વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીએ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે આઈસીએઆર દ્વારા વિકસાવવામાં આવી 65 પાકની 109 નવી જાતોને લોન્ચ કર્યું છે. આ જાતોમાં 69 ખાદ્ય પાક અને 40 બાગાયત પાકની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આબોહવાના અનકૂળ જાતોને પણ લોન્ચ કરવામાં આવ્યું છે, આઈસીએઆર દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં 23 અનાજ, 11 કઠોળ, 4 શેરડી, 7 તેલીબિયા , 4 ઘાસચારા, 6 ફાઈબર પાક, 3 કંદ પાક, 6 મસાલા પાક, 5 ફૂલ, 4 ઔષધીય છોડ, 6 શાકભાજી, 8 ફળ અને 6 વાવેતર પાકની જાતોનુ સમાવેશ થાય છે.
વૈજ્ઞાનિકો અને ખેડૂતો સાથે કરી વાત
આઈસીએઆર દ્વારા વિકસાવવામાં આવેલ 65 પાકની 109 જાતોને લોન્ચ કર્યા પછી વડા પ્રધાને વૈજ્ઞાનિકો અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કૃષિમાં મૂલ્યવર્ધનના મહત્વ પર ભાર મુક્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે આ જાતો ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક છે, કારણ કે તે તેમના ખર્ચ ઘટાડવામાં મદદ કરશે અને પર્યાવરણ પર પણ હકારાત્મક અસર કરશે. પીએમ મોદીએ બાજરીના મહત્વ વિશે ચર્ચા કરતા જણાવ્યુ હતુ કે બાજરીની ખેતી કરીને ખેડૂતોએ પૌષ્ટિક આહાર તરફ આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને હવે પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવેલ ઓર્ગેનિક વસ્તુઓ જોઈએ છે, તેથી કરીને કેન્દ્ર સરકાર દ્વારા કુદરતી ખેતી પર ભાર મુકવામાં આવી રહ્યુ છે, જેથી ખેડૂતોએ વધુમાં વધુ કદુરતી ખેતી કરીને પોતાની આવકમાં તો વધારો કરશે, સાથે જ દેશને કેન્સર જેવી ઘાતક બીમારીથી પણ બચાવશે.
ખેડૂતોએ કેવીકે પાસેથી મેળવી શકશે માહિતી
પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે KVK એ દર મહિને ખેડૂતોને તેમના ફાયદાઓ વિશે જાગૃતિ વધારવા માટે વિકસાવવામાં આવી રહેલી નવી જાતોના ફાયદા વિશે સક્રિયપણે જાણ કરવી જોઈએ. તેમણે પાકની નવી જાતો વિકસાવવા બદલ વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તેમના વિશેમાં ખેડૂતોએ પોતાના જિલ્લાના કેવીકેને સંપર્ક કરીને માહિતી મેળવી શકે છે. વધુમાં જણાવી દઈએ કે પીએમના વકતવ્ય સાંભળ્યા પછી ખેડૂતોએ પણ જાગૃતિ લાવવામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા ભજવવામાં આવેલ ભુમિકાની પ્રશંસા કરી હતી
નવી જાતો ખેડૂતોનું જીવન બદલી નાખશે
આ દરમિયાન વડા પ્રધાન સાથે હાજર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે 65 પાકોની 109 પ્રજાતિઓના બિયારણ તૈયાર કરવામાં આવ્યા છે. આ જાતોના બીજનું ઉત્પાદન કરવા બદલ હું વૈજ્ઞાનિકોને અભિનંદન આપું છું. 109 જાતના બિયારણ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવશે, નફો વધારશે, જાહેર પોષણ માટે ઉપયોગી થશે અને નિકાસમાં વધારો કરશે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આજનો દિવસ દેશના ખેડૂત ભાઈ-બહેનો માટે મહત્વપૂર્ણ દિવસ છે. ખેડૂતોનું ઉત્પાદન વધારવા અને દેશમાં અનાજનો ભંડાર ભરવા માટે વડાપ્રધાન મોદીએ આબોહવાને અનુકૂળ જાતો ખેડૂતોને સમર્પિત કરી છે.
Share your comments