Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલ કૃષિને પ્રોત્સાહિત કરવા એગ્રીબજાર સાથે કરાર કરતું કૃષિ મંત્રાલય, ખેડૂતોને થશે આ ફાયદા

મોદી સરકારે તમામ ક્ષેત્રમાં ડિજિટલાઈજેશન પર ખાસ ભાર આપ્યો છે. પરંપરાગત ખેતીના સ્થાને ખેડૂતો પણ આધુનિક બની રહ્યા છે. મોબાઈલ એપ, ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં ડિજિટલ પદ્ધતિના કારણે ખેડૂતો આત્મનિર્ભર બની શકે તે માટે પણ સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડિજિટલ ભારતનો ઉપયોગ કૃષિ ક્ષેત્રને ટેકનોલોજીસાથે જોડવા માટે ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ભારત મિશનમાં કૃષિ મંત્રાલય પણ ફાળો આપી રહ્યું છે. જેના અનુસંધાને ગ્રામ્ય વિસ્તારમાં ડિજિટલને પ્રમોટ કરવા માટે તાજેતરમાં કૃષિ ટેકનોલોજીનું પ્લેટફોર્મ એગ્રીબજાર સાથે સાથે MOU થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Sagar Jani
Sagar Jani
Ministry of Agriculture

કૃષિ ટેકનોલોજી પ્લેટફોર્મ, એગ્રીબજારએ જણાવ્યું હતું કે, તેમણે ગ્રામીણ ભારતમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા કેન્દ્રીય કૃષિ મંત્રાલય સાથે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.  ગ્રામીણ ભારતમાં ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા માટે ત્રણ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે.  એગ્રીબજાર આ પ્રોજેક્ટમાં કૃષિ મંત્રાલયને મદદ કરશે.

કંપનીના નિવેદનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, એગ્રીબજાર સાથેનો એમઓયુ ખેડૂતો માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં મદદ કરશે.  કૃષિ ક્ષેત્રને સાથે રાખી આપણે આત્મનિર્ભર અને ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કરીશું.

કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેકનીકોનો સમાવેશ એક મહત્વપૂર્ણ પગલું

મંત્રીએ કહ્યું કે ભારતીય ખેડૂતોનો એક વ્યાપક ડેટાબેસ બનાવવો એ એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે. આનાથી તેમની આવક વધશે અને તેમને સમૃદ્ધિના માર્ગ પર લઈ જશે.  નવી ડિજિટલ ટેકનોલોજીઓનો સમાવેશએ ભારતીય કૃષિ માટે એક મહત્વપૂર્ણ પગલું છે.

કરાર મુજબ, ડિજિટલ એગ્રીકલ્ચર પ્લેટફોર્મનો વિકાસ અને પ્રોજેક્ટ અંતર્ગત અમલ કરવામાં આવશે, જેમાં રીમોટ સેન્સિંગ ટેક્નોલજીનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ખેડૂતોને સલાહકાર સેવાઓ પૂરી પાડવી, લણણી પછીની મેનેજમેન્ટ માહિતી, માર્કેટ કનેક્ટિવિટી અને આર્થિક પ્રવેશનો સમાવેશ થાય છે.

એગ્રિબજારના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર અમિત મુંડાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટ એ સુનિશ્ચિત કરશે કે ભારતીય ખેડૂત સમુદાય ઉચ્ચ અને સારી ગુણવત્તા અને ટકાઉ પાકની ઉપજ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે.

ત્રણ રાજ્યોમાં શરૂ થશે આ પાયલોટ પ્રોજેકટ

કૃષિ મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે ડિજિટલ કૃષિને પ્રોત્સાહન આપવા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એગ્રીબજાર સાથે જોડાણ કર્યું છે.  આ પાયલોટ પ્રોજેક્ટ હાલમાં ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી રહ્યો છે.  એગ્રિબજાર આ દિશામાં કૃષિ મંત્રાલયને સહયોગ કરશે.

કેન્દ્રની મોદી સરકાર સતત ખેડૂતોની આવક વધારવાના પ્રયાસ કરી રહી છે. આ કડી થી ડિજિટલ ભારતનો ઉપયોગ કૃષિ ક્ષેત્રને ટેકનોલોજીસાથે જોડવા માટે ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  પીએમ મોદીના આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ભારત મિશનમાં કૃષિ મંત્રાલય પણ ફાળો આપી રહ્યું છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરનું કહેવું છે કે કૃષિ ક્ષેત્રને સાથે રાખીને આત્મનિર્ભર ભારત અને ડિજિટલ ભારતનું સપનું સાકાર થશે.

Share your comments

Subscribe Magazine

More on News

More