Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

લો બોલો...હવે દૂધ પણ નથી સુરક્ષિત, હાઈકોર્ટે પશુપાલન મંત્રાલયને પાઠવ્યું નોટિસ

અત્યાર સુધી અમે સાંભળ્યા હતા કે વધુ નફો માટે ખેડૂતોએ પાકમાં રાસાયણિક ખાતરના નામથી ઓળખાતા ઝેરને ખેતરમાં ભેળવી નાખતા હતા કે પછી શાકભાજી કે ફળોમાં ઇન્જેક્શન ચોટાડી તેને સમયથી પહેલા ઉગાડી નાખતા હતા. જો કે હવે ધીમે-ધીમે બંધ થઈ રહ્યું છે અને ભરતભાઈ પરસાણા જેવા લોકોના કારણે ખેડૂતોએ પાકમાં ઝેર ભેળવાનું બંધ કરી રહ્યા છે

Amansinh Jadeja
Amansinh Jadeja
દૂધના વધુ ઉત્પાદન માટે રસીનું ઉપયોગ
દૂધના વધુ ઉત્પાદન માટે રસીનું ઉપયોગ

અત્યાર સુધી અમે સાંભળ્યા હતા કે વધુ નફો માટે ખેડૂતોએ પાકમાં રાસાયણિક ખાતરના નામથી ઓળખાતા ઝેરને ખેતરમાં ભેળવી નાખતા હતા કે પછી શાકભાજી કે ફળોમાં ઇન્જેક્શન ચોટાડી તેને સમયથી પહેલા ઉગાડી નાખતા હતા. જો કે હવે ધીમે-ધીમે બંધ થઈ રહ્યું છે અને ભરતભાઈ પરસાણા જેવા લોકોના કારણે ખેડૂતોએ પાકમાં ઝેર ભેળવાનું બંધ કરી રહ્યા છે અને ઓર્ગેનિક તેમ જ ગાય આધારિત ખેતી તરફ આગળ વળી રહ્યા છે. પરંતુ હવે તમારા રૂંવાડા ઉભા કરી નાખે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણો એમ છે કે કેટલાક પશુપાલકો દૂધનું વધુ ઉત્પાદન મેળવવા માટે ગાય અને ભેંસને ઇન્જેક્શન ચોટાડી રહ્યા છે. જેના કારણે હાઈકોર્ટે સરકારને તેના ઉપર પોતાનું જવાબ રજૂ કરવા માટે કહ્યું છે.

ઓક્સીટોસીન ઈન્જેક્શનનો કરી રહ્યા છે પ્રયોગ

મળતી માહિતી મુજબ કેટલાક પશુપાલકોએ ખોટી રીતે દૂધ મેળવવા માટે પશુઓને ડેરી ફાર્મમા ઓક્સીટોસીન નામથી ઓળખાતા ઈન્જેક્શનનો લગાવી રહ્યા છે. જેથી તેમને દૂધનું વધુ ઉત્પાદન મળી શકે. તેઓ પશુઓના સાથે જ લોકોના સ્વાસ્થ સાથે પણ છેડા કરી રહ્યા છે. આ વાતના સામે આવ્યા પછી હવે હાઈકોર્ટે પશુપાલન અને ડેરી મંત્રાલય એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવી છે અને મંત્રાલયને તેમનો જવાબ વેલી તકે રજુ કરવા માટે કીધું છે.જણાવી દઈએ કોર્ટે આ નોટિસ પિટિશનર્સ જયરૂપ અને ઈશ્ચિતા દ્વારા દાખલ કરવામાં આવેલ અરજી પર સુનાવણી કર્યા પછી પાઠવી છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે સુનાવણી દરમિયાન કોર્ટમાં પુરાવાના રૂપમાં એક સર્વે રિપોર્ટ દાખલ કરવામાં આવી હતી.

પશુપાલકો આ રસી જાતે જ આપે છે

ડેરી નિષ્ણાતોનું કહેવું છે કે સર્વેમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે વધુ દૂધ ઉત્પન્ન કરવા માટે પ્રાણીઓને ઓક્સિટોસીનથી રસી આપવામાં આવી રહી છે. મોટાભાગના ડેરી ખેડૂતો આ રસી જાતે જ આપે છે અને એક જ સિરીંજનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે આ રસી માત્ર જાનવરો માટે જ હાનિકારક નથી, પરંતુ તેના વહીવટ પછી કાઢવામાં આવતું દૂધ તેને પીનારાઓનું સ્વાસ્થ્ય બગાડી રહ્યું છે.

સર્વેના આધારે તૈયાર કરવામાં આવી રિપોર્ટ

પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરનાર જયરૂપ અને ઈશ્વિતાએ ચંદીગઢમાં એક સર્વે કર્યો  હતો. શહેરની 227 ડેરીઓની 3887 ગાયો અને ભેંસોનો આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડેરીઓમાં પ્રાણીઓ સાથે ક્રૂરતા થઈ રહી છે. મોટા ભાગના સ્થળોએ પ્રાણીઓને ખૂબ જ નબળી સ્થિતિમાં રાખવામાં આવી રહ્યો છે. ડેરીઓમાં સ્વચ્છતાની વ્યવસ્થા ગાય-ભેંસ માટે પણ નથી. કેટલાક કિસ્સાઓમાં, પ્રાણીઓને બે પગના દોરડાથી બાંધવામાં આવે છે. પ્રાણીઓને આરામથી ઊભા રહેવાની પણ જગ્યા મળી રહી નથી.

પોલીસની બેદરકારી પણ આવી સામે

અરજદારનો આક્ષેપ છે કે પોલીસ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરતી નથી. અરજદારે કોર્ટને જણાવ્યું કે માલોયામાં પણ આવો જ એક કેસ તેની સામે આવ્યો હતો. તેણે તરત જ પોલીસને ફોન કરીને આ બાબતની જાણ કરી. પરંતુ પોલીસ ત્યાં માત્ર ખોરાક પૂરો પાડવા માટે આવી હતી અને એફઆઈઆર પણ નોંધી ન હતી. આ પછી અરજદારે આરટીઆઈ દાખલ કરી હતી પરંતુ તેનો કોઈ લાભ મળ્યો નથી. અરજદારે કોર્ટને અપીલ કરી હતી કે પ્રાણીઓને ક્રૂરતાથી બચાવવા માટે જરૂરી સૂચનાઓ જારી કરવામાં આવે. ઉપરાંત, ગૌશાળા અને ડેરીઓનું નિરીક્ષણ કરવું જોઈએ. બેદરકારી દાખવનાર ગુનેગારો સામે કાર્યવાહી થવી જોઈએ. આની નોંઘ લેતા પંજાબ-હરિયાણા હાઈકોર્ટે મંત્રાલયને નોટિસ પાઠવી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More