કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં જ ડાઈ એમોનિયા ફોસ્ફેટ (DAP) ખાતર માટે બેગદીઠ સબસિડી રૂપિયા 500થી વધારી રૂપિયા 1200 કરી દીધી છે. હવે સરકારે આ ચુકાદા બાદ DAPની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં સતત થઈ રહેલા વધારાની સ્થિતિ વચ્ચે દેશના તમામ ખેડૂતભાઈઓને બેગદીઠ રૂપિયા 1200 ચુકવવાના રહેશે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ DAPમાં ઉપયોગ થતા ફોસ્ફેરિક એસિડ, એમોનિયા વગેરેની આંતરરાષ્ટ્રીય કિંમતો 60 ટકાથી 70 ટકા સુધી વધારો થયો છે.
આ કારણથી DAP બેગની વાસ્તવિક કિંમત રૂપિયા 2400 છે, જેને ખાતર કંપનીઓ દ્વારા રૂપિયા 500ની સબસિડી સાથે રૂપિયા 1900માં વેચવામાં આવે છે. ખાતર પર નવા નિર્ણયને લીધે ખેડૂતોએ રૂપિયા 1200માં જ DAP બેગ મળતી રહેશે.
ખેડૂતોને ખાતર પર સબિસિડી કેવી રીતે મળશે
હકીકતમાં ખાતરની બોરી લેતી વખતે ખેડૂતે રૂપિયા 1200 ચુકવવાના રહેશે. આ સાથે આધાર કાર્ડ અથવા કિસાન કાર્ડ પણ આપવાનું રહેશે અને બાયોમેટ્રિક (અંગૂઠાનું નિશાન)થી પોતાની ઓળખ બાદ કંપનીના બેંક ખાતામાં સરકાર સબસિડીના રૂપિયા 1,211 ડીબીટી માધ્યમથી જમા કરાવશે. એટલે કે DAPની એક બોરી રૂપિયા 2411ને બદલે રૂપિયા 1200માં જ પડશે.
કૃષિ મંત્રીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકાર પ્રત્યેક વર્ષ રાસાયણિક ખાતાની સબિસીડી પાછળ આશરે રૂપિયા 80,000 કરોડનો ખર્ચ કરે છે. DAPમાં સબસિડી વધારવા સાતે જ ખરીફ સિઝનમાં ભારત સરકાર રૂપિયા 14,775 કરોડનો વધારાનો ખર્ચ કરશે.
Share your comments