Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકાર ઘઉંની આ લોકપ્રિય જાત બંધ કરી રહી છે, જાણો શું કારણ છે ?

દેશમાં ઘઉંની નવી ઉન્નત જાતો ઉપલબ્ધ છે, જે પૈકી રાજ 4037નો પણ સમાવેશ થાય છે, પણ હવે ઘઉંની આ લોકપ્રિય જાત ગાયબ થઈ જશે. ખેડૂતોને આ જાતથી સારું ઉત્પાદન અને નફો મળતો રહ્યો છે પણ ભવિષ્યમાં લોકો આ જાતના ઘઉં મેળવી શકશે નહીં. હકીકતમાં ઘઉંની આ જાત રાજસ્થાન સહિત દેશના અન્ય રાજ્યોમાં છેલ્લા 10 વર્ષથી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમ છતાં રાજસ્થાન સરકારે ખેડૂતોને આ જાત પર સબસિડી આપવાનું બંધ કર્યું છે. બીજી બાજુ સરકારે પણ આ જાત બંધ કરવાનું નક્કી કરી લીધુ છે.

KJ Staff
KJ Staff
Variety of Wheat

 રાજ 4037 જાતની વિશેષતા

ઘઉંની આ જાત લોકોના ઘરોમાં ઘણી પસંદ કરવામાં આવે છે, તેની પાછળનું કારણ રોટલી સારી થાય છે.

સામાન્ય સિંચાઈમાં પણ સારું ઉત્પાદન આપે છે.

તેના છોડની ઉંચાઈ 72થી 75 સેન્ટીમીટર હોય છે.

આ જાતના છોડની ઉંચાઈને લીધે ખરતા નથી.

આ જાત 115થી 120 દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે.

તેના છોડ ગરમ જળવાયુ પણ સરળતાથી સહન કરી શકે છે.

તેનું બજાર મૂલ્ય સારું મળે છે.

 શા માટે બંધ કરવામાં આવી રહ્યું છે?

 ઘઉંની લોકપ્રિયતા આ જાતને તેમા લાગતી બીમારીઓને લીધે બંધ કરવામાં આવી રહી છે. હકીકતમાં તેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કરનાલ બંટ રોગની ફરિયાદ આવી હતી. કૃષિ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જ્યારે તેમના છોડમાં બાલી તૈયાર થાય છે તે સમયે જો મોસમ બદલાય છે તો જેમ ઝાકળ અથવા વાદળની સ્થિતિમાં ફંગસનો જન્મ થાય છે. આ કારણથી દાણા કાળા પડવા લાગે છે અને ઉત્પાદનની ગુણવત્તામાં ઘટાડો આવી જાય છે. આ કારણથી સરકારે તેની પર સબસિડી બંધ કર્યું છે.

 અન્ય જાતોનું વધ્યું પ્રચલન

 બીજી બાજુ, કૃષિ વિભાગે આજના પ્રચાર-પ્રસાર ઓછો કર્યો છે તેમ જ અન્ય જાતો માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા છે. જેમાં ઘઉંની નવી જાતો જેવી કે 4120, 4079, એચઆઈ 4238 અને 1544ને ઉગાડવાની સલાહ આપવામાં આવી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More