કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કોરોના કાળમાં સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે મોટો નિર્ણય કર્યો છે. વિવિધ પ્રકારની દાળ જેવી આવશ્યક ચીજ વસ્તુઓની કિંમતને નિયંત્રિત કરવા માટે પોતાના સતત પ્રયત્નોમાં ભારત સરકારે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે. જેમાં જથ્થાબંધ વિક્રેતાઓ, છૂટક વિક્રેતાઓ, મિલ માલિકો તથા આયાતકારો દ્વારા વિવિધ દાળના સંગ્રહને લગતી મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે તાત્કાલિક અસરથી અમલી બની છે.
દાળ માટે નક્કી કરવામાં આવી સ્ટોર મર્યાદા
આ આદેશ હેઠળ તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશ માટે મગ સીવાય તમામ દાળો માટે 31 ઓક્ટોબર,2021 સુધી સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જથ્થાબંધ વિક્રેતાઓ માટે આ સ્ટોક મર્યાદા 200 મેટ્રીક ટન (પણ શરત એક જાતની દાળ 100 મેટ્રીક ટનથી વધારે હોવી જોઈએ નહીં), છૂટક વિક્રેતાઓ માટે 5 મેટ્રીક ટન અને મિલ માલિકો માટે આ મર્યાદા ઉત્પાદનના અંતિમ 3 મહિના અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 25 ટકા આ પૈકી જ સૌથી વધારે હોય છે
આયાતકારો માટે આ સ્ટોક સીમા 15 મે,2021 અગાઉ નક્કી કરવામા આવેલ/આયાત કરવામાં આવેલ સ્ટોક માટે કોઈ જથ્થાબંધ વ્યાપારીના સમાન હશે અને 15 મે,2021 બાદ આયાત કરાયેલ સ્ટોક માટે જથ્થાબંધ વિક્રેતાઓ પર લાગૂ સ્ટોક મર્યાદા, સીમા શૂલ્ક નિકાસી તારીખથી 45 દિવસ બાદ લાગૂ થશે.
સ્ટોક અંગે આપવી પડશે માહિતી
અત્રે ઉલ્લેખનીય છે કે આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સંસ્થાના સ્ટોક નિર્ધારિત સીમાથી વધારે છે તો તેને આદેશની અધિસૂચના જારી થયાના 30 દિવસમાં ગ્રાહક બાબતના વિભાગના ઓનલાઈન પોર્ટલ https://fcainfoweb.nic.in/ પર જાણકારી આપવાની રહેશે.
મુખ્ય દાળનું વધ્યું ઉત્પાદન
ભારત સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવાને લીધે દાળ અને ખાદ્ય તેલોની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત છેલ્લા 6 વર્ષમાં મુખ્ય દાળોનું કુલ ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધું 255.8 લાખ મેટ્રીક ટન (LMT) 2020-21માં રહ્યું છે, જેમાં ચણા (126.1 LMT) અને મગદાળ (26.4 LMT) વિશેષ રીતે ઉત્પાદન માટે અગાઉના તમામ રેકોર્ડ તોડ્યા છે.
Share your comments