
કેંદ્ર સરકાર સરકારી નૌકરીની રાહ જોતા લોકો માટે પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઈંડિયા ખાતે જુદા-જુદા સેક્ટરોમાં હાજારો પ્રક્ષિશકોની ભર્તી કરશે. જેના માટે કેંદ્ર સરકાર જાહેરાત બાહેર પાડી છે.જે લોકો આ નૌકરી માટે ઈચ્છુક છે, તે આના માટે ઘરેથી જ ઑનલાઈન પ્રોસેસથી અર્જી કરી શકે છે.
કોરાના રોગચાળાના કારણે કેટલાક લોકોની નૌકરી જતી રહી અને તેમાથી એવા કેટલાક લોકો છે, જેમને હજી-સુધી નૌકરી નથી મળી. જો તમે પણ આ લોકોમાં છો અને સરકારી નૌકરી કરવા માંગો છો, તો તમારા માટે સારી ખબર સામે આવી છે. કેંદ્ર સરકાર સરકારી નૌકરીની રાહ જોતા લોકો માટે પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઈંડિયા ખાતે જુદા-જુદા સેક્ટરોમાં હાજારો પ્રક્ષિશકોની ભર્તી કરશે. જેના માટે કેંદ્ર સરકાર જાહેરાત બાહેર પાડી છે.
જે લોકો આ નૌકરી માટે ઈચ્છુક છે, તે આના માટે ઘરેથી જ ઑનલાઈન પ્રોસેસથી અર્જી કરી શકે છે. આ પોસ્ટ માટે અર્જી કરવાની છેલ્લી તારીખ 20 ઑગસ્ટ નક્કી કરવામાં આવી છે. 20 તારીખ પછી કરેલી બધી અર્જી નામંજૂર કરવામાં આવશે. ગુજરાતના વડોડરામાં તેના માટે 115 ખાલી જગ્યા છે.
ખાલી જગ્યાની વિગતો:
પોસ્ટ્સની કુલ સંખ્યા - 1,110
પોસ્ટનો નામ - એપ્રેન્ટિસ
દેશભરમાં ખાલી જગ્યાની વિગતો
કોર્પોરેટ સેન્ટર, ગુરુગ્રામ - 44
ઉત્તર ઝોન - I, ફરીદાબાદ - 134
ઉત્તરીય ક્ષેત્ર - II, જમ્મુ - 83
ઉત્તરીય ક્ષેત્ર - III, લખનૌ - 96
પૂર્વ ઝોન - I, પટના - 82
પૂર્વ ઝોન - II, કોલકાતા - 74
નોર્થ ઇસ્ટર્ન ઝોન, શિલોંગ - 127
ઓડિશા પ્રોજેક્ટ્સ, ભુવનેશ્વર - 53
વેસ્ટર્ન ઝોન - I, નાગપુર - 112
વેસ્ટર્ન ઝોન - II, વડોદરા - 115
સધર્ન ઝોન - I, હૈદરાબાદ - 76
સધર્ન ઝોન - II, બેંગલુરુ - 114
તેમાં ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા, સિવિલ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ સિવિલ, ઇલેક્ટ્રિકલ આઇટીઆઇ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ / ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ અને એચઆર એક્ઝિક્યુટિવ પેરોલ અને એમ્પ્લોયી ડેટા મેનેજમેન્ટ વગેરેની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પદ માટે ઉમ્મેદવારની વય મર્યાદા (ઉમ્ર સીમા) 18 વર્ષ નક્કી કરવામાં આવી છે.
આવેદન કરવાની પ્રક્રિયા (How to Apply)
લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 20 ઓગસ્ટ 2021 સુધી આ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ માટે, ઉમેદવારોએ પ્રથમ નીચેની વેબસાઇટ્સ mhrdnats.gov.in અથવા apprenticeshipindia.org ની મુલાકાત લઈને નોંધણી કરાવવી પડશે.
ત્યાં નોંધણી કર્યા પછી, તમને પોતાના નામ, સરનામુ એટલે કે, જે પણ માહિતી તમારાથી માંગવામાં આવશે તે તમને નાખવી પડશે, રજિસ્ટ્રેશન કરવા પછી સત્તાવર વેબસાઈટ પર જવું પડશે અને અર્જી ફોર્મ પર ક્લિક કરીને, ત્યાં આવેલું ફોર્મ ને ભરો અને તેને સબમિટ કરી દો. તમારી અર્જી સેલ્કટ થઈ કે નહીં થઈ તેની માહિતી તમને તમારા આપેલા ફોન નંબર પર મળી જશે.
Share your comments