ખેડૂતોને તરત જ ફાયદા મળે તેના માટે કેન્દ્ર સરકારે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય લીધો છે. સહકારી મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે. જો કે સહકારી મંડળીઓ નાફેડ અને એનસીસીએફ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. જણાવી દઈએ કે બફર ખરીદ કિંમતે કઠોળની સરકારી ખરીદીની પ્રક્રિયા જાન્યુઆરીથી ચાલી રહી છે.
કઠોળ આયાત પણ કરશે સરકાર
સહકારી મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખેડૂતોને ફાયદો પહોંચાડવા માટે તેમના પાસેથી અરહર દાળ અને મસૂરની દાળ સીધી ખરીદવામાં આવશે. જેના હેઠળ બફર સ્ટોક માટે, સહકારી મંડળીઓ NAFED અને NCCF ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળની ખરીદી કરી રહી છે. જેમાં 4 લાખ ટન અરહર દાળ અને 2 લાખ ટન મસૂરની ખરીદી કરવામાં આવશે. બજારમાં કઠોળનો પુરવઠો જાળવવા માટે સરકાર ખેડૂતો પાસેથી બફર સ્ટોક માટે કઠોળની ખરીદી કરી રહી છે. જ્યારે વાર્ષિક વપરાશને પહોંચી વળવા સરકાર કઠોળની પણ આયાત કરે છે.
આ પણ વાંચો: જમીનને ફળદ્રુપ બનાવવા માટે આ છે ભારતના સૌથી સસ્તા અને મજબૂત 5 હળ
આ વર્ષે વહેલી તકે શરૂ કરવામાં આવી ખરીદી
અહેવાલ મુજબ, જાન્યુઆરી મહિનામાં ખેડૂતો પાસેથી અરહર દાળની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે માર્ચમાં મસૂરની ખરીદી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં NAFED અને NCCFએ 8 હજાર ટન અરહર દાળની ખરીદી કરી છે અને અત્યારે બન્ને કઠોળની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ રવિ સિઝન માટે કઠોળની સરકારી ખરીદી એક મહિના અગાઉથી શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે એપ્રિલમાં શરૂ થતી સરકારી ખરીદી માર્ચ અને જાન્યુઆરીમાં જ શરૂ કરવામાં આવી છે.
સરકાર કેટલી એમએસપી નક્કી કરી છે
ખેડૂતો પાસેથી ખરીદેલ કઠોળની કિંમત લઘુત્તમ ખાતરીપૂર્વકની ખરીદી કિંમત અથવા બફર ખરીદ કિંમત અનુસાર હશે. સરકારે 2023-24માં અરહર એટલે કે તુવેર દાળની ખરીદ કિંમત 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે, જે અગાઉની 2022-23 સિઝન કરતાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ છે. તે જ સમયે, સરકારે રવિ માર્કેટિંગ સીઝન 2023-24 માટે મસૂર પર MSP રેટ 6,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કર્યો છે. 2022-23માં MSP રેટ 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.
Share your comments