Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

“આવિષ્કારનો જીન તેના ચિરાગમાંથી બહાર આવી ગયો છે”: રાજીવ ચંદ્રશેખર

“આજના સમયમાં સખત પરિશ્રમ, ધીરજ અને ધગશ જ તમારી સફળતા નક્કી કરે છે. તમારી અટકનો પ્રભાવ હોવો જરૂરી નથી”: રાજીવ ચંદ્રશેખર

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Rajiv Chandrasekhar
Rajiv Chandrasekhar

રાજીવ ચંદ્રખેશરે પોતાની 2 દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન આણંદની CVM યુનિવર્સિટી અને વડોદરાની MSUની મુલાકાત લીધી

વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપે કેન્દ્રીય રાજ્યમંત્રીને નવા ભારતના તકોના ટેકેડ અંગે પ્રશ્નો કર્યા

કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે બપોરે આણંદમાં આવેલી CVM યુનિવર્સિટી અને વડોદરામાં આવેલી MSU યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ સાથે સંવાદ કરતી વખતે કહ્યું હતું કે, “આવિષ્કારનો જીન તેના ચિરાગમાંથી બહાર આવી ગયો છે અને ટૂંક સમયમાં જ ભારતમાં યુનિકોર્નની સંખ્યા 1000 સુધી પહોંચી જશે.” મંત્રીશ્રીએ કોવિડ પછીના તબક્કામાં કેવી રીતે ભારત એક પરિવર્તનીય મુકામ પર આવી ગયું છે અને તે સુધારેલા અને સ્થિતિસ્થાપક રાષ્ટ્ર તરીકે ઉદયમાન થઇ રહ્યું છે તેમજ દુનિયાની સૌથી વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ બની રહ્યું છે તે વાતનો ઉલ્લેખ કર્યો હતો.

કોવિડ દરમિયાન શરૂઆતના તબક્કામાં ભારતના અર્થતંત્રએ ઘણો ફટકો સહન કર્યા પછી, હવે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર બની ગયું છે. તેણે સૌથી વધુ FDI ($80 અબજ) પ્રાપ્ત કર્યું છે અને વસ્તુઓની નિકાસ ($400 અબજ) અને સેવાઓની નિકાસ ($254 અબજ)માં નવા વિક્રમો સ્થાપિત કર્યા છે. આજે, ભારતે 100 યુનિકોર્નનો આંકડો વટાવી દીધો છે જેમાં વર્ષ 2021માં જ 42 યુનિકોર્ન આવ્યા હતા. હવે, શા માટે સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નની સંખ્યામાં આ વધારો થયો છે તે અંગે જણાવતા મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા 8 વર્ષોમાં જૂના કાયદાઓને નાબૂદ કરીને સક્ષમ માહોલ ઉભો કર્યો છે – ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુનિશ્ચિત કરવું, NPAના સફાયા સહિત બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના સુધારાઓ, 80 કરોડ લોકો સુધી ઇન્ટરનેટનો ફેલાવો, અર્થતંત્ર અને ગવર્નન્સના લગભગ તમામ ક્ષેત્રોનું ઝડપી ડિજિટલાઇઝેશન વગેરે બાબતોના કારણે સામૂહિક રીતે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરફ આપણે પ્રયાણ કર્યું છે.

આ પણ વાંચો:હરિયાણા પશુધન વિકાસ બોર્ડને મળ્યું શ્રેષ્ઠ સન્માન

2014 પહેલાંની સ્થિતિ કેવી હતી તેની સાથે સરખામણી કરતા, મંત્રીએ ક્રેડિટ સુઇસ રિપોર્ટ - હાઉસ ઓફ ડેબ્ટનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભારતની બેંકિંગ સિસ્ટમ્સની નેટવર્થના લગભગ 98% ભારતમાં 9 થી 10 મોટા પરિવારની માલિકીના વ્યવસાયો દ્વારા આવરીત હોવાનું જણાવેલું હતું. આજના સમયમાં સખત પરિશ્રમ, ધીરજ અને ધગશ જ તમારી સફળતા નક્કી કરે છે. મોટાભાગના યુનિકોર્ન અને સ્ટાર્ટઅપ્સ પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક છે અને તેઓ પોતાની પ્રભાવશાળી અટકથી આગળ નથી આવ્યા.

મંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા કારણ કે તેઓ નવા ભારતના તકોના ટેકેડ વિષય પર તેમનો ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ દ્વારા મંત્રીશ્રી સાથે એકબીજાને જોડી રાખતું સત્ર યોજાયું હતું અને તેમણે વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સના તમામ પ્રશ્નો અને મુંઝવણોના જવાબો આપ્યા હતા. મંત્રીશ્રીએ તેમને નવા ભારતની ગાથામાં યોગદાન આપવા માટે તેમજ તેનો લાભ લેવા માટે પ્રેરણા આપી હતી.

મંત્રીશ્રીએ બાદથી સાંજે વડોદરાના ઉદ્યોગો, ઔદ્યોગિક સંગઠનો, શિક્ષણવિદો અને વ્યાવસાયિકોના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. આ સૌએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સક્રીય નીતિઓના પરિણામે કેવી રીતે ન્યૂ ઇન્ડિયા ડિજિટલ ઉત્પાદનો અને સેવાઓમાં દુનિયા માટે વિશ્વસનીય ટેકનોલોજી ભાગીદાર બની રહ્યું છે તેની ચર્ચા કરી હતી.

આ પણ વાંચો:"'સ્ટાર્ટઅપ' એ આજકાલ ફેશન નથી, પરંતુ ન્યૂ નોર્મલ છે " : રાજીવ ચંદ્રશેખર

 

Share your comments

Subscribe Magazine

More on News

More