પાટનગર દિલ્લીના સરહદે છેલ્લા 8 મહીનાથી ત્રણ કાયદાને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનના લીધે સંયુક્ત કિસાન મોર્ચા દિલ્લીમાં કિસાન સંસદની 22 જુલાઈથી શરૂઆત કરી દીધી છે, જેનો આજે બીજો દિવસ છે.
પાટનગર દિલ્લીના સરહદે છેલ્લા 8 મહીનાથી ત્રણ કાયદાને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનના લીધે સંયુક્ત કિસાન મોર્ચા દિલ્લીમાં કિસાન સંસદની 22 જુલાઈથી શરૂઆત કરી દીધી છે, જેનો આજે બીજો દિવસ છે. ખેડૂત આગેવાનો મુજબ આ ખેડૂત સંસદ સંસદના ચોમાસા સત્ર સુધી દરરોજ યોજાશે, જ્યારે બે દિવસોમાં ખેડૂક સંસદમાં દેશના 20 સાંસદોએ હાજરી આપી છે, જેમથી એક પણ ગુજરાતના નથી. કેમ કે ગુજરાતના બધા લોકસભાના 26 અને રાજ્યસભાના 11માં થી 8 સાંસદો ભાજપનો છે.
ગુજરાતના ખેડૂતોની અપેક્ષા
ગુજરાતના જેટલા 37 સાસંદો (રાજ્યસભા અને લોકસભા) છે તેમાથી એક પણ ત્યા નથી ગયો, તે લોકો ખેડૂતોની જે અપેક્ષા હતી તેને ફગાવી નાખ્યો. 37માં થી 34ના જાય આ તો સમઝવામાં આવે છે કેમ તે લોકો ભાજપનો છે પણ જે કાંગ્રેસ શરૂઆતથી જ આ આદોલન સાથે ખભાથી ખભા મળાવીને ઉભી છે તે કાંગ્રેસના ત્રણ સાસંદો કેમ આ આ ખેડૂત સંસદમાં હાજિરી નથી આપી. કોંગ્રેસના ગુજરાતના સાંસદોમાં શક્તિ ગોહીલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિક શામિલ છે.
દિલ્લીના જંતર-મંતર પર ચાલે છે ખેડૂત સંસદ
ખેડૂત આગેવાનો જંતર મંતર મધે જે ખેડૂત સંસદ ઊભી કરી છે તે કાયદાનો વિરુદ્ધ છે. કિસાન સંસાદના પહેલા દિવસે ખેડૂત આગેવાનોએ તેમના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર જાહેર કરીને વ્હીપ આપ્યો અને ઠરાવો પણ પસાર થયો. આઠ મહિના સુધી સંયુક્ત કિસાન મોરચાની આગેવાની હેઠળ ખેડૂત નેતાઓએ ત્રણેય કૃષિ કાયદા, ફાર્મ કાયદાને રદ કરવાની માંગ સાથે ગુરુવારે સંસદની કૂચ કરી હતી. સંયુક્ત કિસાન મોરચાએ જો ખેડુતોની માંગ નહીં ધ્યાને લેમાં આવે તો સંસદની સમાંતર ખેડૂત સંસદ ચલાવવાની જાહેરાત કરી હતી. સંસદની આજુબાજુ મંજૂરી ન મળ્યા બાદ ખેડૂત નેતાઓને જંતર-મંતર ખાતે જગ્યા મળી ગઈ છે, જ્યાં સંસદ જેવી ખેડૂત સંસદ 13 ઓગસ્ટ સુધી ચાલશે.
સંસદના પહેલા દિવસે ખેડૂતને 43 નેતાઓએ સંબોધન કર્યું હતું. જેમાં રાકેશ ટીકેટ, યોગેન્દ્ર યાદવ, શિવકુમાર કક્કા, મહેન્દ્ર રાય, હન્નાન મૌલા, અગ્રણી વકતા હતા. એપીએમએક એક્ટ એપીએમસી એક્ટ અંગે કિસાન સંસદના પહેલા દિવસે ચર્ચા કરવામાં આવી હતી.
શુ કીધુ રાકેશ ટિકેત
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંયુક્ત કિસાન મોરચાના મહત્વપૂર્ણ સભ્ય, રાકેશ ટીકાઈતે કહ્યું કે સારું થયું, આજે સરકારે સ્વીકાર્યું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ખેડૂત છે. આ ખેડૂતોની સંસદ છે, અહીંથી દરખાસ્તો પણ પસાર કરવામાં આવશે. અહીંથી પ્રસ્તાવ હશે કે ભારત સરકારની સંસદ, કિસાન કિસાન સંસદ, કિસાન સંસદ દ્વારા રદ કરવામાં આવેલા ત્રણ કાળા કાયદા દેશની સંસદ પણ રદ કરે એવો પ્રસ્તાવ આજે અહીંથી પસાર કરવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે આજે જે વાતચીત ચાલી રહી છે તે બજારમાં છે. બજાર સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે. મંડીનો અર્થ એમએસપી નહોતી. આ દરમિયાન યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકાર સાથેની 11 બેઠકોમાં જે બન્યું, અમે તેની વિગતવાર માહિતી અહીં આપીશું. અમે ત્રણ કૃષિ કાયદાઓની વિગતવાર ચર્ચા કરીશું. ખેડુતોના નેતાઓના મતે તેમનો સમર્થન વધી રહ્યું છે. કેરળના 20 સાંસદ પણ તેમને મળવા આવ્યા હતા. આગળ અનેક સંસદસભ્યો તેમની સાથે સંપર્કમાં છે. તેમના મુદ્દાઓ કોણ ઉઠાવશે.
Share your comments