Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ટામેટાની કમાણીથી ખુશ થઈને ખેડૂતે કાઢ્યું સરઘસ... એક લાખ ખર્ચ કરી કમાયા સાત લાખ

મહારાષ્ટ્રના વિદર્ભમાં ખેડૂતો ડુંગળીના ઘટતા ભાવથી ઘણા નારાજ છે, જ્યારે વાશિમ જિલ્લામાં ટામેટાના ઉત્પાદનથી ખુશ થયેલા એક ખેડૂતે ટામેટાના વેલાઓનું સરઘસ કાઢ્યું હતું. દેપુલ ગામના ખેડૂત ઋષિકેશ ગંગાવાનેએ ફેબ્રુઆરી મહિનામાં તેના દોઢ એકર ખેતરમાં ટામેટાંનો પાક વાવ્યો હતો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
tomatoes
tomatoes

પાક ઘણો સારો હતો, તે દરમિયાન ટામેટાંના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હતો. વાશિમમાં ટામેટાં 90 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાવા લાગ્યા છે.

ખેડૂત ઋષિકેશે જણાવ્યું કે તે છેલ્લા 2 વર્ષથી તેના ખેતરમાં ટામેટાંનો પાક વાવે છે. પરંતુ ગત વર્ષે વધારે વરસાદ પડવાને કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ આ વખતે ટામેટાંનો પાક ખુબ સારો થયો છે અને ટામેટાના પાકના ભાવ પણ સારા મળ્યા છે.

ખેડૂત ઋષિકેશ કહે છે કે તેમણે તેમના દોઢ એકર ખેતરમાં ટામેટાંનો પાક ઉગાડ્યો હતો. જેમાં ખાતર અને અન્ય વસ્તુઓ સહિત રૂ.1 લાખનો ખર્ચ થયો હતો. ખેડૂત  ઋષિકેશ ગંગાવાને દાવો કર્યો છે કે તેના ટામેટાના પાક પર 8 લાખ રૂપિયાની કમાણી થઈ છે. જેમાં તેમણે સીધે સીધા 7 લાખ રૂપિયાનો નફો કર્યો હતો.

આ પણ વાંચો:

ટામેટાના પાકથી ખુશ ઋષિકેશે ગામમાં શોભાયાત્રા કાઢી

ટામેટાના પાકમાં થયેલા નફાથી ખુશ થઈને ખેડુત ઋષિકેશ ગંગાવાને ટામેટાની સૂકી વેલો ગાડીમાં રાખી અને આખા ગામમાં શોભાયાત્રા કાઢી અને બેન્ડવાગન સાથે તેનું વિસર્જન પણ કર્યું. સામાન્ય રીતે ખેડૂતો ટામેટાના સૂકા વેલાને બાળી નાંખતા હોય છે અથવા તો તેને ક્યાંક ફેંકી દેતા હોય છે. પરંતુ ઋષિકેશ ગંગાવાને ટામેટાના સૂકા વેલાનુ પાણીમાં વિસર્જન કર્યુ.

ટામેટાંમાં મોટી માત્રામાં પૌષ્ટિક તત્વો રહેલા હોય છે

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાસિક, પુણે, સતારા, અહમદનગર, નાગપુર, સાંગલી જિલ્લામાં ટામેટાની સૌથી વધુ ઉપજ થાય છે. ટામેટાંમાં મોટી માત્રામાં પૌષ્ટિક તત્વો રહેલા હોય છે, ટામેટાં વિટામીન A, B અને K તેમજ ચૂનો, આયર્ન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં ટામેટાની ખેતીનો વિસ્તાર લગભગ 29,190 હેક્ટર જેટલો છે.

આ પણ વાંચો:

Share your comments

Subscribe Magazine

More on News

More