સરકારી દુકાનો પર કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના વેચાણ 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે થવાના કારણે હવે બજારમાં પણ ડુંગળીના છૂટક ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારન સૂત્રો પાસેથી મળી માહિતી મુજબ સરકારી દુકાનો પર 35 રૂપિયા કિલોના ભાવે ડુંગળી મળવાના કારણે હવે બજારમાં પણ ડુંગળીના ભાવ ઘટીને 60 રૂપિયાથી 55 રૂપિયા થઈ ગયા છે. મુંબઈ અને દિલ્લી જેવા મહાનગરોમાં ડુંગળીની કિંમત ઘટીને 56 રૂપિયા પહોંચી ગઈ છે. વાત જાણો એમ છે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સરકારી દુકાન થકી ડુંગળીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીનું વેચાણ દિલ્લી મુંબઈ જેવા મહાનગરોના સાથે જ ચેન્નાઈ, કોલકાતા, અમદાવાદ, પટના, રાંચી, ગાંધીનગર, ભુવનેશ્વર, લખનૌ અને ગુવાહાટી જેવા શહેરોમાં પણ કરવામાં આવ્યું હતું.
મોબાઈલ વાન થકી વેચાણ
NCCF અને NAFED એ મોબાઈલ વાન અને આઉટલેટ્સ દ્વારા 35 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીનું વેચાણ કર્યો હતો એવું કહેવામાં આવી રહ્યું છે કે વધતી માંગને ધ્યાનમાં રાખીને, સરકારે સબસિડીવાળી ડુંગળીની માત્રામાં વધારો કરવાનો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ, કેન્દ્રીય ભંડાર આઉટલેટ્સ અને મધર ડેરીના સફલ સ્ટોર્સનો સમાવેશ કરવા માટે વિતરણ ચેનલોનો વિસ્તાર કરવાનો નિર્ણય પણ લીધો છે.
ડુંગળીનો બફર સ્ટોક
મળી માહિતી મુજબ ગયા વર્ષની સરખામણીમાં ડુંગળીનો બફર સ્ટોક 4.7 લાખ ટન અને ખરીફ વાવણી વિસ્તારમાં વધારો થવાથી સરકારને આશા છે કે આવતા મહિનાઓમાં ડુંગળીના ભાવ નિયંત્રણમાં રહેશે. ઉન્નત છૂટક અને જથ્થાબંધ વ્યૂહરચનાઓના સંયોજનથી કિંમતો સ્થિર થવાની અને પોષણક્ષમ ડુંગળીની વ્યાપક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની પણ અપેક્ષા છે.
ચૂંટણીના કારણે લેવાયું નિર્ણય!
જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બરના રોજ સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. તેના પર લાદવામાં આવેલી પ્રતિ મેટ્રિક ટન $550ની લઘુત્તમ નિકાસ કિંમત (MEP)ની શરત દૂર કરવામાં આવી છે. મતલબ કે હવે ભારતમાંથી કોઈપણ કિંમતે ડુંગળીની નિકાસ કરી શકાય છે. આ સાથે નિકાસ પર લાદવામાં આવતી ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે. આને મહારાષ્ટ્ર, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને દિલ્લી વિધાનસભાની ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે, કારણ કે મહારાષ્ટ્ર અને હરિયાણાની લોકસભા ચૂંટણી દરમિયાન ખેડૂતોએ ડુંગળીના મુદ્દે ભાજપ અને તેના સહયોગી પક્ષોને મોટો ઝટકો આપ્યો હતો.
આ પણ વાંચો: મોટો ફેરફાર , ખાદ્ય તેલની આયાતને લગતા એક મોટા નિર્ણય સાથે આગળ વધી વર્તમાન સરકાર
Share your comments