Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સોમાની સીડ્ઝ અને કૃષિ જાગરણ વચ્ચે થયું એમઓયુ, બન્ને ભેગા મળીને ખેડૂતોની આવકમાં કરશે વધારો

કૃષિ જાગરણ, એક કૃષિ મીડિયા સંસ્થા છે, જે આજ સુધી કૃષિની દુનિયામાં તેની સતત સેવા ચાલુ રાખે છે. નવી દિલ્હી સ્થિત આ સંસ્થા 27 વર્ષથી ખેડૂતો માટે કામ કરી રહી છે. તે ખેડૂતો માટે વિવિધ કૃષિ મેળાઓ અને અન્ય કૃષિ કાર્યક્રમોનું આયોજન કરવામાં વિશેષ ભૂમિકા ભજવી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સોમાની સીડ્ઝ અને કૃષિ જાગરણ વચ્ચે એમઓયુ
સોમાની સીડ્ઝ અને કૃષિ જાગરણ વચ્ચે એમઓયુ

કૃષિ જાગરણ, એક કૃષિ મીડિયા સંસ્થા છે, જે આજ સુધી કૃષિની દુનિયામાં તેની સતત સેવા ચાલુ રાખે છે. નવી દિલ્હી સ્થિત આ સંસ્થા 27 વર્ષથી ખેડૂતો માટે કામ કરી રહી છે. તે ખેડૂતો માટે વિવિધ કૃષિ મેળાઓ અને અન્ય કૃષિ કાર્યક્રમોનું આયોજન કરવામાં વિશેષ ભૂમિકા ભજવી રહી છે.

ગયા વર્ષે એટલે કે 2023માં કૃષિ જાગૃત સંગઠને એક મજબૂત પગલું ભર્યું હતુ. જેથી કૃષિની દુનિયામાં એક ક્રાંતિ આવી હતી.  ઘણા ખેડૂતોને નવી ઓળખ અપાવામાં આવી હતી. ત્યારે દેશના ખૂણેખૂણેથી આવ્યા આખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યું હતુ. જેને "મિલિયોનેર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડ 2023" નામ આપવામાં આવ્યું હતુ. જેની મુખ્ય પ્રાયોજક મહિન્દ્રા ટ્રેકટર્સ હતા, આ કાર્યક્રમ પુષા મેળાના મેદાનમાં 3 દિવસ માટે યોજાયો હતો.

સોમાની સીડ્ઝ સાથે એમઓયુ

તેવી જ રીતે, આ વર્ષે 1 થી 5 ડિસેમ્બર દરમિયાન બીજી વખત ફરીથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.જેમાં 300 કેટેગરીમાં ખેડૂતોને સન્માનિત કરવા માટે પગલાં ભરવામાં આવ્યા છે, આમાથી જ એક છે "HY RADISH X -35" મૂળાની જાતિ, જેને મહત્વ આપવામાં આવ્યું છે. SOMANI SEEDZ દ્વારા વિકસિત આ મૂળાની જાતિ ખૂબ જ ટૂંકા સમયમાં ખેડૂતને નફો આપે છે. આથી સોમાની કનક સીડ્ઝ પ્રાઈવેટ લિમિટેડ મિલેનિયમ મૂળાને આપવામાં આવનાર ઈનામ માટે સ્પોન્સર તરીકે કૃષિ જાગરણ સાથે બુધવારે 17 એપ્રિલના રોજ એમઓયૂ સાઈન કર્યો છે. .

એમઓયૂ કૃષિ જાગરણના મુખ્ય સંપાદક અને સ્થાપક એમસી ડોમનિક અને સોમાની સીડ્ઝના મેનેજિંગ ડિરેક્ટર કમલ સોમાની વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કમલ સોમનીએ જણાવ્યું હતું કે, "હું આશા રાખું છું કે આ પહેલ સીમાંત અથવા નાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મારી કંપની દ્વારા વિકસિત વિવિધ બીજની જાતો પૈકી, મૂળાની HY RADISH X-35 જાત ખેડૂતોને ખૂબ જ લાભદાયી થશે."

 જો કે 20 થી 30 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય છે.  તે ખેડૂતોને ખૂબ જ ઓછા ખર્ચે ઉચ્ચ ઉપજ આપશે, બીજી તરફ, મુખ્ય સંપાદક અને કૃષિ જાગરણના સ્થાપક એમસી ડોમિનિકે આ પહેલમાં સામેલ થવા બદલ કમલ સોમાનીનો આભાર માન્યો હતો. એમઓયુ દરમિયાન કૃષિ જાગરણની દરેક 12 ભાષાઓના વડાઓ તેમ જ સોમાની સીડ્સ કંપનીના કેટલાક કર્મચારીઓ સામેલ રહ્યા હતા.

Share your comments

Subscribe Magazine

More on News

More