ગુજરાત પર 165 કિમી ઝડપે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાને લીધે કાંઠા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના ગ્રામીણ વિસ્તારોમાં વાવાઝોડાને લીધે વ્યાપક નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ કુદરતી હોનારતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે સેંકડોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નિકળી ગયું છે. રાજ્યના 3700થી વધારે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. બીજી બાજુ ખેતીવાડીને પણ ઘણુ નુકસાન પહોંચ્યાના અહેવાલ છે. ગીર વિસ્તારમાં કેરીને તેમ જ અન્ય વિસ્તારોમાં ખેતરમાં વિવિધ ઉભા પાકને નુકસાન થયું છે. એકંદરે તાઉ-તે વાવાઝોડુંની ગુજરાત પરની ઘાત ટળી છે, અને તે રાજસ્થાનમાં પ્રવેશ કરી ગયું છે, જોકે તે શરૂઆતના તબક્કાની તુલનામાં ખૂબ જ નબળુ પડી ગયું છે. અલબત વાવાઝોડાની અસરને લીધે ગુજરાતના અનેક તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે.
દરિયા કિનારાના ગામોને અસર
ઉના કાંઠા વિસ્તારના અનેક ગામોને અસર થઈ છે. કોડીનાર તથા ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો, રાજુલા તથા જાફરાબાદમાં ભારે વરસાદ અને ખૂબ જ ઝડપથી પવન ફૂંકાતા અનેક મકાનો તૂટી ગયા હતા.
અનેક તાલુકામાં ધોધમાર વરસાદ થયો
રાજ્યમાં મે મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અદાવાદમાં આશરે 6 ઈંચ,બગસરામાં 9 ઈંચ, રાજુલામાં 9 ઈંચ,ઓલપાડામાં 7 ઈંચ તથા વિસાવદરમાં 8 ઈંચ વરસાદ થયો હતો. આ ઉપરાંત ખેડા, નડિયાદમાં 8-9 ઈંચ વરસાદ થયો હતો. રાજ્યના 35 તાલુકામાં 1 ઈંચથી પાંચ વરસાદ થયો છે. એકંદરે 46 તાલુકામાં ચાર ઈંચથી વધારે વરસાદ થયો હતો.
વાવાઝોડામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત
તાઉ-તે વાવાઝોડાને લીધે અત્યાર સુધીમાં કુલ 13 લોકોના મોત થયા છે. ગારીયાધાર, વાપી તથા રાજકોટમાં કાચા મકાન તુટી પડતા એક-એક વ્યક્તિનું મોત નિજ્યા હતા, ખેડા તથા અમદાવાદ જિલ્લામાં વિજ કરંટ અને થાભલો પડી જવાને લીધે બે-બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જેતપુરમાં દિવાલ પડતા એક બાળકનું મોત નિપજ્યું હતું. રાજુલામાં બે-બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા.
Share your comments