લોકડાઉનને લીધે અનેક લોકોના જીવનમાં ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. આ સંજોગોમાં મોટાભાગના લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, તો અનેક લોકો તેમના ભવિષ્યને લઈ સતત ચિંતિત છે. આ તમામ પ્રતિકૂળ સમાચાર વચ્ચે મોદી સરકારની 3 યોજના તમને કેટલીક રાહત આપી શકે છે. આ યોજનાઓમાં રોકાણ કરી તમે ભવિષ્યને સુનિશ્ચિત કરી શકો છો.
અટલ પેન્શન યોજના (Atal Pension Yojana)
મોદી સરકારની આ યોજનામાં રોકાણ કરી એક સુરક્ષિત ભવિષ્યની કામના કરી શકો છો. તેનાથી વૃદ્ધાવસ્થા માટે એક નિશ્ચિત પેન્શન જમા થઈ શકે છે. તેમા રોકાણ કરવા માટે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનામાં રોકાણની શરૂઆતની રકમ રૂપિયા 42 છે. સારી વાત એ છે કે જ્યારે તમારી ઉંમર 60 વર્ષ થઈ જશે ત્યારે તમને આજીવન પેન્શન મળતુ રહેશે. મૃત્યુ થવાના સંજોગોમાં આ પેન્શન તમારા સહયોગીને મળશે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા પૈસા સુરક્ષિત રહે છે. અટલ પેન્શન યોજના હેઠળ 1 થી 5 હજાર સુધીનું માસિક પેન્શન મળતુ રહે છે.આ અંગેની વિશેષ જાણકારી https://bit.ly/3bOVka3 પર જોઈ શકાય છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (Prime Minister Jeevan Jyoti Insurance Scheme)
આ યોજનાની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ યોજના સરકારનો એક ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન છે. તેનો અર્થ છે કે જો પોલિસીધારકનું મોત થાય છે. વિમા કંપની ઈન્સ્યોરન્સની રકમની ચુકવણી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો પોલિસીધારક આ યોજનાના સમયે સંપૂર્ણ સુરક્ષિત રહે છે તો તેને યોજનાનો કોઈ જ લાભ મળતો નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે 18થી 50 વર્ષની ઉંમર હોવી જોઈએ. તેનો લાભ કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. આ પોલિસી મેચ્યોરિટીની ઉંમર 55 વર્ષ હોય છે. જેને પ્રત્યેક વર્ષ રિન્યુ કરાવવી જરૂરી છે. તે અંગે વધુ માહિતી માટે https://bit.ly/3cXcRgb પર ક્લિક કરો.
પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana)
સરકારની આ યોજનામાં વાર્ષિક ફક્ત 12 રૂપિયા કપાય છે. તેનો લાભ મેળવવા માટે 18 વર્ષથી 70 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. આ યોજના ભારતીય નાગરિકોને આકસ્મિક વિમો આપે છે. જો કોઈ દુર્ઘટનામાં મૃત્યુ થાય છે અથવા વિકલાંગ થવાના સંજોગોમાં આ યોજના હેઠળ વિમા કવર આપવામાં આવે છે. દેશની મહત્તમ જનસંખ્યા આ યોજનાનો લાભ મેળવી રહી છે. વધારે માહિતી માટે https://bit.ly/2VKIT9u પર જઈ શકો છો.
Share your comments