Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વાહ વાહ ! ખેડૂત બનશે આ બેંક નો માલિક ! જાણો, લાઇસન્સ લેવાની સરળ શર્ત !

ખેડૂત ને પોતાની મહેનત અને બીજ ની તેનાથી વધારે કોઈ સારી રીતે ન સમજી શકે. ખેતી માં બીજ એ સારી ખેત પેદાશ માટે નું એક અગત્ય નો હિસ્સો છે. અને જયારે આ જ હિસ્સો ક્યારેક ખેતર માં પડે તો ખેડૂત ની પુરી મહેનત બેકાર થઇ જતી હોય છે. તો આવું ન થાય અને સારા બીજ ને ઉત્તરોત્તર વધારો કરીને વધુ ને વધુ ખેડૂત મિત્રો ને મળી રહે તે માટે સરકારે એક સરસ યોજના નું આયોજન કર્યું છે જે સમય ખેડૂત પણ બીજ બેંક ખોલી તેનું લાઇસન્સ મેળવી શકે છે.

KJ Staff
KJ Staff
બીજ બેંક
બીજ બેંક

ખેડૂત ને પોતાની મહેનત અને બીજ ની તેનાથી વધારે કોઈ સારી રીતે ન સમજી શકે. ખેતી માં બીજ એ સારી ખેત પેદાશ માટે નું એક અગત્ય નો હિસ્સો છે. અને જયારે આ જ હિસ્સો ક્યારેક ખેતર માં પડે તો ખેડૂત ની પુરી મહેનત બેકાર થઇ જતી હોય છે. તો આવું ન થાય અને સારા બીજ ને ઉત્તરોત્તર વધારો કરીને વધુ ને વધુ ખેડૂત મિત્રો ને મળી રહે તે માટે સરકારે એક સરસ યોજના નું આયોજન કર્યું છે જે સમય ખેડૂત પણ બીજ બેંક ખોલી તેનું લાઇસન્સ મેળવી શકે છે. જાણીયે, કેવી રીતે કામ કરે છે બીજ બેંક? તેમાં સરકાર ની ભાગીદારી કેવી કે કેવી રીતે તે મદદ કરશે ? ખેડૂત કેવી રીતે બીજ બેંક નું લાઇસન્સ મેળવી શકશે અને તેનાથી અન્ય ખેડૂતો ને કેવા લાભ થશે જાણીયે વિસ્તૃત માહિતી માં.

કેન્દ્ર સરકાર ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. આ દરમ્યાન, અન્ય એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, બીજ બેંક યોજના મોટા પાયે શરૂ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત દેશભરમાં જિલ્લાવાર બીજ બેંકો બનાવવામાં આવશે. આ સાથે ખેડુતોને બીજ બેંકનું લાઇસન્સ આપવામાં આવશે. આ રીતે ખેડૂત બિયારણ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે.

બીજ
બીજ

શું યોજના આ છે?

આ યોજના અંતર્ગત દેશના 650 જિલ્લાઓમાં સીડ બેંકોની સ્થાપના કરવામાં આવશે.હાલ ના સમયે ખેડૂતો લગભગ 30 ટકા બીજ જાતે તૈયાર કરે છે, જ્યારે બીજી બાજુ, બિયારણ માટે બજાર અથવા સરકારના સસ્તા બિયારણની ઉપલબ્ધતાને આધારે. ઘણી વખત બીજની ગુણવત્તા બગડતી હોય છે, જેના પરિણામે ખેડૂતો ને પાકની ઓછી આવક થાય છે. આવી સ્થિતિમાં, ખેડૂતો યોગ્ય દિશામાં સક્રિય થાય તે માટે મંત્રાલયે પાછલા પરવાના નિયમોમાં પણ ઢીલ મૂકી છે. આ સાથે, સ્થાનિક કૃષિ પ્રસાર કેન્દ્રમાં ખેડૂતોને તાલીમ આપવામાં આવશે.

લાઇસન્સ માટે ની યોગ્યતા

  • બીજ બેંક ના લાઇસન્સ માટે ધારક ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.
  • ખેડૂતની પોતાની, ભાગે અથવા ભાડાપટા કરાર પર ઓછામાં ઓછી 1 એકર જમીન હોવી જોઈએ.
  • રાજ્ય કક્ષાએથી બિયારણના સ્તર અને ધોરણો માટે નોંધણી અને પ્રમાણિત કરવું પડશે.

મળશે સરકારી સહાય 

તમને જણાવી દઇએ કે સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે રકમ આપવામાં આવશે. આ ઉપરાંત ભંડારણ સુવિધા, તાલીમ સુવિધાઓ અને ઉપલબ્ધ સંસાધનો પર પણ સબસિડી આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, સીડ બેંકનું લાઇસન્સ લેનારા ખેડૂતને બજાર ઉપલબ્ધ કરાવવામાં રાજ્ય સરકાર જવાબદારી સ્વરૂપે મદદ કરતી રહેશે.

અગાઉ થી જ નક્કી કરવામાં આવશે બીજની કિંમત

આમાં સૌથી સારી વાત એ છે કે બીજની કિંમત અગાઉથી જ નક્કી કરવામાં આવશે. આ માટે રાજ્ય બીજ નિગમ પાકના લઘુતમ ટેકાના ભાવની એમએસપી પર 20 ટકા રકમ ઉમેરીને પ્રોસેસિંગ બિયારણના આધારે ખરીદી કિંમત નક્કી કરશે. જો જિલ્લા કક્ષાએ બીજબેંક હોય તો ખેડૂત સારા અને સસ્તા બિયારણ મેળવી શકશે તેમજ ઉચ્ચ ગુણવત્તાવાળો પાક મેળવી શકશે.

Share your comments

Subscribe Magazine

More on News

More