કેરીનું જેનું વૈજ્ઞાનિક નામ મેંગીફેરા ઈન્ડીકા છે. કેરી એક ભારતીય અને સ્વાદિષ્ટ ફળ છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે કેરી અનેક ગુણધર્મોથી સમૃદ્ધ છે, તે બાયોએક્ટિવ કમ્પાઉન્ડ અને ફાઇબર યુક્ત હોવાને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેરીને આખી દુનિયામાં 'ફળોનો રાજા' કહેવામાં આવે છે.
બહરીનમાં એક અઠવાડિયું ચાલનારા ભારતીય કેરી સંવર્ધન પ્રોગ્રામનો પ્રારંભ થયો હતો જ્યાં કેરીની 16 જાતો પ્રદર્શિત કરવામાં આવી રહી છે, જેમાં ત્રણ ભૌગોલિક સંકેત (જીઆઈ) ખીરસપતિ અને લક્ષ્મણભોગ (પશ્ચિમ બંગાળ) અને જર્દાલુ (બિહાર) ની પ્રમાણિત જાતોનો સમાવેશ થાય છે. આ કેરીની જાતો હાલમાં બહરીનમાં ગ્રૂપના 13 સ્ટોર્સ દ્વારા વેચાઇ રહી છે. આ કેરીની ખરીદી એપીડા રજિસ્ટર નિકાસકર્તા દ્વારા બંગાળ અને બિહારથી કરવામાં આવી હતી.
હવે ભારતીય કેરી પર ચીનની નજર, આવો છે ડ્રેગનનો પેંતરો
ભારતના પ્રાચીન ગ્રંથોમાં તેને કલ્પવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં મોટાભાગના રાજ્યોમાં કેરીના વાવેતર થાય છે,પરંતુ ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક રાજ્યોમાં ફળના કુલ ઉત્પાદનમાં મોટો હિસ્સો છે. અલ્ફોન્સો, કેસર, તોતાપુરી અને બનગનપલ્લીએ ભારતની અગ્રણી નિકાસની જાતો છે. કેરી મુખ્યત્વે ત્રણ સ્વરૂપોમાં નિકાસ કરવામાં આવે છે: તાજી કેરી, કેરીનો પલ્પ અને કેરીના ટુકડા.
કેરીની નિકાસને પ્રોત્સાહન આપવા સરકારે ભર્યું મોટું પગલું
અપીડા બિન-પરંપરાગત વિસ્તારો અને રાજ્યોમાંથી કેરીની નિકાસને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહ્યું છે. અપીડા કેરીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે વર્ચુઅલ ખરીદનાર-વેચાણકર્તાની મીટિંગ્સ અને તહેવારોનું આયોજન કરે છે. તાજેતરમાં તેના દ્વારા જર્મનીના બર્લિનમાં કેરી ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું.
દક્ષિણ કોરિયામાં કેરીની નિકાસ વધારવાના પ્રયાસના હેતુથી એપેડાએ ગત મહિને સિઓલમાં ભારતીય દૂતાવાસ અને કોરિયાના ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી એક વર્ચ્યુઅલ ખરીદનાર-વેચાણકર્તાની બેઠકનું આયોજન કર્યું હતું.
વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના મહામારીના રોગચાળાને લીધે નિકાસ પ્રમોશન પ્રોગ્રામ્સનું આયોજન કરવું શક્ય ન હતું. અપીડાએ ભારત અને દક્ષિણ કોરિયાથી કેરીના નિકાસકારો અને આયાતકારોને એક પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે વર્ચુઅલ મીટિંગના સંગઠનનું નેતૃત્વ કર્યું હતું.
તાજેતરમાં કેરીના 2.5 મેટ્રિક ટન માલની નિકાસ
આ સિઝનમાં પ્રથમ વખત ભારતે તાજેતરમાં જ આંધ્રપ્રદેશના કૃષ્ણા અને ચિત્તૂર જિલ્લાના ખેડુતો પાસેથી મેળવેલ ભૌગોલિક સંકેત (જીઆઈ) પ્રમાણિત બનગનપલ્લી તથા બીજી જાત સુવર્ણરેખા કેરીના2.5 મેટ્રિક ટન (એમટી) માલની નિકાસ કરી છે.
દક્ષિણ કોરિયામાં નિકાસ થતી કેરીઓ આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે અપીડાની મદદ મેળવી અને રજિસ્ટર્ડ પેકહાઉસ અને વૈપર હીટ ટ્રીટમેન્ટ સુવિધાથી સારવાર, સાફ અને મોકલેલ અને તેની નિકાસ ઇફ્કો કિસાન એસઈઝેડ (આઈકેએસઈઝેડ) દ્વારા કરવામાં આવી હતી.
કેરી પર એપેડા રજિસ્ટર્ડ પેકહાઉસ સુવિધા દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યારબાદ મધ્ય પૂર્વ, યુરોપિયન સંઘ, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના વિવિધ પ્રદેશો અને દેશોમાં નિકાસ કરવામાં આવે છે.
નોંધનીય છે કે, કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે, કારણ કે કેરી અનેક ગુણધર્મોથી સમૃદ્ધ છે, તે બાયોએક્ટિવ કમ્પાઉન્ડ અને ફાઇબર યુક્ત હોવાને કારણે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેરીને આખી દુનિયામાં 'ફળોનો રાજા' કહેવામાં આવે છે.
Share your comments