બીજ જનિત સંક્રમણના સંચાલન માટે પ્રમાણિકરણ બીજનો ઉપયોગ કરો

- બીજોના કાર્બોક્સિન (75 ડબ્લ્યુપી) અથવા કાર્બોન્ડાઝીમ (50ડબ્લ્યુપી)થી 5 ગ્રામ પ્રતિ કિલોગ્રામ દરથી ઉપચારિત કરો.

- પીળા રચુઆ રોગમાં પ્રોપીકોલા (25ઈસી) અથવા ટેબ્યુકોનાજોલ (250 ઈસી) નામની દવાનો 1 ટકા (1.મિલી પ્રતિ લીટર)ના મિશ્રણ બનાવી છંટકાવ કરવો જોઈએ.

- ચૂર્ણિલ આસિતા રોગ થવાના સંજોગોમાં લિઉ પ્રોપીકોનાજોલ (25ઈસી)નામની દવાનું 1 ટકા (1.0 મિલી પ્રતી લીટર) પ્રમાણ 1 છંટકાવ છોડમાં બાલી નિકળવાના સમયે કરવું જોઈએ.

Related Topics

wheat October harvesting right

Share your comments

Subscribe Magazine

More on News

More