Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવામાન ખાતાની આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની શક્યતા

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુલાબ વાવાઝોડાની ગંભર અસર થવાની શક્યતા છે. હવામાનખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે રાત્રે અથવા શનિવારે વહેલી સવારે ગુજરાતમાં તે ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
શાહીન વાવાઝોડું
શાહીન વાવાઝોડું

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે શાહિન વાવાઝોડાની ગંભર અસર થવાની શક્યતા છે. હવામાનખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે રાત્રે અથવા શનિવારે વહેલી સવારે ગુજરાતમાં તે ગંભીર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે.

ગુલાબ વાવાઝોડા બાદ હવે એક નવુ વાવાઝોડુ પણ સક્રિય થઈ રહ્યુ છે જેનુ નામ શાહીન વાવાઝોડુ નામ આપવામાં આવ્યુ છે.શાહીન” વાવાઝોડુ આજે પૂર્વોત્તર અરબી સમુદ્ર ઉપર બનવાની સંભાવના છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આજે રાત્રે અથવા શનિવારે વહેલી સવારે ગુજરાતમાં તે ગંભીર રૂપ ધારણ કરી શકે તેવી શક્યતા છે. હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યુ છે કે શાહીન વાવાઝોડુ ભારતીય દરિયાકાંઠાને પાર નહીં કરે, પણ ગુજરાતનાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) જણાવાયુ છે કે, દક્ષિણ ગુજરાત પર હવાનું ઓછું દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા છે. અને હવામાન વિભાગ દ્વારા માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. તમામ માછીમારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ 3 ઓક્ટોબર સુધી દરિયામાં માછલી પકડવા ન જાય.હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, ગુજરાતનાં દરિયાકાંઠે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પરનું દબાણ ગુરુવારે રાત્રે દેવભૂમિ દ્વારકા (ગુજરાત) થી લગભગ 255 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં, કરાચી (પાકિસ્તાન) થી 180 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ અને ચાબહાર બંદર (ઈરાન) થી 660 કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વમાં ઉંડા ડિપ્રેશનમાં ફેરવાઇ ગયુ છે. તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં અળગ સ્વરૂપ ધારણ કરે તેવી અને આગામી થોડા કલાકો દરમિયાન શાહીન ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની સંભાવના છે.

 

શાહીન વાવાઝોડું 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે એક તીવ્ર ચક્રવાતી તોફાન બની શકે છે. તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાન-મકરાન કિનારે અને ભારતીય કિનારેથી દૂર જવાની ધારણા છે. રાહતની વાત છે કે આ વાવાઝોડું ભારતીય કિનારે ટકરાશે નહીં.હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે શાહીન વાવાઝોડું પ્રભાવિત થશે, ત્યારે પવન 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત કિનારે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

Share your comments

Subscribe Magazine

More on News

More