ભારત વિશ્વનો એક એવો દેશ છે કે જે ખાદ્યતેલની મોટા પ્રમાણમાં આયાત કરે છે. મોંઘવારીના વલણને જોતા સ્પષ્ટ થાય છે કે આ વર્ષે ભારતે ખાદ્યતેલની આયાત પર કરોડો રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ખર્ચ એટલા માટે થશે કે વિદેશોથી મોંઘા તેલ અથવા તેલીબિયાં ખરીદી શકાય અને દેશની જનતાની માંગ પૂરી થઈ શકે. એક એવો પણ ઉપાય માનવામાં આવતો હતો કે જો આયાત ડ્યુટી ઓછી કરવામાં આવે તો તેલોના ભાવમાં ઘટાડો થઈ શકે છે. પરંતુ અત્યારે આ માટે કોઈ અવકાશ જોવા મળી રહ્યો નથી. તો ચાલો માની લઈએ કે રસોઈ તેલ આ રીતે 'આગ લગાડશે' અને લોકોએ તેલની ખરીદી પર અગાઉની તુલનામાં 70-80 રૂપિયાપ્રતિલીટર સુધી ખર્ચ કરવો પડશે.
નિષ્ણાતો જણાવે છે કે, સરકાર સમક્ષ અત્યારે એકમાત્ર વિકલ્પ છે કે તે આયાત ડ્યુટી ઘટાડે, ટેક્સમાં ઘટાડો કરે જેથી દેશની 1.3 અરબ વસ્તીને પુરવઠો પૂરો પડી શકાય. સરકાર આ વિશે વિચારી રહી છે પરંતુ અર્થવ્યવસ્થાની હાલની હાલત તેની જુબાની નથી આપી રહી. જો ભારતમાં ખાદ્યતેલોના ભાવ વધ્યા છે, તો તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને તેલીબિયાંના ભાવમાં વધારો છે.
ખાધ તેલના સળગતા ભાવમાં મળશે રાહત:મોદી સરકારે લીધા આવા પગલાં
વિશ્વના ઘણા દેશોમાં બાયોડિઝલનું ઉત્પાદન તેજીથી વધ્યું છે, જેના કારણે ખાદ્યતેલ પર દબાણ વધી રહ્યું છે. જ્યારે તેલીબિયાંનો ઉપયોગ બાયોડિઝલમાં થશે, ત્યારે ખાદ્યતેલનું ઉત્પાદન આપમેળે ઘટશે. દુનિયામાં હાલ આ ખેલ ચલી રહ્યો છે જેની ભરપાઈ ભારત જેવા દેશોને કરવી પડી રકહી છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આવા દેશોનું તેલ વિદેશથી આવે છે. જ્યારે મોંઘવારી વિલાયતમાં હોય ત્યારે દેશી તેલ સસ્તુ કેવી રીતે થઈ શકે?
ખાદ્યતેલોના ભાવમાં કેમ આગ લાગી?
ભારતમાં ખાદ્યતેલોની મોંઘવારીને સમજવા માટે અમેરિકા અને બ્રાઝિલનું ગણિત સમજવું પડશે. આ બંને દેશો વિશ્વમાં સૌથી વધુ માત્રામાં સોયાબીન સપ્લાય કરે છે. આ બંને દેશોમાં સોયાબીન ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં દુષ્કાળ જોવા મળી રહ્યો છે. ખેતરો દુષ્કાળની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે સોયાબીનનું ઉત્પાદન અટક્યું છે. યુ.એસ.ના કૃષિ વિભાગનો અંદાજ છે કે આ વર્ષે સોયાબીનના ઉત્પાદનમાં પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક ઘટાડો થશે અને સપ્ટેમ્બર સુધીમાં તે 87.9 મિલિયન ઘટી શકે છે. રોઇટર્સના એક અહેવાલે આ અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો છે. રિપોર્ટ અનુસાર પામ ઓઇલનો ઉપયોગ વિશ્વમાં સૌથી વધુ થાય છે. પરંતુ તેમાં ઝડપથી ઘટાડો પણ ચાલુ છે કારણ કે દક્ષિણ પૂર્વ એશિયા કોવિડને કારણે તેની છોડ રોપણીમાં સક્ષમ રહ્યું નથી.
બાકી રહેલી મુશ્કેલી મલેશિયાએ વધારી દીધી છે. જ્યાં પામ તેલ માટેના બેંચમાર્ક ફ્યુચર માર્ચના મધ્ય સુધીમાં વર્ષ 2008 પછી પોતાના સર્વોચ્ચ સ્તર 4.142 રિગિટસ અથવા 1,007 ડૉલર નસુધી પહોંચી ગયું છે. યુરોપ અને કાળા સમુદ્ર ક્ષેત્રમાં રેપસીડ અને સૂર્યમુખીના ઉત્પાદનને અસર થઈ છે, ખાદ્યતેલોના પુરવઠા પર મોટુ દબાણ જોવા મળી રહ્યું છે. તેની અસર એ છે કે ગયા મહિને વૈશ્વિક સ્તરે ખાદ્ય ફુગાવાએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વિશ્વની મોંઘવારીને ધ્યાનમાં રાખીને છેલ્લા એક વર્ષમાં પામ તેલ અને સોયા તેલના ભાવ બમણા થયા છે.
ભારત આયાત પર કેટલો ખર્ચ કરે છે ?
ભારત વિશ્વમાં ખાદ્યતેલોનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે. દર વર્ષે આશરે 8.5-10 અરબ ડોલરના ખાદ્ય તેલની આયાત કરવામાં આવે છે. અત્યારે વૈશ્વિક બજારમાં જે પ્રકારે મોંઘવારીનો માર છે તે મુજબ, આયાત વધુ મોંઘી થશે અને ઘરેલુ બજારમાં તેલના ભાવમાં વધુ વધારો થશે. જો આપણે ભારતની આયાતનો હિસાબ જોઈએ તો અહીં ક્રૂડ તેલ એક નંબર પર આયાત કરવામાં આવે છે, બીજા સ્થાને સોનું અને ત્રીજા સ્થાને ખાદ્યતેલની આયાત થાય છે. જો આપણે છેલ્લા બે દાયકાની ગણતરી કરીએ તો, ખાદ્યતેલોની આયાત 40 લાખ ટનથી વધીને 150 લાખ ટન થઈ ગઈ છે. એક આંકડા મુજબ, 2030 સુધીમાં આયાતનો જથ્થો 200 લાખ ટન સુધી થઈ શકે છે. વધતી વસ્તી અને લોકોની વધતી આવક સાથે, તેલની જરૂરિયાત પણ વધી રહ્યો છે.
MSPએ પાણી ફેરવી નાખ્યું
ભારતમાં તેલીબિયાંનું ઘરેલું ઉત્પાદન જરૂરિયાતોને પહોંચી વળવા પૂરતું નથી. તેનું મોટું કારણ એ છે કે ઘઉં અને ચોખાનું ઉત્પાદન તેલીબિયાં કરતા અનેક ગણું વધારે છે. સરકાર અનાજના ઉત્પાદન પર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) આપે છે, જેમાં ખેડુતો ઘઉં અને ડાંગર ઉગાડે છે.આ કારણે તેમનું ધ્યાન સરસવ, સોયા જેવા તેલીબિયાના પાક પર ભાગ્યે જ હોય છે. આને કારણે તેલીબિયાંનું ઉત્પાદન વધતું નથી. વર્ષ 2019-20માં ભારતે લગભગ 110 લાખ ટન તેલીબિયાંનું ઉત્પાદન કર્યું હતું. તે વર્ષે તેલીબિયાંનો વપરાશ 240 લાખ ટન રહ્યો હતો. એટલે કે, વપરાશ કરેલા જથ્થામાંથી અડધો ભાગ પણ ઉત્પન્ન થઈ શક્યો નથી.
ટેલનીનકેટલી આયાત કરવામાં આવી ?
ગયા વર્ષે ભારતે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી 7.2 મિલિયન ટન પામ તેલની આયાત કરી હતી. બ્રાઝિલ અને આર્જેન્ટિનામાંથી 34 લાખ ટન સોયાબીન તેલની આયાત કરવામાં આવી હતી અને રશિયા અને યુક્રેનમાંથી 25 મિલિયન ટન સૂર્યમુખી તેલની આયાત કરવામાં આવી હતી. આ વર્ષે આયાતમાં વધુ વધારો થયો છે. સાથો સાથ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, ખાદ્યતેલોના ભાવમાં વધારાને કારણે લોકોની મુશ્કેલીઓમાં ઘણો વધારો થયો છે.
સરકારે તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવાની યોજનાઓ બનાવી છે તે અંતર્ગત ખેડૂતોને વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે. પરંતુ સરકાર હજી સુધી તેલીબિયાંના ઉત્પાદન માટે કોઈ નક્કર યોજના બનાવી શકી નથી, તેથી તેના ઉત્પાદનમાં તેજી જોવા મળી રહી નથી. સ્થાનિક તેલ વ્યવસાયી સંગઠનોનું કહેવું છે કે સરકાર ખાદ્યતેલની આયાત પર 350 અરબ રૂપિયા ખર્ચ કરી રહી છે. જો ખેડુતો પર થોડી રકમ ખર્ચ કરીને તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો કરવામાં આવે તો દેશ આત્મનિર્ભર બનશે.
Share your comments