ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા થોડી મોડી શરૂ થવાની છે. 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન બોર્ડની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, જે મુજબ આ વર્ષે 28 માર્ચથી 12 એપ્રિલ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, અને પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા બેસશે.
ઉલ્લેખનીય છે કે 2022માં બોર્ડની પરીક્ષામાં ધોરણ 10માં અંદાજિત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યાં છે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4.22 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ જેટલાં ફોર્મ ભરાયાં છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગત વર્ષે બોર્ડમાં માસ પ્રમોશન અપાયું હતું, અને પરીક્ષા યોજાઈ નહોતી, એવામાં બે વર્ષ બાદ આ વર્ષે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા બેસશે.
કોરોનાના કેસ વધ્યા હતા જેના કારણે સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા તથા ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા બે અઠવાડિયા માટે પાછળ ખેંચાઈ હતી. જેથી કરીને બાકી રહેલો અભ્યાસક્રમ પૂરો કરી શકાય તેમજ વિદ્યાર્થીઓને ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વધારે સમય મળી શકે. જેના કારણે હવે ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા 14ને બદલે 28 માર્ચથી શરૂ થશે. સાથે જ ઉનાળું વેકેશન પણ પાછું ખસેડાયું છે. નોંધનીય છેકે કોરોનામાં રાહત થતા હવે આ વરસે બોર્ડની પરીક્ષા ઓફલાઇન યોજવામાં આવશે.
આ પણ વાંચો : આજે અમે તમને જણાવીશું ખૂબ જ કિંમતી સ્નોડ્રોપ બલ્બ નામનું ફૂલ ક્યા અને ક્યારે ઉગાડી શકાય
આ પણ વાંચો : જમીનમાં ભેજનું શું મહત્વ રહેલું છે તે જાણો
Share your comments