આ પ્રી-બજેટ ચર્ચા-વિચારણમાં સેક્ટર સંબંધિત સમસ્યાઓ અને તેના ઉપયોગ અંગે અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ અગાઉ નાણાં પ્રધાને સંબંધિત હિતધારકો સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી. નાણા પ્રધાન દ્વારા આગામી સમયમાં ખેડૂત સંગઠનો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.
સરકારે વર્ષ 2020-21 માટે રજૂ કરેલા બજેટમાં ખેડૂતોની આવક બમણી કરવાન લક્ષ્ય નક્કી કર્યો હતો. એટલે કે સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે. આ સંજોગોમાં આગામી બજેટમાં ખેડૂતોની આવકના લક્ષ્યાંકને પણ વિશેષ પ્રાધાન્યતા આપવામાં આવી શકે છે.
નાણાં પ્રધાને બજેટ અંગે શું કહ્યું ?
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ નાણાં પ્રધાને કહ્યું હતું કે આગામી બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્ર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવાથી અર્થતંત્રમાં ટકાઉ સુધારો જોવા મળી શકે છે.
RBIના વડાનો બજેટ અંગે અભિપ્રાય
નાણાં પ્રધાન ઉપરાંત ભારતીય રિઝર્વ બૅંક (RBI)ના વડા શક્તિકાંત દાસ પણ કહી ચુક્યાં છે કે આગામી બજેટમાં અર્થતંત્રની વૃદ્ધિ ઉપર ભાર આપવામાં આવશે.
આ બજેટમાં કઈ બાબત પર રહેશે ફોકસ ?
ખેડૂતોને ધ્યાનમાં રાખ્યા વગર મજબૂત અર્થતંત્રની કલ્પના કરી શકાતી નથી. તેતી પ્રત્યેક વર્ષના બજેટમાં સરકાર ખેડૂતો પ્રત્યેક ધ્યાન આપે છે અને હાલમાં ખેડૂતોનો મુદ્દો પણ ગરમાયો છે. આવા સંજોગોમાં અત્યારે સ્પષ્ટપણે કહી શકાય છે કે ખેડૂતો માટે સરકાર આ બજેટમાં શું ખાસ કરી શકે છે ? અલબત્ત, કેટલાક લક્ષ્યાંકો અને યોજનાઓનું સરકાર ચોક્કસ વિસ્તૃતીકરણ કરી શકે છે. આ સાથે ખેડૂતોની આવકને બમણી કેવી રીતે કરી શકાય ? તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.
જો ગત બજેટની તુલના કરીએ, તો આ બજેટ ખૂબ જ ખાસ રહેશે. અગાઉના બજેટમાં સરકારે ટેકાના ભાવ (MSP) પડતરમાં 50 ટકાથી વધુનો વધારો કર્યો હતો. તેવી રીતે આ વખતે પણ સરકાર અન્ય કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે ખેડૂતોને હાઈટેક કરવા માટે આગામી 10 વર્ષમાં કૃષિ પ્લાંટ મિકેનાઇઝેશનને બમણુ કરવાનો લક્ષ્ય છે કે જેથી દેશના ખેડૂતોને લાભ પહોંચી શકે. કેન્દ્રીય પ્રધાનના મતે દેશમાં 95 ટકા કૃષિ ડિવાઇસ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
આ બજેટમાં સરકારનું ફોકસ રહેશે કે ખેડૂતોને સસ્તી કિંમતે એડવાંસ્ડ કૃષિ યંત્ર કેવી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી આધુનિક ખેતીને ઉત્તેજન મળી શકે ?
આ સામાન્ય બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર આપવામાં આવી શકે છે.
આ વર્ષે કોરોના (CORONA) વાઇરસના ચેપથી ફેલાયેલા કોવિડ 19 (COVID 19) રોગચાળાના લીધે દેશના અર્થતંત્રને અસર થઈ છે. અનેક કારોબાર લગભગ ઠપ્પ થઈ ગયા. માટે સરકાર ઠપ્પ થઈ ગયેલા કારોબાર તથા અર્થતંત્રને વેગ આપવા માટે નવી યોજના રજૂ કરી શકે છે.
Share your comments