Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બાવળા, અમદાવાદ ખાતે ઇરેડિયેશન પ્લાન્ટથી નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ (એફપીઓ) દ્વારા પ્રથમ વખત “કેસર કેરી” નિકાસ – ખેડૂતોએ વ્યક્ત કરી ખુશી

એફ.પી.ઓના માધ્યમથી હવે નવસારી જિલ્લાના ખેડૂતોએ વૈશ્વિક બજારમાં પગ મૂક્યો છે. નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ દ્વારા ભારતીય કેરીની શાન ગણાતી

KJ Staff
KJ Staff

એફ.પી.ઓના માધ્યમથી હવે નવસારી જિલ્લાના ખેડૂતોએ વૈશ્વિક બજારમાં પગ મૂક્યો છે. નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ દ્વારા ભારતીય કેરીની શાન ગણાતી “કેસર કેરી”ની સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા પ્રોત્સાહિત એફ.પી.ઓ (ખેડુત ઉત્પાદક સંગઠન) દ્વારા નિકાસની આ પ્રથમ પહેલ માનવામાં આવે છે. આપણા સ્થાનિક ખેડૂતોએ પોતાની ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવી છે અને વિદેશી હુંડીયામણ કમાવાની તક મેળવી છે એ ખુબ ખુશીની વાત છે.

આજ રોજ આ પ્રસંગે ખેડુત ઉત્પાદક સંગઠનના આ પ્રથમ એક્સપોર્ટ કન્ટેનરનું લીલી ઝંડી આપીની ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડિરેક્ટર્સ ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે સંપ ઈન્ડિયા કન્સોર્ટિયમ ઓફ ફાર્મર પ્રોડ્યુસર કં. લી. ના ડિરેક્ટર શ્રી આશીષભાઈ પટેલ તથા પશુપતિ કોટસપીન લિ. (CBBO) ના ટીમ લીડર શ્રી ભાવેશભાઈ ખૂંટી, હોર્ટિકા ફૂડ એલએલપીના ડિરેક્ટર શ્રી ચેતન મેંદપરા તથા ખેડૂત પ્રતિનીધી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજે આ પ્રથમ તબક્કામાં જ  ૧૨૦૦ કિલો કેસર કેરીનું અમેરિકામાં  નિકાસ કરવામાં આવી, જેમાં ખાસ સાવધાનીપૂર્વક પસંદ કરેલી કેરીનો સમાવેશ કરવામાં આવ્યો. એફપીઓએ APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) ના ધારાધોરણો મુજબ સમગ્ર નિકાસ પ્રક્રિયા પૂરી પાડી હતી તથા યુ.એસ.એ.ના ધોરણો અનુસાર કેરીની પસંદગી કરવામાં આવી હતી જેમાં ગુણવત્તા, કદ જૈવ સુરક્ષા નિયમોનું પાલન, પેકેજિંગ વગેરે બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન માર્કેટિંગ અને લોજિસ્ટિક માટેની મદદ હોર્ટિકા ફૂડ એલએલપી દ્વારા પૂરી પાડવામાં આવી હતી તથા APEDA ની ગુજરાત ખાતેની રીજેઓનલ ઓફીસ દ્વારા વિઝીટ તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિ. દ્વારા થયેલી આ નિકાસ પહેલ ખેડૂતોને બહુવિધ લાભ આપશે. આંતરરાષ્ટ્રીય બજારમાં કેસર મેંગોની ઊંચી કિંમતથી ખેડૂતોને સ્થાનિક બજાર કરતાં વધુ નફો મળશે. યુ.એસ.એ. જેવા પ્રીમિયમ બજારોમાં પ્રવેશથી તેમના ઉત્પાદનોની માંગ વધશે. એફપીઓ મોડેલ ખેડૂતોને એકજૂથ બનાવી, એક કોમન પ્લેટફોર્મ પૂરું પાડી બજાર કરતા વધારે ભાવ મેળળવા મદદરૂપ થાય છે. નિકાસ પ્રક્રિયા દ્વારા તેઓ આધુનિક કૃષિ પદ્ધતિઓ, ગુણવત્તા નિયંત્રણ અને પેકેજિંગની તાલીમ મેળવશે. આ ઉપરાંત, આ નિકાસ ગુજરાતના ખેડૂતો અને તેમની “કેસર કેરી”ની વૈશ્વિક ઓળખ વધારી, તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે.

શ્રી આશીષભાઈ પટેલ, ડિરેક્ટર સંપ ઈન્ડિયા કન્સોર્ટિયમ ઓફ એફપીસીએલ અને ટીમ લીડર, સમર્થ એગ્રીકલ્ચર (CBBO) નું નિવેદન:

"આ નિકાસ એ માત્ર વેપાર નથી, પણ ખેડૂત શક્તિનું ઉદાહરણ છે. એફપીઓ મોડેલ દ્વારા અમે ખેડૂતોને તાલીમ, ટેક્નોલોજી અને વિશ્વસનીય માર્ગદર્શન આપી શક્યા, જેના પરિણામે આ સફળતા મળી. ભવિષ્યમાં પણ અમે આવી પહેલને વધુ વિસ્તૃત બનાવશું."

શ્રી ભાવેશભાઈ ખૂંટી, ટીમ લીડર, પશુપતિ કોટસપીન લિ. (CBBO) નું નિવેદન:

“હવે ખેડુત ખેતી સાથે સાથે ઉત્તમ વેપારી બનવા તરફ આગળ વધી રહ્યા છે, આ નિકાસ એ એફપીઓ અને ખેડૂતો વચ્ચેની ઊંડિ સહભાગિતાનું પ્રતિબિંબ છે જે ખેડુત ઉત્પાદક સંગઠન દ્વારા શક્ય બન્યું છે. અમારા સહયોગ દ્વારા ખેડૂતોને વૈશ્વિક સ્તરે લાવવા માટે અમે સતત પ્રયત્નશીલ છે.

નવપૂર્ણા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ડિરેક્ટરનું નિવેદન:

"અમારા ખેડૂત સભ્યોના સમર્પણ અને સહયોગીઓના સમર્થનને કારણે આ સફળતા શક્ય બની છે. યુ.એસ.એ.માં કેસર મેંગોની નિકાસ એ અમારા માટે માત્ર વ્યવસાય નથી, પરંતુ ગુજરાતની કૃષિ વિરાસતને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો અવસર છે."

ચેતન મેંદપરા, ડિરેક્ટર, હોર્ટિકા ફૂડ એલએલપીનું નિવેદન:

"અમે નવપૂર્ણા FPO સાથે મળીને ભારતીય કેસર મેંગોની ગુણવત્તાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે ગર્વ અનુભવીએ છીએ. આ નિકાસ ખેડૂતોને યોગ્ય બજાર મૂલ્ય અને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવશે. અમે આવી પહેલને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ."

આ નિકાસ ભારતીય કેસર મેંગોની ગુણવત્તા અને વૈશ્વિક માંગને પ્રકાશિત કરે છે, જે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે નવી તકો ખોલશે

Share your comments

Subscribe Magazine

More on News

More