Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રધાનમંત્રી 5 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી રૂ. 3650 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પીએમ બિલાસપુર એઈમ્સનું ઉદ્ઘાટન કરશે, જેનો શિલાન્યાસ પણ પીએમ દ્વારા કરવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી રૂ.1690 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર માર્ગીય કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટથી પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનને વેગ મળશે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
pm
pm

પ્રધાનમંત્રી રૂ. 3650 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પીએમ બિલાસપુર એઈમ્સનું ઉદ્ઘાટન કરશે, જેનો શિલાન્યાસ પણ પીએમ દ્વારા કરવામાં આવ્યો હતો

પ્રધાનમંત્રી રૂ.1690 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર માર્ગીય કરવાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

આ પ્રોજેક્ટથી પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનને વેગ મળશે

પ્રધાનમંત્રી નાલાગઢ ખાતે મેડિકલ ડિવાઈસ પાર્કનો શિલાન્યાસ કરશે અને બંધલા ખાતે સરકારી હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી કુલ્લુ દશેરાની ઉજવણીમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5મી ઓક્ટોબર, 2022ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે જ્યાં તેઓ રૂ. 3650 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સવારે લગભગ 11:30 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી એઈમ્સ બિલાસપુરનું ઉદ્ઘાટન કરશે. તે પછી, તે લગભગ બપોરે 12:45 પર બિલાસપુરના લુહનુ ગ્રાઉન્ડ પહોંચશે, જ્યાં તે બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને જાહેર સમારોહને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી  લગભગ બપોરે 3:15 કુલ્લુના ધલપુર મેદાન પર પહોંચશે, જ્યાં તેઓ કુલ્લુ દશેરાની ઉજવણીમાં ભાગ લેશે.

એઈમ્સ બિલાસપુર

AIIMS બિલાસપુરના ઉદ્ઘાટન દ્વારા સમગ્ર દેશમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાની પ્રધાનમંત્રીની દુરંદેશી અને પ્રતિબદ્ધતા ફરી પ્રદર્શિત થઈ રહી છે. હોસ્પિટલ, જેનો શિલાન્યાસ પણ પ્રધાનમંત્રી  દ્વારા ઓક્ટોબર 2017માં કરવામાં આવ્યો હતો, તે કેન્દ્રીય ક્ષેત્રની યોજના પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવી રહી છે.

AIIMS બિલાસપુર, રૂ. 1470 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલ, 18 વિશેષતા અને 17 સુપર સ્પેશિયાલિટી વિભાગો, 18 મોડ્યુલર ઓપરેશન થિયેટરો, 64 ICU પથારી સાથે 750 પથારીઓ સાથેની અત્યાધુનિક હોસ્પિટલ છે. 247 એકરમાં ફેલાયેલી આ હોસ્પિટલ 24 કલાક ઈમરજન્સી અને ડાયાલિસિસ સુવિધાઓ, અલ્ટ્રાસોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ વગેરે જેવા આધુનિક ડાયગ્નોસ્ટિક મશીનો, અમૃત ફાર્મસી અને જન ઔષધિ કેન્દ્ર અને 30 પથારીવાળો આયુષ બ્લોક પણ સાથે સજ્જ છે. હોસ્પિટલે હિમાચલ પ્રદેશના આદિવાસી અને દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ડિજિટલ હેલ્થ સેન્ટરની પણ સ્થાપના કરી છે. ઉપરાંત, હોસ્પિટલ દ્વારા કાઝા, સલુની અને કીલોંગ જેવા દુર્ગમ આદિવાસી અને ઉચ્ચ હિમાલયના પ્રદેશોમાં આરોગ્ય શિબિરો દ્વારા નિષ્ણાત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે.

વિકાસ પ્રોજેક્ટ્સ

પ્રધાનમંત્રી  NH-105 પર પિંજોરથી નાલાગઢ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવા માટે લગભગ 31 કિલોમીટર લાંબા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે, જેની કિંમત રૂ.1690 કરોડ છે. પ્રોજેક્ટ રોડ અંબાલા, ચંદીગઢ, પંચકુલા અને સોલન/શિમલાથી બિલાસપુર, મંડી અને મનાલી તરફ જતા ટ્રાફિક માટે મુખ્ય કનેક્ટિંગ લિંક છે. આ ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગનો લગભગ 18 કિમીનો વિસ્તાર હિમાચલ પ્રદેશમાં આવે છે અને બાકીનો ભાગ હરિયાણામાં આવે છે. આ હાઇવે હિમાચલ પ્રદેશના ઔદ્યોગિક હબ નાલાગઢ-બદ્દીમાં બહેતર પરિવહન સુવિધા સુનિશ્ચિત કરશે અને આ પ્રદેશમાં વધુ ઔદ્યોગિક વિકાસને વેગ આપશે. તેનાથી રાજ્યમાં પ્રવાસનને પણ વેગ મળશે.

પ્રધાનમંત્રી નાલાગઢ ખાતે મેડિકલ ડિવાઇસ પાર્કનો શિલાન્યાસ કરશે, જે લગભગ 350 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. રૂ 800 કરોડનાથી વધુના આ મેડિકલ ડિવાઈસ પાર્કમાં ઉદ્યોગો સ્થાપવા માટે કરાર થઈ ચૂક્યા છે. આ પ્રોજેક્ટ ક્ષેત્રમાં રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો કરશે.

પ્રધાનમંત્રી  બંધલા ખાતે સરકારી હાઈડ્રો એન્જિનિયરિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન કરશે. આશરે રૂ. 140 કરોડના ખર્ચે, કોલેજ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે પ્રશિક્ષિત માનવબળ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે, જેમાં હિમાચલ પ્રદેશ અગ્રણી રાજ્યોમાંનું એક છે. તે યુવાનોને ઉચ્ચ કૌશલ્ય બનાવવા અને હાઇડ્રો પાવર સેક્ટરમાં નોકરીની પૂરતી તકો પૂરી પાડવામાં મદદ કરશે.

કુલ્લુ દશેરા

આંતરરાષ્ટ્રીય કુલ્લુ દશેરા ઉત્સવ 5 થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન કુલ્લુના ધલપુર ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવશે. આ તહેવાર એ અર્થમાં અનન્ય છે કે તે ખીણના 300થી વધુ દેવતાઓનો સમૂહ છે. ઉત્સવના પ્રથમ દિવસે, દેવતાઓ તેમની સુશોભિત પાલખીઓમાં મુખ્ય દેવતા ભગવાન રઘુનાથજીના મંદિરમાં તેમની પૂજા કરે છે અને પછી ધાલપુર મેદાન તરફ આગળ વધે છે. પ્રધાનમંત્રી ઐતિહાસિક કુલ્લુ દશેરાની ઉજવણીમાં આ દિવ્ય રથયાત્રા અને દેવતાઓની ભવ્ય સભાના સાક્ષી બનશે. આ પહેલીવાર બનશે કે દેશના પ્રધાનમંત્રી  કુલ્લુ દશેરાની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રીએ ગુજરાતના ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર અને મુંબઈ વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

Share your comments

Subscribe Magazine

More on News

More