Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શેરડીના બજાર ભાવમાં વધારો પછી ખાંડની પણ કિંમત વધારવાની માંગ

ખાંડ મિલોની માંગણીને લઈને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને કહવું છે કે,. સરકાર ખાંડની નિકાસ અને ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે ઘણો સહયોગ આપી રહી છે. આ બધા કારણોને જોતા, અમને નથી લાગતું કે અત્યારે ખાંડના વેચાણ ભાવમાં વધારો કરવાની જરૂર છે. ગોયલે કહ્યું કે સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સ્થિર છે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
ખાં ડ (Sugar)
ખાં ડ (Sugar)

ખાંડ (Sugar) મિલોની માંગણીને લઈને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને કહવું છે કે,. સરકાર ખાંડની નિકાસ અને ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે ઘણો સહયોગ આપી રહી છે. આ બધા કારણોને જોતા, અમને નથી લાગતું કે અત્યારે ખાંડના વેચાણ ભાવમાં વધારો કરવાની જરૂર છે. ગોયલે કહ્યું કે સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સ્થિર છે.

કેંદ્ર સરકાર દ્વારા શેરડીના ખેડૂતોને વાજબી અને લાભદાયી ભાવ (FRP) માં પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયાનો વધારો કર્યા બાદ તરત જ, સુગર મિલ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ISMA) એ ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારવાની માંગ કરી છે. ISMA કહ્યુ છે કે, વેચાણ કિંમત વર્તમાન રૂ .31 થી વધારીને રૂ .34.5 અથવા રૂ .35 કરવી જોઈએ. જોકે, ઉદ્યોગ સંગઠન ઇસ્માએ કહ્યું કે શેરડીની એફઆરપીમાં વધારોથી મિલો પર બોજ નથી પડવુ જોઈએ. પરંતુ સંગઠને ખાંડ મિલોની તરલતાની સ્થિતિ સુધારવા માટે ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત વધારવાની માંગ કરી હતી. જોકે, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ખાંડના ભાવ વધારવાનો પહેલેથી જ ઇનકાર કરી દીધો છે.

કેંદ્ર સરકાર શેરડીની એફઆરપીમાં કર્યુ વધારો

કેંદ્ર સરકારે લગભગ પાંચ કરોડ શેરડી ઉત્પાદકોની આવક વધારવા માટે બુધવારે શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 5 રૂપિયા વધારીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની જાહેરાત કરી હતી. ISMA ના ડિરેક્ટર જનરલ અવિનાશ વર્માએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્કેટિંગ વર્ષ 2021-22 માટે શેરડીની FRP  5 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાના સરકારના નિર્ણયથી ખાંડ ઉદ્યોગ વધુ બોજ નહીં અનુભવે.

વર્માએ જણાવ્યું હતું કે FRP માં વધારા સાથે, ખાંડ (Sugar) ઉદ્યોગ અપેક્ષા રાખે છે કે સરકાર ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ (MSP) માં પણ વધારો કરશે જેથી ખાંડ મિલ માલિકોને વર્તમાન અને આગામી સિઝનમાં ખેડૂતોને વધુ શેરડીના ભાવની ચુકવણીને વ્યવસ્થિત કરવામાં મદદ મળશે.

sugar
sugar

તેમણે કહ્યું, "ખાંડની એમએસપી 30 મહિનાથી વધુ સમય સુધી સ્થિર રહી છે, ભલે વર્ષ 2020-21માં શેરડીની એફઆરપીમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો હોય." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રીઓના જૂથ, નીતિ આયોગ ગયા વર્ષે, સચિવોની સમિતિ અને અનેક રાજ્ય સરકારોએ માર્ચ અને જુલાઈ 2020 વચ્ચે ખાંડના એમએસપીમાં વધારો કરવાની વાત કરી હતી.

ખાંડ મિલોની માંગણી પર સરકારનો રૂખ

ખાંડ (Sugar) મિલોની માંગણીને લઈને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ના કહવું છે કે,. સરકાર ખાંડની નિકાસ અને ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે ઘણો સહયોગ આપી રહી છે. આ બધા કારણોને જોતા, અમને નથી લાગતું કે અત્યારે ખાંડના વેચાણ ભાવમાં વધારો કરવાની જરૂર છે. ગોયલે કહ્યું કે સ્થાનિક બજારમાં ખાંડના ભાવ સ્થિર છે.

Related Topics

Sugarcane Sugar Mills Price hike

Share your comments

Subscribe Magazine

More on News

More