Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વર્ષ 2021-22 માટેના સામાન્ય બજેટમાં ખેડૂતો માટે મોદી સરકારે આ મોટી જાહેરાતો કરી

નાણાં મંત્રીએ વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ ભાષણમાં બજેટ રજૂ કર્યું હતું. દેશભરમાં આ બજેટને લઈ ઘણી આશાઓ હતી. દરમિયાન નાણાં મંત્રીએ કહ્યું કે કોરોના સંકટને લીધે દેશના અર્થતંત્રની ઝડપ ધીમી પડી છે ત્યારે તેને વેગ આપવા માટે બજેટ પર સૌની નજર રહેલી છે. ગયું વર્ષ દેશ માટે અનેક મુશ્કેલીથી ભરેલું રહ્યું. માટે આ બજેટ એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે સંકટની ઘડી છે. જોકે કોરોના સંકટ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને ગેસ, રાશનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી.

KJ Staff
KJ Staff

નાણાં મંત્રીએ વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ ભાષણમાં બજેટ રજૂ કર્યું હતું. દેશભરમાં આ બજેટને લઈ ઘણી આશાઓ હતી. દરમિયાન નાણાં મંત્રીએ કહ્યું કે કોરોના સંકટને લીધે દેશના અર્થતંત્રની ઝડપ ધીમી પડી છે ત્યારે તેને વેગ આપવા માટે બજેટ પર સૌની નજર રહેલી છે. ગયું વર્ષ દેશ માટે અનેક મુશ્કેલીથી ભરેલું રહ્યું. માટે આ બજેટ એવા સમયે આવી રહ્યું છે કે જ્યારે સંકટની ઘડી છે. જોકે કોરોના સંકટ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબોને ગેસ, રાશનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી.

આ કડીમાં નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટ 2021-22 ખેડૂતો માટે ખૂબ જ ખાસ હશે, કારણ કે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવકને બમણી કરવાનો લક્ષ્ય છે. માટે બજેટ વર્ષ 2021-22માં કૃષિ ક્ષેત્રમાં લાભ વધારવા માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી.

બજેટ 2021-22ની ખાસ વાત

ખેડૂતોની આવકને બમણી કરવાનો લક્ષ્ય યથાવત રહેશે.

ખેડૂતોને લઈ સરકારે મોટી જાહેરાત કરી છે કે ખેડૂતો માટે દોઢ ગણી વધારે એમએસપી આપવામાં આવશે.

ઘઉં, દાળ, ધાન સહિત અન્ય પાકોના એમએસપી વધારવામાં આવ્યા.

ઘઉં માટે રૂપિયા 62,802 કરોડ રૂપિયા આપવામાં આવ્યા

32 રાજ્યમાં વન નેશન વન રાશન કાર્ડની વ્યવસ્થા લાગૂ

દેશમાં 5 મોટા ફિશિંગ હબ બનશે.

E-NAM માટે 1000 નવી મંડીઓ

મંડીઓને ઇંટરનેટથી જોડવામાં આવશે.

મહિલાઓને તમામ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી મળશે.

સ્વામિત્વ યોજના લાગૂ કરવામાં આવશે.

સીનિયર સિટીઝન માટે સ્પેશિયલ જાહેરાત. 75 વર્ષથી વધારે ઉંમરવાળા સિનિયર સિટીઝનને હવે ટૅક્સમાં રાહત આપવામાં આવી છે. હવે 75 વર્ષથી વધારે ઉંમરના લોકોને ITR નહીં ભરવું પડે.

એગ્રીકલ્ચરના ક્રેડિટ ટાર્ગેટને 16 લાખ કરોડ સુધી કરવામાં આવ્યું છે.

રાજકોષીય ખાધને8 ટકા સુધી રહેવાનો અંદાજ છે. આ માટે સરકારે રૂપિયા 80 હજાર કરોડની જરૂર પડશે.જે આગામી બે મહિનામાં બજારમાંથી મેળવવામાં આવશે.

આ વખતે ન્યૂ સ્પેસ ઇંડિયા લિમિટેડ PSLV-CS51 લૉંચ કરવામાં આવશે.

આ વર્ષ ડિસેમ્બર મહિનામાં ગગનયાન મિશન માનવ રહિત પ્રથમ લૉંચ હશે.

ઈઝી ઓફ ડૂઇંગ બિઝનેસ હેઠળ એક ટર્બિયૂનલ તૈયાર કરવામાં આવશે, જે કંપનીઓના વિવાદોને ઉકેલશે.

આગામી વસ્તી ગણતરી ડિજીટલ હશે.

દેશમાં આશરે 100 નવી સૈનિક સ્કૂલ તૈયાર કરવામાં આવશે. લેહમાં કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવાની જાહેરાત.

ઑપરેશન ગ્રીન સ્કીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનેક પાકોનો સમાવેશ કરવામાં આવશે અને ખેડૂતોને લાભ પહોંચશે.

ઉજ્જ્વલા યોજના હેઠળ 1 કરોડ વધુ લાભાર્થીઓને જોડવામાં આવશે. અત્યાર સુધી 8 કરોડ લોકોને તેની મદદ મળી છે.

જમ્મુ-કાશ્મીરમાં પણ ગેસ પાઇપલાઇન યોજના શરૂ થશે.

પીએમ આત્મનિર્ભર યોજના શરૂ થસે, આ માટે કુલ1 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે. આ તમામ પાંચ મિની બજેટ સમાન હતી.

નવા બજેટમાં મહિલાઓને મજબૂતી મળશે.

આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની જાહેરાત, આ માટે રૂપિયા 64180 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તે સ્વાસ્થ્યના બજેટને વધારવામાં આવ્યું છે.

આ સાથે સરકાર તરફથી WHOના સ્થાનિક મિશનને ભારતમાં લૉંચ કરવામાં આવશે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્વચ્છ ભારત મિશનને આગળ વધારવા માટે જાહેરાત કરી. આ હેઠળ શહેરોમાં અમૃત યોજના આગળ વધારવામાં આવશે. જેના માટે રૂપિયા 2,87,000 કરોડ આપવામાં આવ્યા છે.

આ ઉપરાંત નાણાં મંત્રીએ મિશન પોષણ0ની જાહેરાત કરી છે.

કોરોના વેક્સિન માટે રૂપિયા 35 હજાર કરોડની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સ્વાસ્થ્ય ક્ષેત્રના બજેટ માટે 137 ટકા વધારો થયો છે.

મેક ઇન ઇંડિયા પર વિશેષ ભાર આપવામાં આવશે.

વર્ષ 2030 સુધી રાષ્ટ્રીય રેલ યોજના તૈયાર થઈ ગઈ છે. આ માટે કુલ 10 લાખ કરોડ રૂપિયાના બજેટ રેલવેના આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત મેટ્રો, સિટી બસ સેવાને વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ માટે રૂપિયા 18 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે.

મેટ્રો લાઇનને લાવવા પર ભાર આપવામાં આવ્યો છે. કોચ્ચિ, બેંગલુરૂ, ચેન્નાઈ, નાગપુર, નાસિકમાં મેટ્રો પ્રોજેક્ટને વધારવાની જાહેરાત કરવામાં આવી છે.

વીજળી ક્ષેત્ર માટે સરકાર તરફથી રૂપિયા 3 લાખ કરોડ કરતા વધારે ભંડોળ સાથે યોજના લૉંચ કરવામાં આવી છે. તેના દ્વારા દેશભરમાં વીજળીને લગતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનું કામ કરવામાં આવશે.

સરકાર દ્વારા હાઇડ્રોજન પ્લાન તૈયાર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે, વીજળીના ક્ષેત્રમાં PPP મૉડલ હેઠળ અનેક પ્રોજેક્ટ પૂરા કરવામાં આવશે.\

Related Topics

Modi government farmers

Share your comments

Subscribe Magazine

More on News

More