ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે, સવારે દસ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીની સંખ્યા ઘણી ઘટી છે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કર્યા બાદ શાળા ખાતેથી વિદ્યાર્થી પરિણામ મેળવી શકશે.
12 સાયન્સમાં રેગ્યુલર 95 હજાર 982 અને રિપીટર 11 હજાર 984 સહિત કુલ એક લાખ સાત હજાર 966 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે ગુજકેટમાં પણ આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા એક લાખ સાત હજાર 694 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી એક લાખ બે હજાર 913 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. આજે પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને દસ દિવસ બાદ બોર્ડની માર્કશીટ અપાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રાવાહની 8 એપ્રિલે પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી. ત્યારે 18 એપ્રિલે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની માર્ચ-એપ્રિલ 2022 માં લેવાયેલ પરીક્ષા અને ગુજકેટ- 2022 નું પરિણામ તારીખ જાહેર કરવામાં આવ્યુ છે.
આ પણ વાંંચો : ‘આસાની’ વાવાઝોડાની આફત, ગુજરાતના આ શહેરમાં દેખાશે અસર
ગુજકેટમાં ભૌતિક, રસાયણ, જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. સવારે 10 થી 12 દરમિયાન ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું 40 - 40 માર્કના 120 મિનિટનું સંયુક્ત પેપર લેવાયું હતું. ભૌતિકશાસ્ત્રના 1 માર્કના 40 પ્રશ્નો અને રસાયણશાસ્ત્રમાં પણ 1 માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા. જીવવિજ્ઞાનની 60 મિનિટમાં 40 માર્કની પરીક્ષા લેવાઈ હતી, એક-એક માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા. ગણિતની 60 મિનિટમાં 40 માર્કની પરીક્ષા લેવાઈ હતી, એક-એક માર્કના 40 પ્રશ્નો પુછાયા હતા.
ગુજકેટની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ પર મુકાઈ
18 એપ્રિલે લેવાયેલી ગુજકેટ-2022ની પરીક્ષાના ગણિત(050), કેમિસ્ટ્રી(052), ફિઝિક્સ(054), બાયોલોજી(056) વિષયોના પ્રશ્નપત્ર સેટ નંબર 1થી 20 માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની પ્રોવિઝનલ આન્સર-કી 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી અને રજૂઆતો મગાવવામાં આવી હતી. આ રજૂઆતોના અંતે સુધારા સહિતની ફાઈનલ આન્સર-કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંંચો : ખુશખબર : કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે ફરીથી બંપર વધારો
Share your comments