Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

‘ગુલાબ’ વાવાઝોડાની અસર ગુજરાતના આ વિસ્તારોમાં પણ દેખાશે

બંગાળની ખાડીમાં ઉઠી રહેલા ગુલાબ ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
'Gulab' Cyclone
'Gulab' Cyclone

બંગાળની ખાડીમાં ઉઠી રહેલા ગુલાબ ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.

‘ગુલાબ’ વાવાઝોડુ બંગાળની ખાડીમાં ઉદભવ્યુ હતુ અને ધીરે ધીરે તે આગળ વધી રહ્યુ છે જેન અસર બંગાલ સહિત બીજા અન્ય રાજ્યોમાં પણ દેખાશે તેવુ લાગી રહ્યુ છે આ વાવાઝોડાના કારણે ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.

24 કલાકમાં પશ્ચિમ બંગાળની સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ બંગાળના ઘણા ખરા ભાગોમાં ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મ્યાંમારના દરિયા કિનારાના વિસ્તારમાં સોમવારે ચકરાવો બનવાની શક્યતા છે. જો આ ચકરાવો મ્યાંમારના દરિયા કિનારાના વિસ્તારમાં બનશે તો તેની સીધી અસર 24 પરગના, પૂર્વ અને પશ્ચિમી બર્દ્ધમાન, હાવડા, ઝારગ્રામ, બાંકુડા અને પુરુલિયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મંગળવારે ભાકે વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાથી ‘ગુલાબ’ વાવાઝોજુ પસાર થશે જેના કારણે મંગળવારે સવારે 24 પરગના અને પૂર્વ મિદનાપુર જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશાના અનેક ભાગોમાંથી સોમવારે વરસાદ ચાલુ રહેશે. આ વિસ્તારોમાં આઈએમડીએ માછીમારી આગલી સૂચના સુધી માછલી પકડવા માટે સમુદ્રમાં ન આવો તેમ જણાવ્યુ છે

દિલ્હી માટે ગ્રીન એલર્ટ જારી કર્યુ

સોમવારે દિલ્હીમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન ક્રમશઃ 34 અને 25 ડિગ્રી સેલ્સિયલની આસપાસ નોંધાવાનું અનુમાન છે. વિભાગે સોમવાર માટે ગ્રીન એલર્ટ જારી કર્યુ છે

આગામી 2 દિવસ ગુજરાત અને રાજસ્થાનમાં “ગુલાબ” વાવાઝોડાની અસર

  • ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને રાજ્યના દક્ષિણી ભાગ સહિત રાજ્યના અનેક ભાગોમાં આવતા બે દિવસ વરસાદ ચાલુ રહેશે
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર, ખાસ રીતે જામનગર, દેવભૂમિ દ્વારકા, અમેરેલી અને ભાવનગર જિલ્લામાં આવનારા બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેવુ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે
  • રાજસ્થાનમાં આગામી 3 દિવસ ભારે વરસાદ થઈ શકે છે.
  • રાજસ્થાનના પૂર્વ ભાગોમાં ચોમાસુ સક્રિય બની રહેશે અને મોટાભાગોમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ થશે.
  • રાજસ્થાનના દક્ષિણી ભાગોના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

Share your comments

Subscribe Magazine

More on News

More