Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દરિયાઈ માર્ગે અમેરિકા પહોંચી ભારતીય કેરીઓ, તેને સડવાથી બચાવવા BARCએ કર્યું આ કામ

મેસર્સ સનપ એગ્રોએનિમલ્સ પ્રાઈવેટ લિમિટેડે (Sanap Agroanimals Pvt. Ltd) પસંદગીની કેસર કેરીને દરિયાઈ માર્ગે વિદેશ મોકલવાની પહેલ કરી છે. 5 જૂને MSAMB ના મેનેજિંગ ડિરેક્ટર સુનિલ પવાર દ્વારા પ્રથમ કન્સાઇનમેન્ટને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. 25 દિવસ પછી આ કેરીઓ અમેરિકા પહોંચી છે, તે પણ સડ્યા વગર.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Indian mangoes from reaching the United States by sea
Indian mangoes from reaching the United States by sea

અગાઉ  કેરીની વિદેશમાં બહુ નિકાસ થતી ન હતી. તે બગડી જવાને કારણે અને તેમને વિમાનમાં મોકલવાનું કારણ  એટલે કે ખર્ચ વધુ. જો કે, આ કેરી ઝડપથી બગડી ન જાય તે માટે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) એ એક રસ્તો શોધી કાઢ્યો છે.

લાંબા સમય સુધી કેરી રહેશે સુરક્ષિત

ભાભા અણુ સંશોધન કેન્દ્ર દ્વારા અપનાવવામાં આવેલી આ પદ્ધતિમાં, ફળોને 52 °C તાપમાને સોડિયમ હાઇપોક્લોરાઇડના દ્રાવણમાં બોળી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેની સારવાર ખાસ રાસાયણિક દ્રાવણ દ્વારા કરવામાં આવી હતી. આ ટ્રીટેડ કેરીઓ ત્રણ-ત્રણ કિલોના બોક્સમાં પેક કરવામાં આવી હતી અને પછી દરિયાઈ માર્ગે મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો:NITI આયોગ અને TIFAC એ ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ભાવિ પ્રવેશ અંગેનો અહેવાલ રજૂ કર્યો

હવાઈ ​​નિકાસ મોંઘી

ભારતીય કેરીઓ બે વર્ષના અંતરાલ પછી અમેરિકન કિનારે પહોંચી છે. સામાન્ય રીતે નિકાસકારો હવાઈ માર્ગ અપનાવે છે. જો કે, આમાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ વેપારીનો નફો ખાઈ જાય છે. નિકાસની મોસમ દરમિયાન એર કાર્ગોના દરમાં તીવ્ર વધારો થાય છે. આ વખતે મુંબઈથી અમેરિકામાં ફળોની નિકાસ માટેની ડ્યૂટી પ્રતિ કિલો રૂ. 220થી વધારીને રૂ. 550 પ્રતિ કિલો કરવામાં આવી છે.

 

વર્તમાન કેરીની સિઝનમાં ભારતમાંથી 1,100 ટન ફળોની નિકાસ થઈ રહી છે. હવાઈ ​​માર્ગ કરતાં દરિયાઈ માર્ગ ઘણો સસ્તો છે. પરંતુ લાંબી મુસાફરી માલની ગુણવત્તા માટે જોખમી છે. જો કે, BARC, MSAMB અને એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA)ની આ નવી પહેલ પછી કેરીની શેલ્ફ લાઇફ વધારવાની સાથે તેમને દૂરના દેશોમાં પણ નવા ગ્રાહકો મળ્યા છે.

આ પણ વાંચો:કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અમરનાથ યાત્રાને ભવ્ય રીતે સફળ બનાવવા માટે વિવિધ પગલાં લઈ રહ્યું છે

Share your comments

Subscribe Magazine

More on News

More