Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સાઇંસ યુનિવર્સિટી અને ICAR ના સહયોગથી યોજાશે કાર્યક્રમ

આ કાર્યક્રમની થીમ કુદરતી ખેતી, માટીની ફળદ્રુપતા, બિયારણનું ઉત્પાદન, પાકની ગુણવત્તા, આર્ટિફિશયલ ઈન્ટેલિજેન્સ તથા કૃષિ ડ્રોડના નિષ્ણાતો અને વ્યાવહારિક દૃષ્ટિકોણ રાખવામાં આવી છે, જ્યાં દેશ વિદેશના ખેડૂતો, પ્રોફેસર અને કૃષિના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થિઓએ જોડાશે અને કુદરતી ખેતી થકી ખેડૂતોની આવક કેવી રીતે વધારી શકાય તેના ઉપર ચર્ચા-વિચારણ કરશે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ગુજરાત સરકાર અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ એટલે કે આઈસીએઆરના સહયોગથી હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલફેયર સોસાયટી દ્વારા વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કૃષિ સમ્મેલનના આયોજન આવતા મહિના એટલે કે 3 થી 5 નવેમ્બર દરમિયાન હાઈબ્રેડ મોડ (ZOOM) થકી કરવમાં આવશે, જેમાં ગુજરતાના દરેક ખેડૂતેને જોડાવવ માટે નિમંત્રણ પાઠવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી ગુજરાત અને દેશભરના ખેડૂતોને કુદરતી ખેતીના મહત્વ જણાવવામાં આવશે, તેમજ જે ખેડૂતોએ કુદરતી ખેતી કરીને સફળતા મેળવી છે તેઓ પણ પોતાના વકત્વ્ય આ કાર્યક્રમાં રજુ કરી શકે છે.

કોણા સહયોગથી થઈ રહ્યો છે આયોજિત અને કોણ જોડાશે

આ કાર્યક્રમમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન એટલે કે આસીએઆર, ગુજરાત નેચુરલ ફાર્મિંગ સાઇંસ યૂનિવર્સિટી, ઇન્ડિયા સોસાયઇટી ઑફ જેનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગ નવી દિલ્લી, આઈસીએઆર-ઈન્ડિયા એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ નવી દિલ્લી, ઇન્ડિયન સોસાયટી ઑફ એગ્રોનૉમી, નવી દિલ્લી, હિન્દુસ્થાન એગ્રીકલ્ચરલ રિસર્ચ વેલફેયર સોસાયટી, સાઉદર્ન ફેડરલ યૂનિવર્સિટી રશિયા, કૈમ્બ્રિજ ઈન્ટ્રનેશ્નલ સેન્ટર ફૉર એગ્રીકલ્ચર રિસર્ચ ઇન ડ્રાઇ એરિયાજ, આઈસીએઆર, ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેઝ રિસર્ચ લુધિયાણા તથા પ્રતિષ્ઠિત યૂનિવર્સિટીઓના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં કેટલાક રાજ્યોના માનનીય રાજ્યપાલ જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સામેલ છે જોડાશે તેના સાથે જ ઘણા રાજ્યોના કૃષિ મંત્રી તેમજ દરેક ખેડૂતને ઝૂમ થકી મિટીંગમાં જોડવવાનું નિમંત્રણ પાઠવામાં આવ્યું છે, ઉપરાંત આ કાર્યક્રમાં બીએસસી, એમએસસી, કૃષિ, પીએચડી કરી રહેલા વિદ્યાર્થી તેમજ કૃષિ પ્રોફેસર અને નિષ્ણાતો પણ જોડાશે.

શું છે કાર્યક્રમની થીમ?

આ કાર્યક્રમની થીમ કુદરતી ખેતી, માટીની ફળદ્રુપતા, બિયારણનું ઉત્પાદન, પાકની ગુણવત્તા, આર્ટિફિશયલ ઈન્ટેલિજેન્સ તથા કૃષિ ડ્રોનના નિષ્ણાતો અને વ્યાવહારિક દૃષ્ટિકોણ રાખવામાં આવી છે, જ્યાં દેશ વિદેશના ખેડૂતો, પ્રોફેસર અને કૃષિના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થિઓએ જોડાશે અને કુદરતી ખેતી થકી ખેડૂતોની આવક કેવી રીતે વધારી શકાય તેના ઉપર ચર્ચા-વિચારણ કરશે. જણાવી દઈએ કે હિન્દુસ્તાન એગ્રીકલ્ચરલ રીસર્ચ વેલ્ફેર સોસાયટીના વડા ડો.અનિલ ચૌધરીનો એકમાત્ર ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક મદદ દ્વારા દેશ-વિદેશના ખેડૂતો, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓનું ભલું કરવાનો છે.

આ પણ વાંચો:ઈકો શીખે કરી 15મી વર્ષગાંઠની ઉજવણી, ગુજરાત સહિત દેશભરમાં 1 કરોડ વૃક્ષ વાવાનું રાખ્યું લક્ષ્ય

ડૉ અનિલ ચૌધરીએ ભજવી રહ્યા છે મહત્વની ભૂમિકા

ભારતમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની આ પહેલને સાકાર કરવામાં ડૉ. અનિલ ચૌધરીએ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સંસ્થાનો ઉદ્દેશ્ય આ અભિયાનને વૈશ્વિક સ્તરે લઈ જઈને માત્ર ગુજરાત સરકાર જ નહીં પરંતુ ખાસ કરીને ભારતને ગૌરવ અપાવવાનો છે. સંસ્થાએ ખેડૂતોના હિતમાં ઘણા સફળ પ્રોજેક્ટ ચલાવ્યા છે, જેનાથી માત્ર ભારતીય કૃષિમાં સુધારો થયો નથી પરંતુ ખેડૂતોની આવક અને તેમના જીવનધોરણમાં પણ વધારો થયો છે. તેમનો પ્રયાસ કુદરતી ખેતી દ્વારા પર્યાવરણની રક્ષા સાથે કૃષિ ઉત્પાદન વધારવાનો છે અને ભારતીય ખેડૂતોને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવવાનો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More