ભારતને આગળ વધારવા માટે દરેક ભારતીય કો આત્મનિર્ભર બનના હોગા. મોદી સરકારે જે લોકોનો કામ ધંધો બંદ થઈ ગયા છે કે પછી રોજગાર નથી, તે લોકોને પ્રધાનમંત્રી મુદ્રા લોનના અંતર્ગત 10 લાખનો લોન આપી રહી છે.
કૃષિ જાગરણ ગુજરાતી- કોરાના રોગચાળાના કારણે દેશની અર્થવ્યવસ્થાની પથારી ફરી ગઈ છે. કોરાનાના કારણે કેટલાક લોકોએ પોતાના રોજગાર પણ ગુમાવી દીધા.લોકો પાસે પોતાના ઘર ચલાવા માટે પોતાની સેવિંગ્સને ખર્ચ કરવા બદલ બીજો કોઈ રાસ્તા નથી.આને જોતા વડા પ્રધાન નરેંદ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી હતી. વડા પ્રધાનએ કીધુ હતુ કે ભારતને આગળ વધારવા માટે દરેક ભારતીય કો આત્મનિર્ભર બનના હોગા. મોદી સરકારે જે લોકોનો કામ ધંધો બંદ થઈ ગયા છે કે પછી રોજગાર નથી, તે લોકોને પ્રધાનમંત્રી મુદ્રા લોનના અંતર્ગત 10 લાખનો લોન આપી રહી છે.
જે તમે પણ પોતાના વેપાર શરૂ કરવા માંગો છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. જેમા તમારી મદદ કેંદ્ર સરકાર કરશે. મોદી સરકાર જે 10 લાખનો મુદ્રા લોન આપી રહી છે, તેથી તમે છોટા કારોબાર કે પછી પોતાના પુરાના ધંધા જે કોરાના રોગથાળાના કારણે બંદ થઈ ગયા હતા તેને ફરીથી શરૂ કરી શકો છો.
શુ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના
કેંદ્ર સરકાર નવા ધંધા અને પુરાના ધંધાને ફરીથી ઉભા કરવા માટે જે લોન આપી રહી છે, તે તમને પ્રધાનમંત્રી મુદ્રા લોનના અંતર્ગત મળશે.સાથે જ આ યોજનાથી એવા લોકોને પણ ફાયદા થશે જે લોકોને બેંકોંના નિયમ પૂરાના કરવાના કારણે લોન નથી મળતો. આ યોજનાના અંતર્ગત જે પણ માણસ જોડે પોતાના કુટિર ઉદ્યોગ છે તેને લોન મળી શકે છે સાથે જ સરકાર પાર્ટનરશિપમાં પણ લોન આપે છે.
ત્રણ તબક્કામાં લોન મેળવો
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ ત્રણ તબક્કામાં લોન આપવામાં આવે છે. સરકારે તેને શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન યોજનામાં વહેંચી દીધી છે.
શિશુ લોન યોજના
આ યોજના હેઠળ દુકાન વગેરે ખોલવા માટે 50,000 રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.
કિશોર લોન યોજના
આ યોજનામાં લોનની રકમ રૂપિયા 50,000 થી રૂપિયા 5 લાખ નક્કી કરવામાં આવી છે.
તરુણ લોન યોજના
જો તમે લઘુ ઉદ્યોગ શરૂ કરવા માંગો છો, તો તેના માટે તરુણ લોન યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયાની લોન લઈ શકાય છે.
કોણ-કોણ લઈ શકે છે લોન
પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના વેપારિઓ માટે છે. એટલે જે તમે મોટા વેપાર શરૂ કરવા માંગો છો તો આ યોજનાના અંતર્ગત તમને લોન નહીં મળે. આ યોજના અંતર્ગત નાની અસેંબલી એકમો, દુકાનદાર,ફળ, શાકબાજી વિક્રેતા.સેવા યોજનાના એકમો, ટ્રક ઓપરેટરો. ખાદ્ય સેવા એકમો, સમારકામની દુકાનો, મશીન,કામગીરી,નાના પાચે ઉદ્યોગો, કારીગરો,ખાદ્ય પ્રક્રિયા એકમો શરૂ કરવા માટે આ યોજના હેઠળ લોન લઈ શકાય છે.
કેવી રીતે મળશે લોન
પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ કોઈપણ સરકારી બેંક, ગ્રામીણ બેંક, સહકારી બેંક, ખાનગી બેંક અથવા વિદેશી બેન્કોમાં મુદ્રા લોન માટે અરજી કરી શકાય છે અને આમાંથી લોન લઈ શકાય છે. આરબીઆઈએ 27 સરકારી બેન્કો, 17 ખાનગી બેન્કો, 31 ગ્રામીણ બેન્કો, 4 સહકારી બેન્કો, 36 માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને 25 નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓને મુદ્રા લોનનું વિતરણ કરવા માટે અધિકૃત કર્યો છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશે વધુ માહિતી જોઈએ છે તો તમે www.mudra.org.in ની મુલાકાત લઈ શકો છો.
Share your comments