Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જિલ્લામાં 48 હજાર મેટ્રિક ટનનો લક્ષ્યાંક હતો, માત્ર 400 ક્વિન્ટલ ઘઉંની થઈ ખરીદી

આ વખતે આગ્રા જિલ્લામાં ઘઉંની ખરીદીની ખરાબ સ્થિતિ રહી. માત્ર 400 ક્વિન્ટલ ઘઉંની ખરીદી થઈ શકી હતી. 10 કેન્દ્રોમાં તો બોણી પણ થઈ નથી.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
wheat
wheat

આગ્રા જિલ્લામાં આ વર્ષે ઘઉંની ખરીદીમાં મોટુ નુકસાન થયુ છે. 48 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો લક્ષ્‍યાંક મળ્યો હતો, પરંતુ માત્ર 400 ક્વિન્ટલ ઘઉંની જ ખરીદી થઈ શકી હતી. જિલ્લા ફૂડ માર્કેટિંગ અધિકારી અજય વિક્રમ સિંહે જણાવ્યું હતું કે 15 જૂન સુધીમાં ઘઉંની ખરીદી થવાની હતી. આ વર્ષે 48 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો લક્ષ્‍યાંક મળ્યો હતો, માત્ર 400 ક્વિન્ટલ ઘઉંની ખરીદી થઈ હતી.

10-12 કેન્દ્રો એવા પણ હતા જ્યાં ઘઉંની ખરીદી શૂન્ય રહી. ગયા વર્ષની વાત કરીએ તો લક્ષ્યાંક કરતા દોઢ ગણી ઘઉંની ખરીદી કરવામાં આવી હતી. 2021માં 31 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક મળ્યો હતો અને 45 હજાર મેટ્રિક ટન ઘઉંની ખરીદી થઈ હતી. ગયા વર્ષે ટેકાના ભાવ રૂપિયા 1950 હતા. ત્યારે બજારમાં ઘઉંનો ભાવ ઓછો હોવાને કારણે ખેડૂતોએ સરકારી કેન્દ્રો પર ઘઉંનું વેચાણ કર્યું હતું.

કિરાવલીમાં 170 ક્વિન્ટલની ખરીદી થઈ શકી

કિરાવલી વિસ્તારમાં ખોલવામાં આવેલા 37 ખરીદ કેન્દ્રોમાં બુધવારે ઘઉંની ખરીદીનો છેલ્લો દિવસ હતો. અહીં 38500ના લક્ષ્યાંક સામે માત્ર 170 ક્વિન્ટલ ઘઉંની ખરીદી થઈ શકી હતી. સહકારી સમિતિ કુકથલાના સેક્રેટરી વિરેન્દ્ર વિક્રમે જણાવ્યું કે આ વખતે બોણી પણ થઈ નથી.

અરુઆ સહકારી સમિતિના સેક્રેટરી વિનોદ યાદવ, મનિયા સહકારી સમિતિના સેક્રેટરી હાકિમ સિંહ અને રાયભા માં  પણ આવી જ સ્થિતિ વિશે માહિતી આપી છે. અછનેરામાં અઢી માસ દરમિયાન માત્ર 30 ક્વિન્ટલ ઘઉંની ખરીદી થઈ છે. પીસીએફના પ્રાદેશિક વ્યવસ્થાપક અજયે જણાવ્યું કે 38500 ક્વિન્ટલની ખરીદીનો લક્ષ્યાંક હતો પરંતુ માત્ર 170 ક્વિન્ટલની ખરીદી થઈ શકી.

પાંચ કેન્દ્રો પર શૂન્ય ખરીદી નોંધાઈ

બુધવારે પીસીએફના મધેપુરા, કરણપુરા, અભયપુરા, ચમરૌઆ, લખનપુરા ખાલસા કેન્દ્રો પર પણ ખેડૂતોની રાહ જોવાઈ હતી, પરંતુ કોઈ પહોંચ્યું ન હતું. આ કેન્દ્રોમાં 8 થી 10 હજાર ક્વિન્ટલનો લક્ષ્યાંક હતો. જરાર એફસીઆઈ ખરીદ કેન્દ્રના પ્રભારી ઉમેશ કુમારે જણાવ્યું હતું કે અહીં માત્ર 10 ક્વિન્ટલ ઘઉંની ખરીદી થઈ હતી.

જેતપુરમાં 20 ક્વિન્ટલ ઘઉં અને સૂરજ નગર કેન્દ્રમાં 63 ક્વિન્ટલ ઘઉંની ખરીદી થઈ શકી. બુધવારે યમુના, ચંબલ પટ્ટાના ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલીઓ દ્વારા ઘઉં વેચવા માટે જરાર મંડી પહોંચ્યા હતા. ખેડૂત રામસેવક અને સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મંડીમાં ઉપજના સારા ભાવ મળી રહ્યા છે જ્યારે ખરીદ કેન્દ્રોના ટેકાના ભાવ ઓછા છે.

આ પણ વાંચો:APEDA એ કેરીની નિકાસને વેગ આપવા માટે બહેરીનમાં મેંગો ફેસ્ટિવલનું આયોજન કર્યુ

અકોલા પ્રાદેશિક સહકારી મંડળી પર કોઈ ખરીદી થઈ ન હતી

પ્રાદેશિક સહકારી મંડળીના સચિવ મહેશ ચંદ શર્માએ જણાવ્યું હતું કે 1 એપ્રિલથી 15 જૂન સુધી કોઈ ખેડૂત ઘઉં ખરીદવા કેન્દ્ર પર આવ્યો નથી. ખેડૂત યદુવીર સિંહે જણાવ્યું કે બજારનો ભાવ ટેકાના ભાવ કરતાં વધુ છે અને ચુકવણી પણ રોકડમાં થાય છે, જ્યારે સમિતિમાં વેચાણ કર્યા પછી, બેંકોના ધક્કા ખાઈને અઠવાડિયા કે તેથી વધુ સમય પછી ચુકવણી પ્રાપ્ત થાય છે.

સિકરીના છ કેન્દ્રો પર માત્ર 33 ક્વિન્ટલની ખરીદી

ફતેહપુર સીકરી વિસ્તારમાં, ઘઉંની ખરીદી માટે સ્થાપિત છ સરકારી કેન્દ્રોમાંથી, PCF કેન્દ્ર રસુલપુર, દુરા કેન્દ્ર અને જાજોલી કેન્દ્રમાં 15 જૂન સુધી એક પણ અનાજની ખરીદી કરવામાં આવી નથી. ડાબર સેન્ટર પર માત્ર 5 ક્વિન્ટલ ઘઉં અને મંડી કમિટી પરિસરમાં આવેલા કેન્દ્ર પર 28 ક્વિન્ટલ ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.

ફતેહાબાદમાં માત્ર નવ ક્વિન્ટલની ખરીદી

ફતેહાબાદ વિસ્તારમાં સ્થાપિત ઘઉં ખરીદ કેન્દ્ર પર 1 એપ્રિલથી 15 જૂન સુધી માત્ર નવ ક્વિન્ટલની જ ખરીદી થઈ હતી. 2015 રુપિયાના ટેકાના ભાવની સામે ખેડૂતોને બજારમાં 2200 થી 2250 પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળવાને કારણે આવું થયું. ખરીદ કેન્દ્રના પ્રભારી સબા સાજીદે જણાવ્યું કે ઘઉંના વેચાણ માટે ખેડૂતોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ખેતરોમાં બટાટા ઉગાડવામાં આવ્યા છે અને ઘઉં તેમના પોતાના ઉપયોગ માટે ઉગાડવામાં આવ્યા છે. માત્ર એક ખેડૂતે કેન્દ્ર પર પહોંચીને નવ ક્વિન્ટલ ઘઉંનું વેચાણ કર્યું છે.

આ પણ વાંચો:ખેડૂતો માટે સારા સમાચાર, કિસાન સમૃદ્ધિ યોજનાની મુદત 5 વર્ષ સુધી લંબાવાઈ

Share your comments

Subscribe Magazine

More on News

More