Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જર્મનીમાં G7 શિખર સંમેલનમાં ‘બહેતર ભવિષ્યમાં રોકાણ: આબોહવા, ઊર્જા, આરોગ્ય’ પર યોજાયેલા સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

દુર્ભાગ્યવશ, એવું માનવામાં આવે છે કે દુનિયાના વિકાસલક્ષી ધ્યેયો અને પર્યાવરણીય સંરક્ષણ વચ્ચે જડમૂળમાંથી ટકરાવ છે. બીજી એક ગેરસમજ એવી પણ છે, કે ગરીબ દેશો અને ગરીબ લોકો પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડે છે. પરંતુ, ભારતનો હજારો વર્ષથી વધુ જૂનો ઇતિહાસ આ દૃષ્ટિકોણને સંપૂર્ણપણે રદિયો આપે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
G7 Summit in Germany
G7 Summit in Germany

 પ્રાચીન ભારતે અપાર સમૃદ્ધિનો સમય જોયો છે; પછી અમે સદીઓ સુધી ગુલામીનો સમય પણ સહન કર્યો છે અને હવે સ્વતંત્ર ભારત આખી દુનિયામાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલું મોટું અર્થતંત્ર છે. પરંતુ આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન ભારતે પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને એક અંશે પણ મંદ થવા દીધી નથી. દુનિયાની 17% વસ્તી ભારતમાં વસે છે. પરંતુ, વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં અમારું યોગદાન માત્ર 5% છે. તેની પાછળનું મુખ્ય કારણ અમારી જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વના સિદ્ધાંત પર આધારિત છે.


આપ સૌ આ વાત સાથે પણ સંમત હશો કે ઊર્જાની પહોંચ માત્ર અમીર વર્ગનો વિશેષાધિકાર ન હોવો જોઇએ - ગરીબ પરિવારનો પણ ઊર્જા પર સમાન માત્રામાં અધિકાર છે. અને, આજે જ્યારે ભૂ-રાજકીય તણાવપૂર્ણ સ્થિતિના કારણે ઊર્જાનો ભાવ આસમાને પહોંચી ગયો છે ત્યારે, આ વાત યાદ રાખવી વધુ મહત્વની છે. આ સિદ્ધાંતમાંથી પ્રેરણા લઇને, અમે ભારતમાં LED બલ્બ અને સ્વચ્છ રાંધણ ગેસ ઘરે-ઘરે પહોંચાડ્યા અને બતાવી દીધું છે કે, ગરીબો માટે ઊર્જાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને લાખો ટન કાર્બન ઉત્સર્જન બચાવી શકાય છે.


અમારાં પ્રદર્શન પરથી આપણી આબોહવાને લગતી કટિબદ્ધતાઓ પ્રત્યેનું અમારું સમર્પણ સ્પષ્ટ થાય છે. અમે નિર્ધારિત સમય કરતાં 9 વર્ષ વહેલા બિન-અશ્મિભૂત સ્રોતોમાંથી 40 ટકા ઊર્જા-ક્ષમતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત સમય કરતાં 5 મહિના વહેલા પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

ભારતમાં દુનિયાનું સૌથી પહેલું સંપૂર્ણપણે સૌર ઊર્જાથી સંચાલિત હવાઇમથક છે. ભારતની વિરાટ રેલવે સિસ્ટમ આ દાયકામાં નેટ ઝીરો બની જશે.

આ પણ વાંચો:જો આ કામ નહીં કરવામાં આવે તો તમે પીએમ કિસાન યોજનાના 12મા હપ્તાથી રહી જશો વંચિત

મહામારી દરમિયાન, ભારતે આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સંખ્યાબંધ રચનાત્મક રીતો શોધી કાઢી હતી. આ આવિષ્કારોને અન્ય વિકાસશીલ દેશો સુધી લઇ જવામાં G7 દેશોએ ભારતને ઘણી મદદ કરી શકે છે. તાજેતરમાં આપણે સૌએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. કોવિડ કટોકટીના સમય દરમિયાન, આખી દુનિયામાં યોગ લોકો માટે નિવારાત્મક સ્વાસ્થ્ય માટેનું એક ઉત્તમ સાધન બની ગયું છે, આનાથી ઘણા લોકોને તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળી છે.


યોગ ઉપરાંત, ભારત સહિત દુનિયાના સંખ્યાબંધો દેશોમાં પરંપરાગત દવાઓની મૂલ્યવાન સંપત્તિ છે, જેનો ઉપયોગ સર્વગ્રાહી આરોગ્ય માટે કરી શકાય છે. તાજેતરમાં WHO દ્વારા ભારતમાં પરંપરાગત દવા માટે તેનું વૈશ્વિક કેન્દ્ર સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે, તે વાતની મને ઘણી ખુશી છે. આ કેન્દ્ર સમગ્ર દુનિયામાં વિવિધ પરંપરાગત દવાઓની પ્રણાલીઓનો ભંડાર બનવાની સાથે સાથે આ ક્ષેત્રમાં વધુ સંશોધનને પણ પ્રોત્સાહન આપશે. તેનાથી દુનિયાના સૌ નાગરિકોને લાભ મળશે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના “સહકાર સે સમૃદ્ધિ” ના વિઝનને વધુ મજબૂત કરશે અમિત શાહ

Share your comments

Subscribe Magazine

More on News

More