Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આજે નક્કી થશે ખેડૂત આંદોલનના આગળનો કાર્યક્રમ, સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે થશે બેઠક

દરેક પાક માટે એમએસપીની માંગ કરી રહેલા પંજાબના ખેડૂતોએ દિલ્લી સુધી કૂચ કરવા પર અડગ દેખાઈ રહ્યા છે. જો કે ખેડૂતોએ આજે પોતાના આંદોલનની દિશાની નક્કી કરી દેશે. કેમ કે આજે સવારે થઈ પત્રકાર પરિષદમાં ખેડૂત આગેવાનોએ દિલ્લી કૂચની તેમની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja
6 વાગ્યા થશે ખેડૂત અને સરકારના આગેવાનો વચ્ચે બેઠક
6 વાગ્યા થશે ખેડૂત અને સરકારના આગેવાનો વચ્ચે બેઠક

દરેક પાક માટે એમએસપીની માંગ કરી રહેલા પંજાબના ખેડૂતોએ દિલ્લી સુધી કૂચ કરવા પર અડગ દેખાઈ રહ્યા છે. જો કે ખેડૂતોએ આજે પોતાના આંદોલનની દિશાની નક્કી કરી દેશે. કેમ કે આજે સવારે થઈ પત્રકાર પરિષદમાં ખેડૂત આગેવાનોએ દિલ્લી કૂચની તેમની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ. તેઓ સરકાર સાથે વાત કરવા માટે તૈયાર છે.જેના માટે આજે સાંજે 6 વાગ્યા સરકાર અને ખેડૂતોના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. ખેડૂતોના આગેવાનોનું કહેવું છે કે અમે અમારા આંદોલન વિશે આગળની વ્યુહરચના સરકારના આગેવાનો સાથે થવા વાળી બેઠક પછી જણાવીશું. હવે આજે સાંજે થવાની બેઠકની રાહ જોવી પડશે. બીજી બાજુ સંયુક્ત કિસાન મોર્ચાએ આવતી કાલે એટલે કે 16 ફેબ્રુઆરીએ ભારત બંધ કરવાના આહ્લાન કર્યો છે. જેથી સરકાર મુંઝાવણમાં મુકાઈ ગઈ છે.

ખેડૂતોની પ્રેસ કોન્ફ્રેન્સ

કિસાન માર્ચનું નેતૃત્વ કરી રહેલી પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ અને અન્ય ખેડૂત સંગઠનોએ સવારે પ્રેસ કોન્ફરન્સ યોજવાની વાત કરી હતી. સવારે 11 વાગ્યાની આસપાસ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહામંત્રી સર્વન સિંહ પંઢેરે કહ્યું કે પોલીસ પ્રશાસન બળપ્રયોગ કરી રહ્યું છે. ખેડૂતો પર રબરના છરા છોડવામાં આવી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ યૂથના સામે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આ બધું હોવા છતાં, અમે સરકાર સાથે સકારાત્મક વાતચીત અને ઉકેલની આશા રાખીએ છીએ.

તમને જણાવી દઈએ કે આ પહેલા 13મી ફેબ્રુઆરીના રોજ બપોરે ખેડૂત સંગઠનોની ઈમરજન્સી બેઠકમાં તેઓએ પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓ છોડવા સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આવી સ્થિતિમાં આજે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આગેવાનો આંદોલનનું સ્ટેન્ડ રજૂ કરી શકે છે અથવા નવી વ્યૂહરચના સાથે આગળ વધવાનો નિર્ણય લઈ શકે છે અથવા સરહદ પર રોકાઈ શકે છે.

શંભુ બોર્ડર પર શાંતિપૂર્વક વિરોધ કરશે ખેડૂત

પોતાની માંગોને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતોનું કહેવું છે કે આજે તે પંજાબ-હરિયાણાના શંભૂ બોર્ડર પર શાંતિપૂર્વક વિરોધ કરશે. પંજાબના ખેડૂત નેતા પંઢેરે જણાવ્યું કે તેમને દિલ્લીમાં શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપવી જોઈએ.જ્યારે અમે કહી રહ્યા છીએ કે અમે શાંતિથી બેસીશું અને આગળ નહીં વધીએ તો કેન્દ્ર સરકારે અમારા પર ગોળીબાર ન કરવો જોઈએ. કેન્દ્ર સરકાર અમને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહી છે.

ખેડૂત આગેવાનની સરકારથી વિનંતી

ખેડૂત આગેવાન પંઢેરે વડા પ્રધાનને વિનંતી કરી છે કે જ્યારે ખેડૂતો શાંતિથી બેઠા હોય ત્યારે અર્ધલશ્કરી દળોએ તેમના પર ગોળીવાર ન કરવો જોઈએ. અમારા ખેડૂતો પંજાબની શંભુ બોર્ડર પર બેસીને રાહ જોશે. બીજી બાજુ સંયુક્ત કિસાન મોર્ચાએ કિસાન માર્ચ પહેલા જ 16 ફેબ્રુઆરી ભારત બંઘનું એલાન આપ્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાન રાકેશ ટિકૈત કિસાન માર્ચાને લઈને કહ્યું કે આ વખતે અમે પાછળ છીએ એવું નથી. જ્યારે પંજાબ એક સાથે આવે છે ત્યારે તે સમગ્ર દેશને એક કરે છે. કેમ કે દેશના દરેક ખેડૂતના મુદ્દા એક સરખો હોય છે. તેમને સરકારને સલાહ આપતા કહ્યું કે સરકારે ખેડૂતોની વાત સાંભળવી જોઈએ અને તેમની દરેક માંગ માટે હાં પાડી દેવી જોઈએ.

ભારત બંધ રહેશે તો મોટી મુશ્કેલી સર્જાશે

આવી સ્થિતિમાં, આશા છે કે ચંદીગઢમાં ખેડૂત નેતાઓની પ્રસ્તાવિત બેઠકમાં ભારત બંધનો મુદ્દો પણ સરકારના મગજમાં હશે. કારણ કે, જો ભારત બંધ રહેશે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ખેડૂત નેતાઓની માંગણીઓ પર વિચાર કર્યા બાદ સરકાર કોઈ મોટો નિર્ણય લઈ શકે છે, જેથી ભારત બંધનું એલાન આપનાર ખેડૂત સંગઠનો પણ શાંત થઈ શકે.

Share your comments

Subscribe Magazine

More on News

More