Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

તાજમહેલ પ્રેમીઓ બકરી ઈદ પર કરી શકશે મફતમાં પ્રવેશ, જાણો સંપૂર્ણ સમાચાર

તાજમહેલ જોવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 10 જુલાઈ એટલે કે રવિવારે તાજમહેલમાં પ્રવેશ ફ્રી થવાનો છે, સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી એટલે કે 3 કલાક માટે તાજમહેલમાં પ્રવેશ માટે કોઈ ટિકિટ થશે નહી.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
taj mahal
taj mahal

તાજમહેલનુ નામ સાંભળતાજ લોકોના મનમાં એક અલગ જ વિચાર આવે છે. કોઈ મુગલો વિશે વિચારે છે, કોઈ તાજમહેલ બનવા પાછળની કહાની વિશે વિચારે છે તો કોઈ તાજમહેલ બનાવવાવાળા વિશે વિચારે છે. તાજમહેલ દુનિયાના આઠ અજુબામાંનો એક છે. તાજમહેલ જોવા લોકો દુનિયાની અલગ-અલગ જગ્યાએથી આવતા હોય છે અને તેની સુંદરતા જોઈને, તેને બનાવનારાઓની પ્રશંસા કરે છે.

ASIએ બકરી ઈદના અવસર પર આ જાહેરાત કરી

વાસ્તવમાં, તાજમહેલ જોવા માંગતા લોકો માટે એક સારા સમાચાર છે કારણ કે 10 જુલાઈએ, બકરી ઈદ પર તાજમહેલમાં પ્રવેશ મફત કરવામાં આવી રહ્યો છે. ASIએ બકરી ઈદ (ઈદ ઉલ જુહા)ના અવસર પર આ જાહેરાત કરી છે. આ સાથે શુક્રવારે વીકએન્ડની ઉજવણી કરનારા લોકો પણ તાજમહેલમાં મફતમાં પ્રવેશ કરી શકશે.

આ પણ વાંચો:દરિયાઈ માર્ગે અમેરિકા પહોંચી ભારતીય કેરીઓ, તેને સડવાથી બચાવવા BARCએ કર્યું આ કામ

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ તાજમહેલના મફત પ્રવેશને લઈને આદેશ જારી કર્યો છે. આ આદેશ અનુસાર, તાજમહેલ પરિસરમાં આવેલી શાહી મસ્જિદમાં નમાઝ માટે રવિવારે સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી તાજમહેલ પરિસરમાં નમાઝીઓને મફત પ્રવેશ આપવામાં આવશે. આ દરમિયાન તાજમહેલ જોવા આવતા પ્રવાસીઓને પણ ફ્રી એન્ટ્રી આપવામાં આવશે, એટલે કે તાજમહેલમાં સવારે 7 થી 10 વાગ્યા સુધી કોઈ ટિકિટ લેવામાં આવશે નહીં.

માત્ર ત્રણ કલાક માટે ફ્રી એન્ટ્રી

મીડિયામાં ઉપલબ્ધ માહિતી અનુસાર, ઈદના અવસર પર સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી તાજમહેલ સંકુલમાં નમાઝીઓ સાથે તમામ પ્રવાસીઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજમહેલ શુક્રવારે સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહે છે, માત્ર શાહી મસ્જિદમાં નમાજ અદા કરનારા સ્થાનિક નમાઝીઓને માત્ર બે કલાક માટે તાજમહેલમાં ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે, પરંતુ આ ઈદ પર તેઓ તાજમહેલની શાહી મસ્જિદમાં નમાજ અદા કરશે અને ત્યાં ત્રણ કલાક સુધી ફ્રી એન્ટ્રી પણ હશે.

આ પણ વાંચો:ભારત અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટે યુનેસ્કોનાં 2003 સંમેલનની આંતરસરકારી સમિતિમાં ચૂંટાયું

Share your comments

Subscribe Magazine

More on News

More