એવા તમામ ખેડૂત કે જે બાસમતીની ખેતી કરી તેને વિદેશોમાં નિકાસ કરે છે, તેમના માટે આ ખૂબ જ જરૂરી માહિતી છે. ખેડૂત ભાઈઓએ હવે બાસમતી ચોખાની ખેતી દરમિયાન કીટનાશકોના ઉપયોગને લઈ સાવચેતી રાખવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા, યુરોપીયન સંઘ અને ઈરાનને કહ્યું છે કે જો નિર્ધારીત પ્રમાણ કરતા વધારે કીટનાશકનો ઉપયોગ બાસમતીમાં કરવામાં આવશે તો તે આ ચોખાની નિકાસ થઈ શકશે નહીં.
બાસમતી ચોખાનો સૌથી મોટો નિકાસકર્તા દેશ ભારત
અહીં અમે તમને કહેવા માંગી છીએ કે ભારત બાસમતી ચોખાનો સૌથી મોટો નિકાસકર્તા છે. વિશ્વનો આશરે 25 ટકા હિસ્સા સાથે ભારત બાસમતી ચોખાનો સૌથી મોટો નિકાસકર્તા છે. ભારત પ્રતિ વર્ષ 30 હજાર કરોડથી વધારે બાસમતી ચોખાની નિકાસ કરે છે. વિશ્વના 150 દેશ બાસમતી ચોખાની પસંદગી કરે છે.
જેને પગલે સમગ્ર વિશ્વમાં તેની સારી માંગ છે. બાસમતી ચોખા ભારતીય ખેડૂતો માટે આવકનો મોટો સ્રોત છે, જે દેશોએ આ પ્રકારના ફરમાન કર્યાં છે તે દેશ પણ ભારતના આ બાસમતી ચોખાને પસંદ કરે છે. યુરોપ સહિત મધ્ય એશિયાના અનેક દેશોમાં બાસમતી ચોખાના નિકાસ કરે છે, જે દ્રષ્ટિએ વર્તમાન સમયમાં જે પ્રકારના ફરમાન બાસમતી ચોખાના નિકાસકર્તા માટે છે, તેને જોતા આ બાબત પર ધ્યાન આપવું જરૂરી છે, અન્યથા ભારતીય ખેડૂતને મોટું નુકાસન થઈ શકે છે.
Share your comments