છેલ્લા એક દાયકામાં લગભગ તમામ રાજ્યોમાં ગ્રામીણોની જીવન શૈલીમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી પહોંચી ચુકી છે અને ઊર્જાથી સંચાલિત ઉપકરણો જેવા કે ટીવી, ફ્રિઝ, વૉશિંગ મશીન, પંખા અને કૂલર વગેરે ઘર-ઘર સુધી પહોંચી ગયા છે. હવે મોટા શહેરોમાં પણ પાવર કાપથી મુક્તિ મળી ગઈ છે. વીજળીના વપરાશ તથા પાવર કાપના સંજોગોમાં ઇન્વર્ટર (પાવર બૅટરી)ની માંગ ઘણી વધી ગઈ છે.
બૅટરી વૉટર આ કારણથી લાભદાયક છે
અર્થતંત્રની ભાષામાં એક શબ્દ છે ‘અનુપૂરક વસ્તુ’, જેનો અર્થ દરેક બિઝનેસમાં ક્યાંકને ક્યાંક થાય છે અને તે બિઝનેસ સાથે જોડાયેલ છે. રહેઠાણો કે પછી ગાડીઓમાં ઉપયોગમાં લેવામાં આવતા પાવર ઇન્વર્ટર માટે બૅટરી વૉટર પણ એક અનુપૂરક છે. ઇન્વર્ટરોમાં સમયાંતરે પાણી નાંખવું પડે છે. આ બૅટરી વૉટર પણ વ્યાપારનું એક ઉત્તમ માધ્યમ બની શકે છે ચાલો જાણીએ આ અંગે વધુ જાણકારી.
માત્ર 50 હજાર રૂપિયાથી શરૂ કરી શકાય આ કારોબાર
બૅટરી વૉટરનો બિઝનેસ શરૂ કરવા માટે તમારે વધારે રોકાણ કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત તેમાં વિશેષ મહેનત પણ રહેતી નથી. હા, તેને સારી યોજના હેઠળ શરૂ કરી શકાય છે.
સરકાર સહાયતા આપી રહી છે
આ પ્રકારના કામને શરૂ કરવા માટે કેટલાક મશીનની ખરીદી કરવી જરૂરી છે. જેમ કે હોટ એર બ્લોઅર, પ્લાસ્ટિક ડ્રમ અને વૉટર લિફ્ટિંગ પંપ વગેરે... આ તમામ મશીનોને લગાવવા માટે કેટલીક જગ્યાની તમારે જરૂર પડે છે. સામાન્ય રીતે જોઈએ તો એક જમીનનો પ્લોટ કે જેમાં પ્લાંટ સ્થાપિત કરી શકાય છે.
કોણ કયા લાભ મેળવી શકે છે ?
વડાપ્રધાન રોજગાર સર્જન કાર્યક્રમનો લાભ કોઈ પણ લઈ શકે છે. આ માટે બસ, તમારી પાસે કેટલાક દસ્તાવેજોની આવશ્યકતા રહેલી છે, જેમ કે ફોટો, આધાર કાર્ડ, જાતિ પ્રમાણ પત્ર, મૂળ નિવાસી પ્રમાણપત્ર, શિક્ષણ પ્રમાણ પત્ર અને પ્રોજેક્ટ રિપોર્ટ. જો તમે ઇચ્છો, તો આ યોજના માટે ઑનલાઇન પોર્ટલ પર પણ અરજી કરી શકો છો. જો ઑનલાઇન અરજી કરવામાં અસક્ષમ છો, તો જિલ્લા કાર્યાલયે જઈને અરજી કરી શકો છો.
Share your comments