76મો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે કેંદ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર અને પદ્મશ્રીની પણ ઘોષણા કરવામાં આવે છે. જો કે કેંદ્ર સરકાર દ્વારા આ નામોની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં ઘણા અજાણ્યા અને જાણીતા લોકોનું સમાવેશ છે. આ લોકોમાંથી એક જ મકાઈના વૈજ્ઞાનિક સુરિન્દર કે. વસલનું. મકાઈની ગુણવત્તામાં પરિવર્તન અને તેનું ક્વોલિટી પ્રોટીન મકાઈ વિકસાવાના લીધે તેઓને કેંદ્ર સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. પંજાબના અમૃતસરના રહેવાસી સુરિન્દર કે. વસલ ભારતીય કૃષિ સંશોધન સંસ્થાનમાંથી જીનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડરમાં પીએચડી ધરાવે છે. 1959 માં વસલે હિમાચલ પ્રદેશમાં કૃષિ વિભાગના સશોધક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યાર પછી તેઓ હિમાચલ કૃષિ કોલેજમાં મકાઈ સંવર્ધક તરીકે કામ કર્યું હતું. 1967 માં, વસલએ ભારતની બહાર તેમનું પ્રથમ કાર્ય સંભાળ્યું, જ્યાં તેમણે રોકફેલર ફાઉન્ડેશન અને કેસેસાર્ટ યુનિવર્સિટીના રાષ્ટ્રીય મકાઈ અને જુવાર સંશોધન કેંદ્રના સહયોગથી થાઈલેન્ડમાં મકાઈની ગુણવત્તા પર સંશોધન કર્યો છે.
સુરિન્દરે વિકસાવી મકાઈની નવી જાત
ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત થનાર સુરિન્દર. કે.વસલે 1970 માં મેક્સિકોમાં ઇન્ટરનેશનલ મેઇઝ એન્ડ વ્હીટ ઇમ્પૂર્વમેન્ટ સેન્ટર (CIMMYT) ખાતે સ્થાન પર ગયા હતાં, જ્યાં વર્લ્ડ ફૂડ પ્રાઇઝના સ્થાપક નોર્મન બોરલોગે 30 વર્ષ અગાઉ ઘઉંના ઉત્પાદનમાં ક્રાંતિ લઈને આવ્યા હતા ત્યાં તેઓ તેમના સાથે મુલાકાત કરી અને ત્યાર પછી મકાઈની નવી વધુ પૌષ્ટિક વિવિધતા વિકસાવવાનું કામ શરૂ કર્યો. જે મકાઈની જાત વસલે વિકસાવી તેઓ પ્રોટીનથી ભરપૂર છે અને QPM તરીકે ઓળખાયે છે. જણાવી દઈએ કે મકાઈની આ જાતમાં દૂધ જેટલો પ્રોટીન ભળેલો છે.
1999 માં વિશ્વભરમાં ઉગાડવામાં આવી
વસલે દ્વારા વિકસવવામાં આવી મકાઈની પ્રોટીનથી ભરાયેલી જાતને સૌથી પહેલા 1999 માં વિશ્વભરમાં નવ મિલિયન એકરમાં ઉગાડવામાં આવ્યો હતો. QPM સંશોધન અને વિકાસ મેક્સિકોથી લેટિન અમેરિકા અને આફ્રિકા, યુરોપ અને એશિયામાં ફેલાયેલ છે. ચીનના સૌથી ગરીબ પ્રાંતમાં, QPM ની ઉપજ અન્ય હાઇબ્રિડ જાતો કરતાં 10 ટકા વધારે છે.
વર્લ્ડ ફૂડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
વાસલને CIMMYT ખાતે તેમના દાયકાઓના સંશોધન માટે 2000 માં મિલેનિયમ વર્લ્ડ ફૂડ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના સંયુક્ત કાર્યથી વિશ્વના લાખો સૌથી કુપોષિત નાગરિકો, ખાસ કરીને ખૂબ નાના બાળકોના આહારમાં સુધારો થયો. વસલ અમેરિકન સોસાયટી ઓફ એગ્રોનોમી, ક્રોપ સાયન્સ સોસાયટી ઓફ અમેરિકા (જેનો પ્રેસિડેન્શિયલ એવોર્ડ તેમણે 2000માં જીત્યો હતો) અને નેશનલ એકેડમી ઓફ સાયન્સ ઓફ ઈન્ડિયાના સભ્ય છે. તેમણે 1996 માં પાક વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રીય સેવા પુરસ્કાર અને 1999 માં આંતરરાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન પુરસ્કાર મેળવ્યો, અને હોન્ડુરાસ, પેરુ, પનામા અને ભારતની સરકારો અથવા સંસ્થાઓ તરફથી પ્રશંસા પણ તેઓ મેળવી છે.
Share your comments