Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પોતેજ જણાવો પોતાની સફળતાની વાર્તા અને બની જાઓ સ્ટાર ફાર્મર સ્પીકર ઑફ દી ઈયર

ભારતની લગભગ 70 ટકા વસ્તી ખેત કામ સાથે સંકળાયેલી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં થઈ રહેલું નુકશાનના કારણે ખેતી કરનાર ખેડૂતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોના મનમાં ખેતી પ્રત્યે ફરીથી લાગણી લઈને આવવાની ખૂબ જ જરૂરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ભારતની લગભગ 70 ટકા વસ્તી ખેત કામ સાથે સંકળાયેલી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ક્ષેત્રમાં થઈ રહેલું નુકશાનના કારણે ખેતી કરનાર ખેડૂતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતોના મનમાં ખેતી પ્રત્યે ફરીથી લાગણી લઈને આવવાની ખૂબ જ જરૂરી છે, જેના માટે કઈંક મોટું કરવાનું જરૂરી છે. આથી કરીને છેલ્લા 28 વર્ષથી કૃષિ જાગરણ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે તેમજ તેમના જીવનને ખુશહાલ કરવા માટે અથક પ્રયાસ કરી રહ્યો છે.

એમ , કેન્દ્ર સરકાર ખેડૂતોને ખેતી તરફ પાછા ફરવા પ્રોત્સાહિત કરી રહી છે, પરંતુ આ અભિયાનમાં કૃષિ જાગરણ પણ પાછળ નથી. કૃષિ જાગરણ પણ કૃષિનું સ્તર વધારવા માટે વિશેષ પગલાં લઈ રહ્યું છે. તે જ શ્રેણીમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ કૃષિ જાગરણ દ્વારા મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે.

MFOI 2023 ની શાનદાર સફળતા પછી કૃષિ જાગરણ દ્વારા મહિંદ્રા ટેક્ટર્સના સહયોગથી ફરી એક વાર મિલિનીયર ફાર્મર ઑફ ઇંડિયા એવોર્ડ 2024નું આયોજન કરી રહ્યો છે. પરંતુ આ વર્ષે છેલ્લા વર્ષની સરખામણીએ ખેડૂતો માટે કૃષિ જાગરણ એક ખાસ મંચ તૈયાર કર્યો છે. વાત જાણો એમ છે કે આ વર્ષે એમએફઓઆઈ 2024 માં ખેડૂતોને સ્ટાર ફાર્મર સ્પીકર તરીકે નિમંત્રણ આપી રહ્યું છે. તેના હેઠળ ખેડૂતોને મિલિનીયર ફાર્મર ઑફ ઇન્ડિયા એવોર્ડ (MFOI) 2024 માં પોતાની સફળતાની વાર્તા તેમજ કૃષિ ક્ષેત્રને કેવી રીતે આગળ વધારવામાં આવી શકાય તેને લઈને પોતાના વિચાર વ્યક્ત કરવાનું સમય મળશે, જેથી તેઓ પોતાની એક અલગ ઓળખ બનાવી શકે.

કૃષિ જાગરણના આ અનોખા પ્લેટફોર્મનો હેતુ દેશના દરેક ખૂણેથી ખેડૂતોને આ સફળ અને પ્રેરણાદાયી ખેડૂતોની વાર્તાઓથી પરિચિત કરાવવાનો છે. જેથી કરીને તેઓ પણ સફળ ખેડૂતથી પ્રેરણા લઈને કૃષિ ક્ષેત્રમાં આગળ વધીને પોતાની એક અલગ ઓળખ બનાવી શકાય. એમએફઓઆઈ એવોર્ડમાં સ્ટાર ખેડૂત પોતાની સફળતાની વાર્તા સંભાળાવીને ખેડૂતોના પ્રશ્નનોનું પણ ઉત્તર આપશે. આમ, આ ઇવેન્ટ માત્ર ખેડૂતોમાં પ્રેરણાનું આદાન-પ્રદાન કરશે નહીં પરંતુ કૃષિ ક્ષેત્રમાં નવીનતા અને પ્રગતિને પણ પ્રોત્સાહન આપશે.

આ પણ વાંચો:MFOI 2024: કૃષિ જાગરણની નવી પહેલ ગ્લોબલ ફાર્મર બિઝનેસ નેટવર્કિંગ

સ્ટાર ફાર્મર સ્પીકરમાં ભાગ લઈને ખેડૂતો ફક્ત તેમના અનુભન અને જ્ઞાનને શેર કરશે નહીં, પરંતુ વૈશ્વિક કૃષિ સમુદાયમાં એક અગ્રણી ખેડૂત તરીકે પણ પોતાની જાતને સ્થાપિક કરી શકે છે. એક ખેડૂત તરીકે તમે નવી તકનીકો અને પદ્ધતિઓથી પરિચિત હશો અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ કરી શકશો. આ સાથે, તમને વૈશ્વિક ઓળખ મળશે, જે તમારા કૃષિ કાર્ય અને વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે. મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ 2024ના આ અનોખા પ્લેટફોર્મનો એક ભાગ બનીને તમે પણ દેશ અને દુનિયાના ખેડૂતો માટે પ્રેરણાના સ્ત્રોત બની શકો છો અને કૃષિ ક્ષેત્રમાં નવા ફેરફારોનું નેતૃત્વ કરી શકો છો.

સ્ટાર ખેડૂત વક્તા બનવાના શું ફાયદા છે?

  • સ્ટારફાર્મર્સ તરીકે, તમને હજારો ખેડૂતો સાથે તમારી સફળતાની વાર્તા અને કૃષિમાં અપનાવવામાં આવેલી તકનીકોને શેર કરવાની તક મળશે. તમારી વાર્તાથી પ્રેરિત થઈને, અન્ય ખેડૂતો તમારા અનુભવોને અપનાવી શકશે અને ખેતીને નવા સ્તરે લઈ જઈ શકશે.
  • MFOI એવોર્ડ એ એક પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ છે, જ્યાં તમને તમારી સિદ્ધિઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખવામાં આવશે. આ તક તમને વૈશ્વિક કૃષિ સમુદાયમાં એક મહત્વપૂર્ણ ઓળખ અપાવશે.
  • આઇવેન્ટમાં તમને ભારતીય અને આંતરરાષ્ટ્રીય કૃષિ નિષ્ણાતો, ઉદ્યોગસાહસિકો અને અગ્રણી ખેડૂતોને મળવાની તક મળશે. આ નેટવર્કિંગ દ્વારા તમે મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકો છો, જે ભવિષ્યમાં તમારા વ્યવસાયને વધુ સફળ બનાવી શકે છે.
  • MFOI એવોર્ડ્સ દરમિયાન તમને એક વિશિષ્ટ મેળાવડામાં ભાગ લેવાની તક મળશે,જ્યાં ભારત અને વિદેશના અગ્રણી અને પ્રગતિશીલ ખેડૂતો કૃષિ ક્ષેત્રમાં સંભવિત વ્યાપારી તકો અને નવીનતાઓની ચર્ચા કરવા માટે ભેગા થશે. આ વ્યવસાયિક ક્રિયાપ્રતિક્રિયા તમને નવા વિચારો અને વ્યવસાયિક ભાગીદારી વિકસાવવાની સુવર્ણ તક આપશે.

Share your comments

Subscribe Magazine

More on News

More