Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાહ ફાર્મા પ્રોડ્યુસર કંપનીના અધ્યક્ષ તારાચંદ બેલજી એ એશિયા ડોન-બાયો કેરના બારડોલી, સુરત, ગુજરાત ઉત્પાદન ક્ષેત્રની મુલાકાત લીધી.

તારાચંદ બેલજી એ ખેડૂતોને એશિયા ડોન-બાયો કેરના ઉત્પાદનો ખેતીમાં ઉપયોગ કરવા માટે સલાહ આપી.

KJ Staff
KJ Staff

તારાચંદ બેલજી એ ખેડૂતોને એશિયા ડોન-બાયો કેરના ઉત્પાદનો ખેતીમાં ઉપયોગ કરવા માટે સલાહ આપી. ઉત્પાદન ક્ષેત્રની મુલાકાત દરમિયાન કંપનીના મહાપ્રબંધક પ્રદીપ કુમાર સિંહે તારાચંદ બેલજીને જણાવ્યુ કે અમે લાયોફિલાઈઝેશન ટેકનોલોજી નો ઉપયોગ કરીને જૈવિક ખાતર/ જૈવિક કીટનાશક અને જૈવિક ફૂગનાશકનું ઉત્પાદન કરીએ છીએ, જે ગુણવત્તામાં ઉત્તમ હોય છે.

ખેડૂતો આ ઉત્પાદનોને સરળતાથી તેમના ખેતરમાં ઉપયોગ કરી શકે છે. આ ઉત્પાદનોની સેલ્ફ લાઇફ 2 વર્ષ સુધી હોય છે અને સામાન્ય તાપમાન પર ખેડૂતો તેમના ઘરમાં 2 વર્ષ સુધી રાખી શકે છે.લાયોફિલાઈઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવેલા ઉત્પાદનોનું ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણમાં વધુ ખેતરમાં થાય છે. એશિયા ડોન-બાયો કેરના ઉત્પાદનોનું નૈનો ડોઝ ઉપયોગ કરીને ખેડૂતો ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મેળવી શકે છે. આ એશિયા ડોન-બાયો કેરના ઉત્પાદનો પ્રાકૃતિક અને માનવ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, જેમાં લાભકારી જીવને કોઈ નુકસાન થતું નથી.

તારાચંદ બેલજી અને પ્રદીપ સિંહે પરસ્પર ચર્ચા દરમિયાન નક્કી કર્યું કે અમે ખેડૂતોને એશિયા ડોન-બાયો કેરના ઉત્પાદનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીશું અને ખેડૂતોને  એશિયા ડોન-બાયો કેરનાં ઉત્પાદનો ઉપયોગની રીત અને સલાહ મફતમાં આપશું.

Share your comments

Subscribe Magazine

More on News

More